________________
સંગ``૫ મા ]
રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિના જન્મ
[ ૩૦૩
અહી' આવવાના પ્રયેાજનનું કારણ તેજ છે.' દેવકે કહ્યું; કન્યાને માટે વર પેાતેજ આવે તેવી રીતિ નથી, તેથી તેવી રીતે આવનાર વરને હું... દેવકી આપીશ નહીં.' આવાં દેવકરાજાનાં વચન સાંભળી કસ અને વસુદેવ અને વિલખા થઈ પેાતાની છાવણીમાં આવ્યા, અને દેવકરાજા પેાતાના અંતઃપુરમાં ગયા. ત્યાં દેવકીએ હર્ષોંથી પિતાને પ્રણામ કર્યાં, એટલે ‘હૈ પુત્રી ! યોગ્ય વરને પ્રાપ્ત કર.' એમ દેવકે આશીષુ આપી. પછી ધ્રુવકે દેવી( શણી)ને કહ્યું કે ‘આજે વસુદેવને દેવકી આપવાને ક ંસે ઉત્સુક થઈ મારી પાસે માગણી કરી, પણ પુત્રીના વિરહને નહી' સહન કરનારા મેં તે વાત કબુલ કરી નહીં.' આ પ્રમાણે સાંભળી દેવી ખેદ પામી અને દેવકીએ ઊંચે સ્વરે રૂદન કરવા માંડયુ.. આવે તેમને વસુદેવ તરફ પ્રીતિભાવ જોઇને દેવને કહ્યું કે ‘તમે ખેદ કરેા નહિ, હજુ હું પૂછવાને આવ્યો છું.' એટલે દેવીએ કહ્યું, ‘એ વસુદેવ દેવકીને ચેગ્ય વર છે, અને પુત્રીના પુણ્યથીજ અહી વરવાને આવેલ છે.’ આ પ્રમાણેના વિચાર જાણીને તત્કાળ દેવકે મ`ત્રીને મેકલી કંસ અને વસુદેવને પાછા ખેલાવ્યા, અને પ્રથમ જેનું અપમાન કરેલ તેને ક્રીવાર ઘણા સત્કાર કર્યાં. પછી શુભ દિવસે તારસ્વરે ગવાતાં ધવળમંગળ સાથે વસુદેવ અને દેવકીના વિવાહાત્સવ થયા. દેવકે પાણિગ્રહણ વખતે વસુદેવને સુવર્ણ વિગેરે પુષ્કળ પહેરામણી અને દશ ગેાકુળના પતિ ન ંદને કેટિ ગાય સાથે આપ્યા, પછી વસુદેવ અને કંસ, નંદ સહિત મથુરામાં આવ્યા. ત્યાં કંસે પેાતાના સુહૃદૂના વિવાહની ખુશાલીને માટે માટે મહેાત્સવ આરંભ્યા.
એ અરસામાં જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ છે એવા ક ંસના અનુજ બધુ અતિમુક્ત સુનિ તપસ્યાથી કૃશ અંગવાળા થયા સતા ક'સને ઘેર પારણાને માટે આવ્યા. તે વખતે મદિરાને વશ થયેલી 'સ સ્રી જીવયશા ‘ અરે દીયર! આજે ઉત્સવને દિવસે આવ્યા તે બહુ સારૂં' કર્યું, માટે આવે, મારી સાથે નૃત્ય અને ગાયન કરે.' આ પ્રમાણે કહી તે મુનિને કઠે વળગી પડી અને ગૃRsસ્થની જેમ તેમની ઘણી કદના કરી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યુ કે ‘જેને નિમિત્તે આ ઉત્સવ થાય છે, તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને હણનાર થશે.' વા જેવી આ વાણી સાંભળી તત્કાળ જીવયશા કે જેની ભયથી મદાવસ્થા જતી રહી હતી તેણીએ તે મહામુનિને છેડી દીધા, અને તત્કાળ પેાતાના પતિપાસે જઈ ને એ ખખર કહ્યા. કંસે વિચાયું કે ‘કદિ વા નિષ્ફળ થાય પણ મુનિનુ ભાષિત નિષ્ફળ થતુ નથી, તો પણ જ્યાંસુધી આ ખખર કોઈને પડયા નથી ત્યાં સુધીમાં હું વસુદેવની પાસે દેવકીના ભાવી સાત ગર્ભ માગી લઉં. જો મારા મિત્ર વસુદેવ માગણી કરવાથી મને દેવકીના ગર્ભ આપે તો ખીછ રીતે પ્રયત્ન કરૂ કે જેથી મારા આત્માનું કુશળ થાય.' આ પ્રમાણે ચિ'તવી જો કે પેાતે મદરહિત હતો, તથાપિ મઢાવસ્થાના દેખાવ કરતો અને દૂરથી અલિ જોડતો કંસ વસુદેવની પાસે આવ્યે. વસુદેવે ઊભા થઈ તેની ચેાગ્યતા પ્રમાણે તેને માન આપ્યું અને સંભ્રમથી કરવડે સ્પર્શ કરીને કહ્યું-‘ કંસ ! તમે મારા પ્રાણપ્રિયમિત્ર છે. આ વખતે કાંઈ કહેવાને આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org