Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ
[૩૦૯ ગયા. રાજા ને રાણી તેમની વાણીથી જાણે અમૃતવડે નાહ્યા હોય એમ અત્યંત હર્ષ પામ્યા. તે દિવસથી દેવીની જેમ સુખને આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગૂઢગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો.
અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શ્રાવણ માસની શુક્લ પંચમીની રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને યોગ આવ્યે છતે કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપે. તે વખતે છપ્પન દિશાકુમારીઓએ પિતપોતાને સ્થાનકેથી ત્યાં આવીને શિવાદેવી અને જિતેંદ્રનું પ્રસૂતિકર્મ કર્યું. પછી શકે ઈંદ્ર ત્યાં આવી પાંચ રૂપ કર્યા, તેમાં એક રૂપવડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, બે રૂપવડે ચામર વિંજવા લાગ્યા, એક રૂપવડે મસ્તક ઉપર ઉજજવળ છત્ર ધારણ કર્યું અને એક રૂપવડે હાથમાં વજ લઈને નાટકીઆની જેમ પ્રભુની આગળ નાચતા નાચતા ચાલ્યા. એ પ્રમાણે મેરૂપર્વતના શિખર ઉપર અતિપાંડુકંબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખોળામાં લઈને શકઇંદ્ર બેઠા. તે વખતે અયુતાદિ ત્રેસઠ ઇંદ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી નિંદ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇંદ્રના મેળામાં પ્રભુને અર્પણ કરીને શક્રઈદ્ર વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કર્યું અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વામીની આરતી ઉતારી. નમસ્કાર કરી, અંજલી જેડીને ભક્તિનિર્ભર વાણવડે છે આ પ્રમાણે સ્તુતિ કરવાને આરંભ કર્યો.
હે મેક્ષગામી અને શિવાદેવીની કુક્ષિરૂપ શુક્તિમાં મુક્તામણિ સમાન પ્રત્યે! તમે કલ્યાણના એક સ્થાનરૂપ અને કલ્યાણના કરનારા છે. જેમની સમીપેજ મોક્ષ રહેલું છે એવા, સમસ્ત વસ્તુઓ જેમને પ્રગટ થયેલ છે એવા અને વિવિધ પ્રકારની અદ્ધિના નિધાનરૂપ એવા હે બાવીસમા તીર્થંકર ! તમને નમસ્કાર થાઓ. તમે ચરમ દેહધારી જગદ્ગુરૂ છે, તમારા જન્મથી હરિવંશ અને આ ભરતક્ષેત્રની ભૂમિ પણ પવિત્ર થઈ છે. તે ત્રિજગદ્ગુરૂ! તેમજ કૃપાના એક આધાર છે, બ્રહ્મસ્વરૂપના એક સ્થાન છે અને એશ્વર્યના અદ્વિતીય આશ્રય છે. હે જગત્પતિ! તમારા દર્શન કરીને જ અતિ મહિમાવડે પ્રાણીઓના મેહને વિવંસ થવાથી આપનું દેશનાકર્મ સિદ્ધ થાય છે. હરિવંશમાં અપૂર્વ મુક્તાફળ સમાન હે પ્રભો! તમે કારણ વિના ત્રાતા, હેતુ વિના વત્સલ અને નિમિત્ત વિના ભર્તા છે, અત્યારે અપરાજિત વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ છે, કારણ કે તેમાં લોકોના સુખને માટે બેધના આપનાર એવા આપ અવતર્યા છે. હે ભગવંત! તમારા ચરણ નિરંતર મારા માનસને વિષે હંસપણાને ભજે અને મારી વાણી તમારા ગુણની સ્તવના કરવાવડે ચરિતાર્થ (સફળ) થાઓ.”
આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નાથ પ્રભુને ઉપાડીને ઇંદ્ર શિવાદેવી પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમજ મૂકી દીધા. પછી ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે ત્યાં રહેવા આજ્ઞા કરીને ઇંદ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને ત્યાં યાત્રા કરીને પિતાને સ્થાનકે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org