Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૦ ]
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ૫ ૮ મુ
ચક્રાદિકનાં ચિહ્નોવાળા અને જાણે નિર્મળ કરેલું નીલમણિ હેાય તેવા હૃદયાનંદન પુત્ર યશેાદાના ઉત્સંગમાં રહેલે તેણે જોયો. પછી દેવકી ગાપૂજાના મિષથી હમેશાં ત્યાં જવા લાગી, ત્યારથી લેાકેામાં ગાપૂજાનું વ્રત પ્રત્યુ
અન્યદા સૂકની બે પુત્રી શકુનિ અને પૂતના વિદ્યાધરીએ કે જે પિતાનું વૈર લેવાને માટે વસુદેવના ખીન્ને અપકાર કરવાને અસમર્થ હતી, તે ડાકણની જેવી પાપિણી ખેચરીએ યશેાદા અને નંદ વગરના એકલા રહેલા કૃષ્ણને મારવાને માટે ગોકુળમાં આવી. શકુનિએ ગાડા ઉપર બેસી નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા અને તેની પાસે કટુ શબ્દ કચે; એટલે પૂતનાએ વિષથી લિપ્ત કરેલું પેાતાનુ` સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણની સાંનિધ્યમાં રહેલા દેવતાએએ તે ગાડા વડેજ તે અનેને પ્રહાર કરીને મારી નાખી. નગ્નુ ઘેર ગયેા એટલે એકલા રહેલા કૃષ્ણને, વિ'ખાઈ ગયેલા ગાડાને અને પેલી મૃત્યુ પામેલી એ ખેચરીએને તેણે જોઈ. ‘હું લુંટાયેા ' એમ ખેલતા નંદે કૃષ્ણને ઉત્સંગમાં લીધા અને આક્ષેપથી ગેાવાળાને કહ્યું ‘આ ગાડું' શી રીતે વિ ́ખાઇ ગયુ? અને આ રાક્ષસ જેવી રૂધિરથી વ્યાપ્ત મૃત્યુ પામેલી એ સ્ત્રીએ કાણુ છે? અરે ! આ મારે વસ કૃષ્ણ એકાકી તેના ભાગ્યથીજ જીવતો રહ્યો છે.' ગેાપ ખેલ્યા− હૈ સ્વામિન્! ખાળ છતાં પણ આ તમારા બળવાન્ ખાળકે ગાડાને વિ ́ખી નાખ્યુ છે અને તે એલેજ આ એ ખેચરીને મારી નાખી છે.' તે સાંભળી નદે કૃષ્ણનાં બધાં અંગ જોયાં. તેને સ` અંગમાં અક્ષત જોઈ નદૈ યશેાદાને કહ્યું હું ભદ્રે ! આ પુત્રને એકલા મૂકીને ખીજું કામ કરવા તું શા માટે જાય છે? આજે તે થાડા વખત પણ તેને રેઢા મૂકો તેટલામાં તો તે આવા સંટમાં આવી પડયો, માટે હવે તારે ઘીના ઘડા ઢાળાઈ જતા હોય તોપણ એ કૃષ્ણને મૂકીને ખીજે જવું નહી'. તારે માત્ર એને જાળવવે, ખીજુ કાંઈ પણ કામ કરવાની જરૂર નથી.' આ પ્રમાણે પેાતાનાં પતિનાં વચના સાંભળીને ‘હા ! હું ાણી!' એમ ખેલતી અને હાથવડે છાતી કુટતી યશેાદા કૃષ્ણ પાસે આવી અને તેડી લીધેા. પછી ‘ ભાઈ! તને કાંઈ વાગ્યું તેા નથીને ? ’ એમ પૂછતાં તેણે કૃષ્ણનાં સ અંગ તપાસ્યાં, મધે હાથ ફેરવ્યેા, તેના મસ્તક પર ચુંબન કર્યું અને છાતી સાથે દબાવ્યેા. ત્યારથી યશેાદા આદરપૂર્વક નિરંતર તેને પેાતાની પાસેજ રાખવા લાગી. તે છતાં પણુ ઉત્સાહથીળ કૃ છળ મેળવીને આમ તેમ ભાગી જવા લાગ્યા.
અન્યદા એક દારડી કૃષ્ણના ઉદર સાથે ખાંધી, અને તે દોરડી એક ઊ ખલ' સાથે ખાંધીને તેના ભાગી જવાથી ખીતી ખીતી યશેાદા પાડેશીને ઘેર ગઈ. તે વખતે સૂપ કે વિદ્યાધરને પુત્ર પેાતાના પિતામહ સમધી વૈરને સભારીને ત્યાં આવ્યે અને પાસે પાસે રહેલાં અજુ ન૨ જાતિનાં એ વૃક્ષરૂપ તે થયેા. પછી કૃષ્ણને ઊખેલ સહિત ચાંપી મારવા માટે તે એ વૃક્ષના અંતરમાં તેને લાવવાના પ્રયત્ન કરવા લાગ્યા, એટલે કૃષ્ણના રક્ષક દેવતાઓએ તે અર્જુન
૧ થાળ ખાંડવાના કાને ખાંડણી. ૨ સાદડ,
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org