Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થ]
શ્રી વસુદેવ ચરિત્ર
[ ૨૯૯
આ પ્રમાણેનાં અક્ષર વાંચતાં જ સમુદ્રવિજય હર્ષોં પામ્યા અને સાયંકાળે વાછડાને મળવાને ઉત્સુક થયેલી ગાયની જેમ ‘ વત્સ-વત્સ’ એમ કહેતાં રથમાંથી ઊતરીને તેની સામે દોડવા, વસુદેવ પણુ રથમાંથી ઊતરીને તેમના ચરણમાં પડયા. સમુદ્રવિજય તેને ઊભા કરીને એ હાથવડે આલિંગન કરી ભેટી પડચા. જ્યેષ્ઠ ખંધુએ તેને પૂછ્યું કે ‘વત્સ ! આજ સેવ થયાં તું કયાં ગયા હતો ?' એટલે વસુદેવે પ્રથમથી માંડી સર્વાં વૃત્તાંત તેને કહી સંભળાવ્યેા. આવા પરાક્રમી ખંધુથી સમુદ્રવિજયને જેટલે હષ થયા, તેટલેાજ એવા જમાઈ મળવાથી રૂધિરરાજાને પણ હ થયા. જરાસથે તેને પોતાના સામતના બધુ જાણ્યા એટલે તેના કાપ શાંત થઈ ગયા, કારણ કે પેાતાના જનને ગુણાધિક જાણીને સને હષ થાય છે.”
(C
પછી તે પ્રસંગે મળેલા રાજાએએ અને સ્વજનાએ શુભ દિવસે ઉત્સવ સાથે વસુદેવ અને રેહિણીને વિવાહઉત્સવ કર્યાં. રૂધિર રાજાએ પૂજેલા જરાસ`ધ વિગેરે પાતપેાતાને સ્થાનકે ગયા અને યાદવા કંસ સહિત એક વર્ષ સુધી ત્યાંજ રહ્યા.
એક વખતે એકાંતમાં વસુદેવે રાહિણીને પૂછ્યું કે ‘ બીજા મેાટા મેટા રાજાઓને છેડી દઇને મારા જેવા એક વાજિંત્ર વગાડનારને તું કેમ વરી ?' રાહિણી ખેાલી–“ હમેશાં પ્રાપ્તિ વિદ્યાને પૂજુ છુ, એક વખતે તેણીએ આવીને મને કહ્યુ કે ‘દશમા દશાહ' તારા પતિ થશે, તેને તારા સ્વયંવરમાં ઢોલ વગાડનાર તરીકે તું એળખી લેજે.’ તેની પ્રતીતિવડે હું તમને વરી છું”
એક વખતે સમુદ્રવિજય વિગેરે સભામાં બેઠા હતા, તેવામાં કોઈ આધેડ સ્ત્રી આશીષ આપતી આપતી આકાશમાંથી ઊતરી. તેણીએ આવીને વસુદેવને કહ્યુ` કે ‘ધનવતી નામે હું બાલચંદ્રાની માતા છું', અને મારી પુત્રીને માટે તમને લેવાને આવી છું. મારી પુત્રી ખાલચંદ્રાસ કાર્યોંમાં વેગવતી છે, પર`તુ તમારા વિયોગથી રાત દિવસ પીડિત રહે છે.’ તે સાંભળી વસુદેવે સમુદ્રવિજયના મુખ સામુ જોયું. એટલે તે એલ્યા−‘ વત્સ ! જા, પણ પૂર્વની જેમ ચિરકાળ રહીશ નહી..' પછી રાજાની આજ્ઞા મેળવી પેાતાના પૂર્વ અપરાધ ખમાવીને વસુદેવ તે આધેડ સ્ત્રીની સાથે ગગનવલ્લભ નગરે ગયા. રાજા સમુદ્રવિજય ક`સની સાથે પેાતાને નગરે આવ્યા અને નિરંતર વસુદેવના આગમનમાં ઉત્સુક થઈને રહેવા લાગ્યા. અહીં વસુદેવ કાંચનદૃષ્ટ્ર નામના ખેચરપતિ (કન્યાના પિતા) એ કલ્પેલી ખાલચંદ્રાને મેટા ઉત્સવથી પરણ્યા. પછી પૂર્વે પરણેલી સર્વ ઉત્તમ સ્ત્રીઓને પાતપેાતાનાં સ્થાનકથી લઈ સંખ્યાખધ ખેચરાથી યુક્ત થઈ શ્રેષ્ઠ વિમાનમાં બેસી વસુદેવ શૌય પુરે આવ્યા. તે વખતે ચિરકાળથી ઉત્કંઠિત એવા સમુદ્રવિજયે ઉમિરૂપ ભૂજાને પ્રસારી ચંદ્રને આલિંગન કરતા સમુદ્રની જેમ તેને દૃઢ આલિંગન ક
Jain Education International
इत्याचार्यश्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि वसुदेव हिंडिवर्ण नामना चतुर्थः सर्गः ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org