Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૫ મો ] જરાસંધે મોકલેલ હત
[ ૩૧૫ હમણ રક્ષા કર, પછી ક્રોધ કરીને નંદ વિગેરેને માટે આજ્ઞા કરજે.” આ પ્રમાણે કહી કૃષ્ણ ઉછાળે મારી મંચ ઉપર ચઢી કેશવડે પકડીને કંસને પૃથ્વી પર પાડી દીધું. તેને મુકુટ પૃથ્વી પર પડી ગયે, વસ્ત્ર ખસી ગયાં અને નેત્ર ભયથી સંભ્રમ પામી ગયાં. કસાઈને ઘેર બાંધેલા પશુની જેમ તે કંસને કૃણે કહ્યું, “અરે અધમ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભહત્યાઓ કરી, હવે તું જ રહેવાનું નથી, તેથી સ્વકર્માનાં ફળ ભેગવ. તે વખતે ઉન્મત્ત હાથીને સિંહ પકડે તેમ હરિએ કંસને પકડેલે જોઈ બધા લેકે વિસ્મય પામી ગયા અને અંતરમાં બીવા લાગ્યા. તે સમયે રામે બંધનથી શ્વાસરહિત કરી યજ્ઞમાં લાવેલા પશુની જેમ મુષ્ટિકને મારી નાખે. એવામાં કંસની રક્ષા કરવા માટે રહેલા કંસના સુભટે વિવિધ પ્રકારનાં આયુધે હાથમાં લઈને કૃષ્ણને મારવા દેડક્યા, એટલે રામે એક માંચડાને સ્તંભ ઉખેડી હાથમાં લઈને મધપુડા ઉપરથી મક્ષિકાઓને ઉડાડે તેમ તેઓને નસાડી મૂકયા. પછી કૃષ્ણ મસ્તક પર ચરણ મૂકીને કંસને મારી નાખ્યા અને એવાળને સમુદ્ર બહાર કાઢી નાખે તેમ તેને કેશથી ખેંચીને રંગમંડપની બહાર ફેંકી દીધે. કંસે પ્રથમથી જરાસંધના કેટલાએક સિનિકને બોલાવી રાખ્યા હતા, તેઓ રામ કૃષ્ણને મારવાને તૈયાર થવા લાગ્યા. તેમને તૈયાર થતાં જોઈ રાજા સમુદ્રવિજય તૈિયાર થઈ યુદ્ધ કરવાને આવ્યા, કારણ કે તેમનું આવવું તેને માટે જ હતું. જ્યારે ઉઢેલ સમુદ્રની જેમ રાજા સમુદ્રવિજય ઉપડીને આવ્યા એટલે જરાસંધના સૈનિકે દશે દિશાઓમાં નાસી ગયા.
પછી અનાવૃષ્ણિ સમુદ્રવિજયની આજ્ઞાથી રામ કૃષ્ણને પિતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગ. સર્વ યાદવો અને સમુદ્રવિજય વિગેરે પણ વસુદેવને ઘેર ગયા અને ત્યાં એકઠા મળી સભા ભરીને બેઠા. વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી નેત્રમાં અશ્રુ લાવી તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા સહેદર બંધુઓએ તેને પૂછયું કે “આ શું ?” એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાંતથી માંડીને બધે વૃત્તાંત કહી આપ્યો. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પિતાના ઉલ્લંગમાં બેસાડ્યા અને તેના પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની વારંવાર પ્રશંસા કરી. તે વખતે દેવકી એક ફેયણાવાળી પુત્રીને સાથે લઈ ત્યાં આવ્યા, અને એક ઉત્કંગમાંથી બીજા ઉત્સંગમાં સંચરતા કૃષ્ણને તેણે દઢ આલિંગન કર્યું. - પછી બધા યાદવે હર્ષાશ્રુ વર્ષાવતા બોલ્યા, “હે મહાભુજ વસુદેવ! તમે એકલાજ આ જગતને જીતવાને સમર્થ છે, તે છતાં તમારા બાળકોને જન્મતાં વેંતજ એ ક્રૂર કંસે મારી નાખ્યા તે તમે કેમ સહન કર્યું?” વસુદેવ બોલ્યા-“જન્મથીજ સત્યવ્રત પાળેલું છે, તેથી તે વ્રતની રક્ષાને માટે (પ્રથમ વચન આપેલું હોવાથી) આવું દુષ્ટ કર્મ પણ સહન કર્યું. પ્રાંતે દેવકીના આગ્રહથી આ કૃષ્ણને નંદના ગોકુળમાં મૂકી આવી તેને બદલે આ નંદની પુત્રીને અહીં લઈ આવ્યું, એટલે દેવકીને સાતમે ગર્ભ કન્યા માત્ર જાણી એ પાપી કંસે અવજ્ઞાથી નાસિકનું એક ફેણું છેદીને આ બાળકીને છોડી મૂકી હતી.”
૧ નાકના એક બાજનાજ છિદ્રવાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org