________________
|
રાગ ૬ ઠ્ઠો ] રામ કૃષ્ણ પાંડવાદિનો વિવાહ
[૩૨૧ પણ અરિષ્ટનેમિ સાથે તેઓ નાના થઇને કીડાગિરિ ઉપર તથા ક્રિઘાન વિગેરે ભૂમિમાં કીડા કરવા લાગ્યા. પ્રભુ દશ ધનુષ ઊંચી કાયાવાળા થઈ યૌવન વયને પ્રાપ્ત થયા, પરંતુ જન્મથીજ કામને જીતનાર હોવાથી તદ્દન અવિકારી મનવાળા હતા. માતાપિતા અને રામ કૃષ્ણાદિ ભ્રાતાએ હમેશાં કન્યા પરણવાને માટે તેમની પ્રાર્થના કરતા, પણ પ્રભુ તે માનતા નહતા. રામ કૃષ્ણ પરાક્રમથી ઘણા રાજાઓને વશ કરતા હતા અને શક તથા ઈશારેંદ્રની જેમ બને બંધુએ પ્રજાને પાળતા હતા.
એક વખતે નારદજી ફરતા ફરતા કૃષ્ણના મંદિરમાં આવ્યા. રામ કૃષ્ણ વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંતઃપુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જેતી હતી, તેથી તેમાં વ્યગ્ર થયેલી તેણે આસન વિગેરે આપીને નારદની પૂજા કરી નહીં, તેથી નારદ ક્રોધ પામીને ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “કૃષ્ણના અંતઃપુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામા પતિના પ્રેમને લીધે રૂપ યૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દરથી મને જોઈને ઊભી થઈ નહીં, પણ મારી સામી દષ્ટિ પણ કરી નહીં, માટે એ સત્યભામાને કેઈ તેનાથી અતિ રૂપવાળી સપત્ની (શક્ય)ના સંકટમાં પાડી દઉં.” એવું વિચારતા નારદ કુંડિનપુર નગરે આવ્યા.
કંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો, તેને યશોમતી નામે રાણ હતી. તેમને રૂકમિ નામે પુત્ર હતું તથા રૂકમિણી નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રૂફણિીએ તેમને નમસ્કાર કર્યો. નારદે કહ્યું કે “અધું ભરતક્ષેત્રના પતિ કૃ તારા પતિ થાઓ.” રૂમિણીએ પૂછ્યું કે “તે કૃષ્ણ કેવું છે?” પછી નારદે કૃષ્ણના રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વિગેરે અદ્વૈત ગુણે કહી સંભળાવ્યા. તે સાંભળી રૂકમિણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ, અને કામ પીડિત થઈ સતી કૃષ્ણને જ ઝંખવા લાગી. પછી રૂકમિણનું રૂપ ચિત્રપટમાં આલેખીને નારદ દ્વારકામાં આવ્યા, અને દષ્ટિને અમૃતાંજન જેવું તે રૂપ કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃષ્ણ પૂછયું કે-“ભગવન્! આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આલેખ્યું છે?' નારદ હસીને બોલ્યા–“હરિ! આ દેવી નથી, પણ માનુષી સ્ત્રી છે, અને કુંડન પતિ રૂમિ રાજાની રૂકમિણી નામે બહેન છે. તેનું રૂપ જોઈને વિસ્મય પામેલા કૃણે તત્કાળ રૂમિણી પાસે એક દૂત મોકલી પ્રિયવચને તેની માગણી કરી. તે માગણી સાંભળી રૂમિએ હસીને કહ્યું, અહે! કૃષ્ણ હીણુકુળવાળે ગોપ થઈ મારી બહેનની માગણી કરે છે? તે કે મૂઢ છે? અને તેને આ કે નિષ્ફળ મનેરથ? આ મારી બહેનને તે મૈથુનિ શિશુપાલ રાજાને આપીશ કે જેથી ચંદ્ર અને રોહિણીની જેમ તેમનો ઘટતો યોગ થશે.” આ પ્રમાણે ઉત્તર સાંભળી તે તે રૂકમિની કઠોર અક્ષરવાળી વાણી દ્વારકામાં આવીને કૃષ્ણને જણાવી.
અહીં કંડિનપુરમાં આ ખબર સાંભળી રૂફણિીની કુઈ જે તેની ધાત્રી હતી, તેણીએ C - 41
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org