________________
૩૧૬ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મુ
આ પ્રમાણે વાતચિત થયા પછી ભાઈ અને ભ્રાતૃપુત્રોની સ'મતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી ઉગ્રસેન રાજાને તેડાવી મંગાવ્યા, અને તેની સાથે યમુનાને કાંઠે જઈ સવે એ ક્રસનુ' પ્રેતકાય' કર્યું. કેસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી, પણ તેની રાણી જીવયશાએ માન ધરીને જાંજલિ આપી નહી. તે તે કેપ કરીને ખેલી કે ‘આ રામ કૃષ્ણે ગેાપાળને અને સર્વ સંતાન સહિત દશાને હણાવીને પછી મારા પતિનુ” પ્રેતકાય કરીશ; નહીં તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.' આવી પ્રતિજ્ઞા લઈને તે જીવયશા મથુરાથી નીકળી તત્કાળ પેાતાના પિતા જરાસ ́ધે આશ્રિત કરેલ રાજગૃહી નગરીએ આવી. અહીં રામ કૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાપુરીના રાજા કર્યાં. ઉગ્રસેને પેાતાની પુત્રી સત્યભામા કૃષ્ણુને આપી અને ક્રોકિએ કહેલા શુભ દિવસે તેના યથાવિધિ વિવાહ થશે.
અહી” જીવયશા છુટા કેશે રૂદન કરતી જાણે મૂત્તિમાન અલક્ષ્મી હાય તેમ જરાસ'ધની સભામાં આવી. જરાસ'ધે રૂદનનુ કારણ પૂછ્યું. એટલે તેણીએ બહુ પ્રયાસે અતિમુક્તના વૃત્તાંત અને કંસના ઘાત સુધીની સવ કથા કહી સંભળાવી. તે સાંભળી જરાસ ધ એક્ષ્ચાકંસે પ્રથમ જે દેવકીને મારી નહીં, તેજ સારૂં' કર્યું નહીં, કારણ કે તેને મારી હાત તો પછી ક્ષેત્ર વિના કૃષિ શી રીતે થાત? હે વત્સે! હવે તુ રૂદન કર નહી, હું. મૂળથી કંસના સવ` ઘાતકેાને સપરિવાર મારી નાખીને તેમની સ્ત્રીઓને રાવરાવીશ.' આ પ્રમાણે કહેવાવડે જીવયશાને શાંત કરીને જરાસંધે સામક નામના રાજાને બધી વાત સમજાવી સમુદ્રવિજયની પાસે મેાકલ્યા. તે તત્કાળ મથુરાપુરીમાં આળ્યે અને તેણે રાજા સમુદ્રવિજયને કહ્યું સ્વામી જરાસંધ તમને એવી આજ્ઞા કરે છે કે–અમારી પુત્રી જીવયશા અને તેના સ્નેહને લીધે તેના પતિ કંસ અને અમને પ્રાણથી પણુ વહાલા છે, તે કાનાથી અજાણ્યુ છે? તમે અમારા સેવકા છે. તે સુખે રહેા, પણ તે કંસના દ્રોહ કરનારા રામ કૃષ્ણને અમને સેાંપી દ્યો. વળી એ દેવકીના સાતમા ગર્ભ છે તેથી તમે તેને અપણુ તો કરેલાજ છે, છતાં તમે તેને ગેપન કરવાના અપરાધ કર્યાં, તેથી હવે ફરીવાર અમને સેાંપી દ્યો.”
66 તમારા
સેમકનાં આવાં વચન સાંભળી સમુદ્રવિજયે તેને કહ્યુ. સરલ મનવાળા વસુદેવે મારાથી પરાક્ષપણે છ ગભ કસને અણુ કર્યાં તેજ ઉચિત થયેલું નથી અને રામ કૃષ્ણે પેાતાના ભ્રાતૃવધના વરથી કંસને માર્યાં તો તેમાં તેના શે। અપરાધ છે? અમારે આ એક દોષ છે કે આ વસુદેવ માહ્યવયથીજ સ્વેચ્છાચારી છે, તેથી તેની બુદ્ધિવડે પ્રવવાથી મારા છ પુત્રો માર્યા ગયા. હવે આ એ રામ કૃષ્ણ તો મને પ્રાણથી પણુ વહાલા છે; અને તેમને મારવાની ઈચ્છાએ તારી સ્વામી માગણી કરે છે, તે તેનું દ્ન અવિચારીપણુ છે.” પછી સેામક રાજાએ કાપથી કહ્યું “ પેાતાના સ્વામીની આજ્ઞામાં સેવકાએ યુક્તાયુક્તના વિચાર કરવા ચેગ્ય નથી. હૈ રાજન્! જ્યાં તમારા છ ગભ` ગયા છે ત્યાં આ બે ક્રુતિ રામ કૃષ્ણે પણ જાઓ. તેને રાખવાના વિચારથી તક્ષક નાગના મસ્તક ઉપર ખુજલી શા માટે કરેા છે ? ખળવાનની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org