Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ]. કૃષ્ણના પરાક્રમ
[ ૩૦૭ વૃક્ષને ભાંગી નાખીને તેને અત્યંત પ્રહાર કર્યા. તેવામાં “કૃષ્ણ હાથીનાં બચ્ચાંની જેમ બંને અજુન વૃક્ષો ભાંગી નાખ્યાં છે” એવી વાત સાંભળીને નંદ યશોદા સહિત ત્યાં આવ્યા. તેમણે ધૂળીવડે ધૂસર થયેલા કૃષ્ણના મસ્તકપર ચુંબન કર્યું. તે વખતે ઉદરને દામ (દેરડી) વડે બાંધેલ દેખીને બધા ગોપ તેને “દાદર” કહીને બોલાવવા લાગ્યા. ગોપોને અને પાંગનાઓને તે બહુ વહાલા (પ્રાણવલ્લભ) લાગતા હેવાથી તેઓ તેને રાત્રી દિવસ છાતી પર, ખેાળામાં અને મસ્તકપર રાખવા લાગ્યા. કૃષ્ણ દહીંનું મથન કરવાની મથની (ગોળી) માંથી ચપળપણે માખણ લઈ લઈને ખાઈ જતા હતા, પરંતુ સનેહાદ્ધ તેમજ કૌતુક જેવાના ઈચ્છક ગેવાળે તેને વારતા નહતા. કોઈને મારે, સ્વેચ્છાએ ફરે, વિચરે અને કાંઈ ઉપાડી જાય તેપણ યશોદાને પુત્ર ગોવાળને આનંદ ઉત્પન્ન કરતા હતા. તેને રખે કાંઈ કષ્ટ આવે એટલા માટે કૃષ્ણ જ્યારે દેડતા ત્યારે ગેપ તેને પકડી રાખવા માટે તેની પાછળ દેડતા હતા, પરંતુ તેઓ તેને ભી શકતા નહીં, માત્ર તેના નેહરૂપ ગુણ દેરડી વડે આકર્ષિત થઈને તેની પાછળ જતા હતા.
સમુદ્રવિજયાદિ દશાહે પણ સાંભળ્યું કે “કૃષ્ણ બાળક છતાં શકુનિ ને પૂતનાને મારી નાખી, ગાડું ભાંગી નાખ્યું અને અર્જુન જાતિનાં બે વૃક્ષો ઉમૂળી નાખ્યાં.” આ વાત સાંભળીને વસુદેવ ચિંતવવા લાગ્યા કે-“મેં મારા પુત્રને ગોપ છે, છતાં પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધ થશે અને તેને કંસ પણ જાણશે, તેથી તે તેનું અમંગળ કરવાનો પ્રયાસ કરશે. જો કે તેમ કરવામાં હવે તે સમર્થ થશે નહીં, પરંતુ તે બાળકની સહાય કરવા માટે હું એક પુત્રને મોકલું તે ઠીક, પણ કદિ અકર વિગેરેમાંથી કેઈને એકલીશ તે તેને તે તે કર બુદ્ધિવાળે કંસ એાળખતે હેવાથી ઊલટો તેને વિશેષ શક પડશે, માટે બળરામને જ
ત્યાં મોકલવા ગ્ય છે, કેમકે હજુ તેને કંસ એાળખતે નથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને કૃષ્ણના કુશળને માટે રહિણી સહિત રામને શૌર્યપુરથી તેડી લાવવા માટે વસુદેવે એક માણસને સમજાવીને મોકલ્યા. તેમના આવ્યા પછી રામને પિતાની પાસે બોલાવી, સર્વ હકીકત યથાર્થ રીતે સમજાવી, શિખામણ આપીને તેને નંદ તથા યશદાને પુત્રપણે અર્પણ કર્યો.
બળરામના ગોકુળમાં ગયા પછી દશ ધનુષ્ય ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજાં સર્વ કાર્ય મૂકીને નિનિમેષ નેત્રે ગોપિવડે જેવાતા ક્રીડા કરવા લાગ્યા. બળરામની પાસે કૃષ્ણ ધનુર્વેદ તેમજ અન્ય સર્વ કળાઓ શિખ્યા અને ગોપવડે સેવા કરતા સુખે રહેવા લાગ્યા. કેઈ વખત તે બંને મિત્રો થતા હતા, અને કઈ વખત શિષ્ય અને આચાર્ય થતા હતા. એ પ્રમાણે ક્ષણમાત્ર પણ અવિયેગીપણે રહેતા સતા તેઓ વિવિધ પ્રકારની ચેષ્ટા કરવા. લાગ્યા. માર્ગે ચાલતાં મદોન્મત્ત બળદોને પુંછડાવડે પકડીને કેશવ ઊભા રાખતા હતા. તે વખતે રામ ભાઈના બળને જાણતા હોવાથી ઉદાસીની જેમ જોયા કરતા હતા. એ પ્રમાણે જેમ જેમ કૃષ્ણ વૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં તેમને જેવાથી કામદેવને વિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org