Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૦૮ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવું ૮ મું ઉત્પન્ન કરવા લાગ્યા. કૃષ્ણને વચમાં બેસાડીને તેઓ તેના ફરતી કુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફર્યા કરે તેમ નિર્ભ૨ ચિત્તે તેના ફરતી ફરવા લાગી; અને તેની સામું જોઈ રહેતી ગોપાંગનાઓ જેમ પિતાનાં નેત્રોને બંધ કરતી નહોતી તેમ કૃષ્ણ, કૃણ” બોલતી સતી પોતાના ઓષ્ઠપુટને પણ બંધ કરતી નહતી. કૃષ્ણની તરફ મનવાળી પાંગનાઓ દુધ દોહતી વખતે દુધની ધારાને પૃથ્વી પર પડતી પણ જાણતી નહોતી. કૃષ્ણ જ્યારે પરામુખ થઈને જતા હોય ત્યારે તેને પિતાની સામું જોવરાવવા માટે વગર કારણે તે ત્રાસ પામી હોય તેમ પોકાર કરતી હતી, કારણ કે તે ત્રાસ પામેલાનું રક્ષણ કરનારા હતા. કેટલી વખત સિંદુવારાદિ પુષ્પની માળાઓ થી ગુંથીને ગોપીઓ તેિજ સ્વયંવરમાળાની જેમ તે માળાઓને કૃષ્ણના હૃદયપર પહેરાવતી હતી. વળી જાણે જોઈને ગોપીઓ ગીત નૃત્યાદિકમાં ખલિત થતી હતી કે જેથી શિક્ષાના મિષે કૃષ્ણ આલાપ કરી બતાવે. વિકારને નહીં ગોપવી શકનારી ગોપીઓ હરકેઈ પ્રકારે કૃષ્ણને બેલાવતી હતી અને તેને સ્પર્શ કરતી હતી. મયૂરપિચ્છનાં આભરણવાળા કૃષ્ણ ગોપીઓનાં ગાનથી અવિચ્છિન્નપણે પૂરતા કર્ણવાળા થયા સતા ગોપાળ ગુજરીને બોલતા હતા. જ્યારે કોઈ પણ ગેપી યારાના કરતી ત્યારે કૃષ્ણ અગાધ જળમાં રહેલાં કમળને પણ હંસની જેમ લીલામાત્રમાં તરીને લાવી આપતા હતા. બળરામને ગોપીઓ ઓળંભા આપતી હતી કે તમારા લઘુ ભાઈ દીઠા છતાં અમારાં ચિત્તને હરે છે અને નથી દેખાતા ત્યારે અમારાં જીવિતને હરે છે. ગિરિશંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બળરામને વારંવાર હસાવતા હતા. જ્યારે ગોપીઓ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બળરામ રંગાચાર્યની જેમ ઉભટપણે હસ્તતાળ દેતા હતા. આ પ્રમાણે ત્યાં કીડા કરતા રામ કૃષ્ણને સુષમા કાળની જેમ અત્યંત સુખમાં અગ્યાર વર્ષ વીતી ગયાં.
અહીં સૂર્યપુરમાં સમુદ્રવિજ્યની પ્રિયા શિવાદેવીએ એકદા શેષ રાત્રી બાકી રહી ત્યારે હાથી, વૃષભ, સિંહ, લહમીદેવી, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્ધસરોવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ અને અગ્નિ એ ચૌદ મહા સ્વને દીઠાં. તે વખતે કાર્તિક કૃષ્ણ દ્વાદશીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ આવ્યે સતે અપરાજિત વિમાનથી વીને શંખરાજાને જીવ શિવાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. તે વખતે નારકીના છને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થ. “અરિહંતના કલ્યાણકને વખતે અવશ્ય એ પ્રમાણે થાય છે.” પછી શિવાદેવીએ જાગીને સમુદ્રવિજય રાજાને તે સ્વપ્નની સર્વ વાત કહી બતાવી. સમુદ્રવિજયે સ્વપ્નાર્થ પૂછવાને માટે કોર્ટુકિને બેલા, એટલે તે તરત આવ્યું. તેવામાં એક ચારણકમણુ સ્વયમેવ ત્યાં પધાર્યા, રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાડયા. પછી તે ક્રો ટુકિને અને મુનિને રાજાએ સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે કહ્યું કે તમારે ત્રણ જગતના પતિ એવા તીર્થંકર પુત્ર થશે.” આ પ્રમાણે કહીને તે મુનિ ઉત્પતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org