Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૧૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું કરવાની આજ્ઞા આપી. કાળ પિતાના ભાઈ યવન અને સહદેવ સહિત અપશુકને એ વાય તો પણ આગળ ચાલ્યા. યાદને પગલે પગલે ચાલતે કાળ થોડા સમયમાં વિંધ્યાચળની નજીકની ભૂમિ કે જ્યાંથી યાદ નજીકમાં જ હતા ત્યાં આવી પહોંચે. કાળને નજીક આવેલ જોઈ રામ કૃષ્ણના રક્ષકદેવતાઓએ એક દ્વારવાળે, ઊંચે અને વિશાળ એક પર્વત વિકુ, અને “અહીં રહેલું યાદવેનું સૈન્ય અહીં અગ્નિથી ભસ્મ થઈ ગયું” એમ બોલતી અને મોટી ચિતા પાસે બેસીને રૂદન કરતી એક સ્ત્રીને વિકવિ. તેને જોઈ કાળ કાળની જેમ તેની પાસે આવ્ય; એટલે તે સ્ત્રીએ કહ્યું “તારાથી ત્રાસ પામીને બધા યાદવો આ અગ્નિમાં પેસી ગયા, દશાહ અને રામ કૃષ્ણ પણ અગ્નિમાં પેસી ગયા. તેથી બધાઓને વિયોગ થવાથી હું પણ આ અગ્નિમાં પેસું છું.' આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. દેવતાના એ કાર્યથી મેહ પામેલે કાળ અગ્નિમાં પેસવાને તૈયાર થયે, અને તેણે પિતાના ભાઈ સહદેવ, યવન અને બીજા રાજાઓને કહ્યું, કે “મેં પિતાની પાસે અને બહેનની પાસે પ્રતિજ્ઞા કરી છે કે અગ્નિ વિગેરેમાંથી પણ ખેંચી લાવીને હું યાદવને મારી નાખીશ. તે યાદવે મારા ભયથી અહીં અગ્નિમાં પેસી ગયા, તે સત્ય પ્રતિજ્ઞાવાળો હું પણ તેમને મારવા માટે આ પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરૂં છું. આ પ્રમાણે કહીને તે કાળ ઢાલ તલવાર સહિત પતંગની જેમ અગ્નિમાં કુદી પડ્યો, અને ક્ષણવારમાં દેવમોહિત થયેલા પિતાના લેકના જતાં જતાં મૃત્યુ પામી ગયે. એ સમયે ભગવાન સૂર્ય અસ્તગિરિએ ગયે; તેથી યવન અને સહદેવ વિગેરે ત્યાંજ વાસ કરીને રહ્યા. જ્યારે પ્રભાતકાળ થયે ત્યારે તેઓએ પર્વત કે ચિતા કાંઈ પણ ત્યાં જોયું નહીં, અને હેરિક લેકેએ આવીને ખબર આપ્યા કે “યાદ દૂર ચાલ્યા ગયા.' કેટલાએક વૃદ્ધજનેએ વિચારવડે એ દેવતાને કરેલે મોહ હતું એમ નિર્ણય કર્યો. પછી યવન વિગેરે સર્વે પાછા વળી રાજગૃહીએ આવ્યા અને સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યું. તે સાંભળી જરાસંધ મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગયે, અને ક્ષણવારે સંજ્ઞા પામી, “હે કાળ! હે કાળ! હે કંસ! હે કંસ!” એમ પિકાર કરીને રેવા લાગ્યો.
અહીં કાળના મૃત્યુના ખબર જાણે માર્ગે ચાલતા યાદવ જેની પૂર્ણ પ્રતીતિ આવી છે એવા ટુકિને ઘણા હર્ષથી પૂજવા લાગ્યા. માર્ગમાં એક વનમાં પડાવ કરી રહ્યા હતા ત્યાં અતિમુક્ત ચારણમુનિ આવી ચઢયા. દશાહપતિ સમુદ્રવિજયે તેમની પૂજા કરી. તે મહામુનિને પ્રણામ કરીને તેણે પૂછયું “હે ભગવન! આ વિપત્તિમાં અમારૂં છેવટે શું થશે ?' મુનિ બેલ્યા-“ભય પામશે નહીં, તમારા પુત્ર કુમાર અરિષ્ટનેમિ ઐક્યયાં અદ્વત પરાક્રમી બાવીશમાં તીર્થકર થશે અને બળદેવ તથા વાસુદેવ એવા રામ કૃષ્ણ દ્વારિકા નગરી વસાવીને રહેશે અને જરાસંધનો વધ કરી અર્ધ ભારતના સ્વામી થશે.” આ પ્રમાણે સાંભળી હર્ષ પામેલા સમુદ્રવિજયે પૂજા કરીને મુનિને વિદાય કર્યા અને પોતે સુખકારક પ્રયાણ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં રૈવતક (ગિરનાર) ગિરિની વાયવ્ય દિશા તરફ અઢાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org