________________
૩૧૨] - શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું ઘેર જઈ તેના દ્વાર પાસે કૃષ્ણને રથમાં બેસાડી રાખી પિતે એકલે ગૃહમાં ગયે અને પિતા વસુદેવને કહ્યું કે “હે તાત! મેં એકલાએ શા ધનુષ્યને ચઢાવી દીધું છે, કે જેને બીજા રાજાએ સ્પર્શ પણ કરી શકયા નહોતા. તે સાંભળતાંજ વસુદેવે આક્ષેપથી કહ્યું કે “ત્યારે તું સત્વર ચાલે જા, કારણ કે તને ધનુષ્ય ચઢાવનાર જાણશે તે કંસ તત્કાળ મારી નાંખશે.” આ પ્રમાણે સાંભળી અનાવૃષ્ટિ ભય પામી શીધ્ર ઘરની બહાર નીકળે, અને કૃષ્ણની સાથે સત્વર નંદના ગોકુળમાં આવ્યું. ત્યાંથી રામ કૃષ્ણની આજ્ઞા લઈને એકલે શૌર્યપુર ગયે.
અહીં લેકમાં વાર્તા ચાલી કે નંદના પુત્ર ધનુષ્યને ચઢાવ્યું. તે ધનુષ્યના ચઢાવવાથી કંસ અત્યંત દુભાણે, તેથી તેણે ધનુષ્યના મહોત્સવને દૂર કરીને બાહુયુદ્ધ કરવા માટે સર્વ મલ્લોને આજ્ઞા કરી. તે પ્રસંગમાં બોલાવેલા રાજાએ મલ્લયુદ્ધ જેવાની ઈચ્છાથી મંચેની ઉપર આવી આવીને બેઠા અને મોટા મંચ ઉપર બેઠેલા કંસની સામે દૃષ્ટિ રાખવા લાગ્યા. કંસને દુષ્ટ ભાવ જાણીને વસુદેવે પિતાના સર્વ શ્રેષ્ઠ બંધુઓને અને અક્રૂર વિગેરે પુત્રોને ત્યાં બોલાવ્યા. તેજવડે સૂર્યના જેવા તેઓને કંસે સત્કાર કરીને ઊંચા મંચ ઉપર બેસાડ્યા.
મલ્લયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળીને કૃષ્ણ રામને કહ્યું, “આર્યબંધુ! ચાલે, આપણે મથુરામાં જઈને મલ્લયુદ્ધનું કૌતુક જોઈએ. તે કબુલ કરી રામે યશોદાને કહ્યું, “માતા ! અમારે મથુરાપુરી જવું છે, માટે અમારી સ્નાન વિગેરેની તૈયારી કરો. તેમાં યશોદાને કાંઈક મંદ જેઈ બળદેવે કૃષ્ણથી થવાના તેના ભ્રાતૃવધની પ્રસ્તાવના કરવા માટે જ હાયની તેમ આક્ષેપથી કહ્યું “અરે યશોદા! શું તું પૂવને દાસીભાવ ભૂલી ગઈ? જેથી અમારી આજ્ઞાને સત્વર કરવામાં વિલંબ કરે છે?’ આવાં રામનાં વચનથી કૃષ્ણના મનમાં બહુ ખેદ થયે, તેથી તે નિસ્તેજ થઈ ગયા. પછી તેને બળરામ યમુના નદીમાં સ્નાન કરાવવાને લઈ ગયા. ત્યાં રામે કૃષ્ણને પૂછયું, “હે વત્સ! ચેમાસાના મેઘવાયુને સ્પર્શ થયેલા દર્પણની જેમ તું નિસ્તેજ કેમ લાગે છે?' કૃષ્ણ બળદેવને ગદ્દગદ અક્ષરે કહ્યું “ભદ્ર! તમે મારી માતા યશોદાને આક્ષેપથી દાસી કહીને કેમ લાવી ?” રામે મિષ્ટ અને મને હર વચનવડે કૃષ્ણને કહ્યું, વત્સ! તે યશોદા તારી માતા નથી અને નંદ પિતા નથી, પણ દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે અને વિશ્વમાં અદ્વિતીય વીર તેમજ મહા સૌભાગ્યવાન વસુદેવ તારા પિતા છે. સ્તનપયથી પૃથ્વીને સિંચન કરતા દેવકી નેત્રમાં અશ્રુ લાવી પ્રત્યેક માસે તને જોવા માટે અહીં આવે છે. દાક્ષિણ્યતાના સાગર એવા આપણું પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલા છે. હું તમારે માટે સા૫ત્ન (સાવકે) ભાઈ છું. તમારી ઉપર વિઘની શંકાવાળા પિતાની આજ્ઞાથી હું તમારી રક્ષા કરવાને અહીં આવ્યો છું.' કૃષ્ણ પૂછયું “ત્યારે પિતાએ મને અહીં કેમ રાખે છે?” એટલે રામે કંસનું ભ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વાયુવડે અગ્નિની જેમ કૃષ્ણને દારૂણ ક્રોધ ચડ્યો, જેથી તેણે તત્કાળ કંસને મારવાની પ્રતિજ્ઞા કરી. પછી નદીમાં સ્નાન કરવાને પ્રવેશ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org