________________
૩૨૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮ મું બનાવ્યું. સરોવર, દીધિંકાએ, વાપિકાએ ચિ, ઉદ્યાન અને રસ્તાઓ તેમજ બીજ સર્વ અતિ રમણિક છે જેમાં એવું કુબેરે એક રાત્રિ દિવસમાં તૈયાર કર્યું. એવી રીતે વાસુદેવની દ્વારિકા નગરી દેવતાઓએ નિર્માણ કરેલી હેવાથી ઇંદ્રપુરી જેવી રમણીય બની. તેની સમીપે પૂર્વમાં રૈવતગિરિ, દક્ષિણમાં માલ્યવાન શૈલ, પશ્ચિમમાં સૌમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ હતે.
પૂર્વોક્ત પ્રકારે દ્વારિકાની રચના કરીને પ્રાતઃકાળે કુબેરે આવી કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુકુટ, કૌસ્તુભ નામે મહામણિ, શાર્ગ ધનુષ્ય, અક્ષય બાણવાળા ભાથાં, નંદક નામે ખરું, કોદકી ગદા અને ગરૂડધ્વજ રથ એટલાં વાનાં આપ્યાં. રામને વનમાળા, મૂશળ, બે નીલ વસ્ત્ર, તાળવજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ આપ્યાં, અને દશ દશાને રત્નનાં આભરણ આપ્યાં; કારણ કે તેઓ રામ કૃષ્ણને પૂજ્ય હતા. પછી સર્વ યાદવેએ કૃષ્ણને શત્રુસંહારક જાણ હર્ષથી પશ્ચિમ સમુદ્રના તીર ઉપર તેને અભિષેક કર્યો ત્યારબાદ રામ સિદ્ધાર્થ નામના સારથિવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથિવાળા રથમાં બેસી દ્વારકામાં પ્રવેશ કરવાને તૈયાર થયા, અને ગ્રહ નક્ષત્રોથી પરવારેલા સૂર્ય ચંદ્રની જેમ અનેક રથમાં બેઠેલા યાદવોથી પરવર્યા સતા તેમણે જયજયના નાદ સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. કૃષ્ણની આજ્ઞાથી કુબેરે બતાવેલા મહેલમાં હશહે, રામ કૃષ્ણ, બીજા યાદવે અને તેમને પરિવાર આવીને રહ્યો. કુબેરે સાડા ત્રણ દિવસ સુધી સુવર્ણ, રત્ન, ધન, વિચિત્ર વસ્ત્રો અને ધાન્યની વૃષ્ટિ કરીને તે અભિનવ નગરીને પૂરી દીધી.
॥ इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि रामकृष्णरिष्टनेमि
जन्मकंसवधद्वारिकाप्रवेश नाम पंचमः सर्गः ॥
રૂમિણી વિગેરે સ્ત્રીઓને વિવાહ, પાંડવ દ્રોપદીને સ્વય વર
અને પ્રદ્યુમ્નનું ચરિત્ર. - હવે દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ રામ સહિત દશાહને અનુસરતા અને યાદોના પરિવારથી પરવરલા સુખે ક્રીડા કરતા સતા રહેવા લાગ્યા અને દશાને તેમજ રામ કૃષ્ણને હર્ષ આપતા અરિષ્ટનેમિ ભગવાન પણ અનુક્રમે વધવા લાગ્યા. અરિષ્ટનેમિ કરતાં સર્વ બંધુએ મોટા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org