Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ
- [ ૩૦૫ પુત્રને જન્મ આપે. જે પુત્ર દેવના સાંનિધ્યથી જન્મતાજ શત્રુઓના દષ્ટિપાતને નાશ કરનાર થયો. જ્યારે તેને જન્મ થયે ત્યારે તેના પક્ષના દેવતાઓએ કંસે રાખેલા ચોકીદાર પુરૂષને પિતાની શક્તિથી જાણે વિષપાન કર્યું હોય તેમ નિદ્રાવશ કરી દીધા. તે સમયે દેવકીએ પિતાના પતિને બેલાવીને કહ્યું, “હે નાથ! મિત્રરૂપે શત્રુ એવા પાપી કરો તમને વાણીથી બાંધી લીધા અને તે પાપીએ મારા છ પુત્રોને જન્મતાંજ મારી નાખ્યા, માટે આ પુત્રની માયાવડે પણ રક્ષા કરે, બાળકની રક્ષા કરવા માટે માયા કરવી તેમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે નંદના ગોકુળમાં લઈ જાઓ, ત્યાં મોસાળની જેમ રહીને આ પુત્ર માટે થશે.” આવાં તેનાં વચન સાંભળી તે બહુ સારે વિચાર કર્યો” એમ બોલતાં નેહાદ્ધ વસુદેવ તે બાળકને લઈને જેમાં પહેરેગીરે સુઈ ગયા હતા એવા તે ઘરમાંથી બહાર નીકળ્યા. તે વખતે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉઘાત કરવા લાગ્યા. પછી શ્વેત વૃષભરૂપે થઈને તે દેવતાઓએ બીજાએ ન જાણે તેમ નગરીનાં દ્વાર ઉઘાડી દીધાં. જ્યારે વસુદેવ ગોપુર (દરવાજા) પાસે આવ્યા, એટલે પાંજરામાં રહેલા ઉગ્રસેન રાજાએ “આ શું? એમ વિસ્મયથી વસુદેવને પૂછ્યું; એટલે “આ કંસને શત્રુ છે' એમ કહીને વસુદેવે હર્ષથી તે બાળક ઉગ્રસેનને બતાવ્યો, અને કહ્યું, “હે રાજન ! આ બાળકથી તમારા શત્રુનો નિગ્રહ થશે અને આ બાળકથી જ તમારો ઉદય થશે, પણ આ વાર્તા કોઈને કહેશે નહીં.” ઉગ્રસેને કહ્યું “એમજ થાઓ.”
પછી વસુદેવ નંદને ઘેર પહોંચ્યા. તે સમયે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો, એટલે વસુદેવે તેને પુત્ર આપીને તેની પુત્રી લીધી; અને દેવકીની પાસે લઈ જઈ તેને પડખે પુત્રને સ્થાનકે મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર ગયા એટલે કંસના પુરૂષે જાગી ઉઠયા, અને “શું જ ?” એમ પૂછતા અંદર આવ્યા. ત્યાં પુત્રી આવેલી તેમના જેવામાં આવી. તેથી તેઓ તે પુત્રીને કંસની પાસે લઈ ગયા. તેને જોઈ કંસ વિચારવા લાગ્યો કે “જે સાતમો ગર્ભ મારા મૃત્યુને માટે થવાનો હતો તે તો આ સ્ત્રીમાત્ર થયો, તેથી હું ધારું છું કે મુનિનું વચન મિથ્યા થયું. તો હવે આ બાળકીને વ્યર્થ શામાટે મારવી!” એવું વિચારી તે બાળાની એક બાજુની નાસિકા છેદીને તેને દેવકીને પાછી સોંપી.
અહીં કૃષ્ણ અંગને લીધે કૃષ્ણ એવા નામથી બોલાવાતા દેવકીને પુત્ર દેવતાઓએ રક્ષા કરાતો નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યો. એક માસ વ્યતીત થયા પછી દેવકીએ વસુદેવને કહ્યું, “હે નાથ! તે પુત્રને જેવાને હું ઉત્કંઠિત થઈ છું, માટે હું આજે ગોકુળમાં જઈશ.” વસુદેવે કહ્યું,
પ્રિયે! જે તમે અકસ્માત ત્યાં જશે તો કંસના જાણવામાં આવશે, માટે કઈ પણ કારણ બતાવીને જવું ઉચિત છે, તેથી ઘણી સ્ત્રીઓને સાથે લઈ ગાયને માગે ગોપૂજા કરતાં કરતાં તમે ગેકુળમાં જાઓ.” દેવકી તે પ્રમાણે કરીને નંદના ગોકુળમાં આવી. ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળો, નીલ કમળ જેવી કાંતિવાળે, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રવાળે, કર ચરણમાં C - 39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org