Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સુગ૫ મે]
રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિના જન્મ.
[ ૩૦૧
તેમ કર્યું. તે સાંભળી તે સર્પિČણી ‘આ મારા વૈરી છે' એમ ચિંતવન કરતી મરણ પામી. હે શ્રેષ્ઠી! તે સર્પિણી મરીને આ તારી સ્રી થયેલી છે, અને પેલા એમાં જ્યેષ્ઠ ખંધુ હતો તે આ લલિત થયેલા છે. પૂર્વ જન્મના કર્યાંથી તે માતાને ઘણા પ્રિય છે અને જે કનિષ્ઠ મધુ હતા તે આ ગંગદત્ત થયેલે છે, તે પૂર્વી કમથી તેની માતાને ઘણેા અનિષ્ટ લાગે છે; કેમકે પૂર્વ કર્મ અન્યથા થતું નથી.”
મુનિનાં આ પ્રમાણેનાં વચના સાંભળી શેઠે અને લલિતે સંસારથી વિરક્ત થઈ તત્કાળ દિક્ષા ગ્રહણુ કરી અને વ્રત પાળી કાળ કરીને તે ખ'ને મહાશુક્ર દેવલેાકમાં દેવતા થયા. પછી ગંગદત્તે પણ ચારિત્ર લીધું. અંત સમયે માતાનું અનિષ્ટપણુ સંભારી વિશ્વધ્રુભ થવાનુ નિયાણું કરી મૃત્યુ પામીને તે પણ મહાશુક્ર દેવલેાકમાં ગયો.
લલિતને જીવ મહાશુક્ર દેવલેાકથી મવી વસુદેવની સ્ત્રી રેહીણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રીએ તેણે ખળભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સમુદ્ર, સિ’હું અને ચંદ્ર એ ચાર સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણુ સમયે રાહિણીએ રાહિણીપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યા. મગધાદિક દેશના રાજાઓએ (સમુદ્રવિજય વિગેરે) તેના ઉત્સવ કર્યાં. વસુદેવે તેનુ' રામ એવુ' ઉત્તમ નામ પાડ્યું. (તે ખળભદ્રના નામથી પ્રખ્યાત થયા.) સર્વાંના મનને રમાડતા રામ અનુક્રમે માટે થયા. તેણે ગુરૂજનની પાસેથી સર્વ કળાએ ગ્રહણ કરી. તેની નિર્માંળ બુદ્ધિવડે દણુની જેમ તેનામાં સ` આગમ (શાઓ) સંક્રાંત થઈ ગયાં.
એક સમયે વસુદેવ અને કંસાદિકના પરિવાર સાથે સમુદ્રવિજય રાજા બેઠા હતા, તેવામાં સ્વચ્છંદી નારદ મુનિ ત્યાં આવ્યા. સમુદ્રવિજયે, કંસે અને ખીજા સર્વેએ ઊભા થઈ ઉદય પામતા સૂર્યની જેમ તેમની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થયેલા નારદ ક્ષણવાર બેસીને પાછા ત્યાંથી ખીજે જવાને માટે આકાશમાં ઊડી ગયા, કેમકે તે મુનિ સદા સ્વેચ્છાચારી છે.’ તેમના ગયા પછી કંસે પૂછ્યું કે આ કાણુ હતું? ' એટલે સમુદ્રવિજય મેલ્યા :–
"
66
પૂર્વે આ નગરની બહાર યજ્ઞયશા નામે એક તાપસ રહેતા હતેા. તેને યજ્ઞદત્તા નામે સ્ત્રી હતી, તથા સુમિત્ર નામે એક પુત્ર હતા. તે સુમિત્રને સામયશા નામે પત્ની હતી. અન્યદા કાઈ જૂ ભક દેવતા આયુષ્યને ક્ષય થતાં ચ્યવીને સેમયશાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. તે આ નારદ થયેલ છે. તે તાપસેા એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસ વનમાં જઈ ઉ વૃત્તિવડે આજીવિકા કરે છે. તેથી તેએ એક વખતે આ નારદને અશેાકવૃક્ષ નીચે મૂકીને ઉંછવૃત્તિને માટે ગયા હતા. તે વખતે આ અસમાન ક્રાંતિવાળા ખાળક જલક દેવતાઓના નેવામાં આવ્યા. અવધિજ્ઞાનવર્ડ નારદને પેાતાના પૂર્વ જન્મને મિત્ર જાણી તેઓએ તેની ઉપર રહેલી શેકવૃક્ષની છાયાને સ્ત ંભિત કરી. પછી તે દેવતાઓ પેાતાનાં કાર્યંને માટે જઈ અર્થ સિદ્ધ કરીને પાછા ફર્યાં. તે વખતે સ્નેહવડે નારદને અહી'થી ઉપાડીને વૈતાદ્રગિરિ ઉપર લઈ ગયા. તે દેવતાએ છાયા સ્ત`ભિત કરી ત્યારથી એ અશોકવૃક્ષ પૃથ્વીમાં છાયારૃક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org