Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું એકાંતમાં લઈ જઈને રૂકમિણીને પ્રેમ પવિત્ર વાણીએ કહ્યું કે “હે રાજકુમારી! જ્યારે તમે બાળક હતા તે વખતે એકવાર મારા ઉલ્લંગમાં બેઠા હતા, તેવામાં તમને જોઈ અતિમુકતક નામના મુનિએ કહ્યું હતું કે “આ પુત્રી કૃષ્ણની પટ્ટરાણી થશે.” તે વખતે મેં તેમને પૂછયું હતું કે “તે કૃષ્ણને શી રીતે ઓળખવા?” એટલે તેમણે કહ્યું હતું કે “જે પશ્ચિમ સાગરને કીનારે દ્વારકા વસાવીને રહે તે કૃષ્ણ છે એમ જાણી લેવું. આ પ્રમાણે છતાં આજે તે કૃષ્ણ દૂત દ્વારા તમારી માગણી કરી તે પણ તમારા ભાઈ રૂકમિએ તેની માગણી સ્વીકારી નહીં અને દમષ રાજાના પુત્ર શિશુપાલ વેરે તમને આપવાનો નિરધાર કર્યો. રૂફમિણી બેલી“હે માતા! શું મુનિઓનાં વચન નિષ્ફળ થાય? પ્રાતઃકાળના મેઘનો શબ્દ (ગરવીશું કદી નિષ્ફળ થયે છે?” આ પ્રમાણેનાં વચનોથી રકૃમિણીનો અભિલાષ કૃષ્ણને પરણવાને જાણી તે કુઈએ એક ગુહ્ય દૂત મોકલી કૃષ્ણને આ પ્રમાણે જણાવ્યું કે-માઘ માસની શુકલ અષ્ટમીએ નાગપૂજાના મિષથી હું રૂમિણીને લઈને નગર બહારની વાડીમાં આવીશ. હે માનદ! જે તમારે રૂકમિણીનું પ્રયોજન હોય તો તે સમયે ત્યાં આવી પહોંચવું, નહીં તો પછી તેને શિશુપાલ પરણી જશે.”
અહીં રૂકૃમિએ પિતાની બહેન રૂકૃમિણીને પરણવાને માટે શિશુપાલને બોલાવ્ય, એટલે
અહ તે મોટી સેના લઈને કુંડિનપુર આવ્યા. રૂકમિણીને વરવા માટે તૈયાર થઈને આવેલા શિશુ પાલને જાણીને કલહપ્રિય નારદે તે ખબર કૃષ્ણને આપ્યા, એટલે કૃષ્ણ પણ પિતાના સ્વજનથી અલક્ષિયપણે રામની સાથે જુદા જુદા રથમાં બેસી કુંડિનપુર આવ્યા. તે વખતે પિતાની કુઈ અને સખીઓથી પરવારેલી રૂકમિણું નાગપૂજાનું મિષ કરીને ઉદ્યાનભૂમિમાં આવી. ત્યાં કૃષ્ણ રથમાંથી ઊતર્યા અને પ્રથમથી પિતાને ઓળખાવી રૂકમિણીની કુઈને નમસ્કાર કરી રૂપૂમિનું પ્રત્યે બેલ્યા, “માલતીના પુષ્પની સુગંધથી ભ્રમર આવે તેમ તારા ગુણથી આકર્ષાઈને હું કૃણ તારી પાસે દૂરથી આવ્યો છું; માટે આ મારા રથમાં બેસી જા.” પછી તેના ભાવને જાણનારી કુઈએ આજ્ઞા આપી, એટલે રૂકમિણી તરતજ કૃષ્ણના રથમાં હૃદયની જેમ આરૂઢ થઈ.
જ્યારે કૃષ્ણ છેડે દૂર ગયા ત્યારે પિતાનો દોષ ઢાંકવાને માટે તે કુઈએ અને દાસીઓએ મળીને માટે પિકાર કર્યો કે-“અરે રૂમિ! અરે રૂકમિ! આ તમારી બહેન રૂફમિણીને ચારની જેમ રામ સહિત કૃષ્ણ બળાત્કાર કરી જાય છે.'
દૂર ગયા પછી રામ કૃષ્ણ પાંચજન્ય અને સુષ નામના શંખ ફેંક્યા, તેથી સમુદ્રની જેમ બધું કુંડિનપુર સેંભ પામી ગયું. પછી મહા પરાક્રમી અને મહા બળવાન રૂકમિ અને શિશુપાલ મોટી સેના લઈ રામ કૃષ્ણની પછવાડે ચાલ્યા. તેમને પછવાડે આવતા જોઈ ઉસંગમાં બેઠેલી રૂકમિણી ભય પામી કૃષ્ણ પ્રત્યે બેલી-“હે નાથ! આ મારે ભાઈ રૂકૃમિ અને શિશુપાલ
૧ જણાવ્યા સિવાય છાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org