Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૦૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર. છે એમ જણાય છે, તો જે ઈચ્છા હોય તે કહે. જે કહેશે તે હું કરીશ.” કંસે અંજલિ જોડીને કહ્યું, “હે મિત્ર! પ્રથમ પણ જરાસંધ પાસેથી છવયશાને અપાવીને તમે મને કૃતાર્થ કર્યો છે, તો હવે મારી એવી ઈચ્છા છે કે દેવકીના સાત ગર્ભ જન્મતાંજ મને અર્પણ કરે.' સરલ મનવાળા વસુદેવે તેમ કરવાને કબુલ કર્યું. મૂળ વૃત્તાંતને નહીં જાણનારી દેવકીએ પણ તેને કહ્યું, “હે બંધે! તારી ઈચ્છા પ્રમાણે થાઓ. વસુદેવના અને તારા પુત્રોમાં કાંઈ પણ અંતર નથી. અમારા બન્નેને યોગ વિધિની જેમ તારાથી જ થયેલે છે, તે છતાં તે કંસ! જાણે અધિકારી જ ન હ તે કેમ બોલે છે ?' વસુદેવ બેલ્યા-“સુંદરી! હવે બહુ બોલવાનું કાંઈ કામ નથી, તારા સાત ગર્ભો જન્મ પામતાંજ કંસને આધિન થાઓ.” કંસ બે કે “આ તમારે મારા પર મોટો પ્રસાદ છે.” ઉન્મત્તપણના મિષમાં આ પ્રમાણે કહીને પછી વસુદેવની સાથે મદિરાપાન કરી તે પિતાને ઘેર ગયો. ત્યાર પછી વસુદેવે મુનિનું સર્વ વૃત્તાંત સાંભળ્યું એટલે જાણ્યું કે “કંસે મને છળી લીધો.” એટલે પિતાના સત્ય વચનીપણાથી તેને આપેલા વચન સંબંધી ઘણે પશ્ચાત્તાપ થયો.
એ સમયમાં ભલિપુરમાં નાગ નામે એક શેઠ રહેતો હતો, તેને સુલસા નામે સ્ત્રી હતી. તે બને પરમ શ્રાવક હતાં. અતિમુક્ત નામના ચારણમુનિએ તે સુલતાના સંબંધમાં તેની બાલ્યવયમાં કહ્યું હતું કે “આ બાલા નિંદુ (મૃતપુત્રા-વંધ્યા) થશે.” તે સાંભળી સુલસાએ ઇંદ્રના સેનાની નૈમેષી દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયો એટલે તેણીએ પુત્રની યાચના કરી. દેવતાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું, “હે ધાર્મિક સ્ત્રી! કંસે મારવાને માટે દેવકીના ગર્ભ માગ્યા છે તે હું તને તારા મૃતગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ.” એમ કહી તે દેવે પિતાની શક્તિથી દેવકી અને સુલતાને સાથે જ રજસ્વલા કરી અને તેઓ સાથેજ સગર્ભા થઈ બંનેએ સાથેજ ગર્ભને જન્મ આપે, એટલે સુલસાના મૃતગર્ભને ઠેકાણે તે દેવતાએ દેવકીના સજીવન ગર્ભને મૂક્યા અને તેના મૃતગર્ભ દેવકી પાસે મૂક્યા. એવી રીતે તે દેવતાએ ફેરફાર કરી દીધું. કંસે પેલી સુસાના મૃતગર્ભને પથ્થરની શિલા ઉપર દઢપણે અફળાવ્યા. (અને પિતે મારી નાખ્યાનું માનવા લાગે.) એ રીતે દેવકીના ખરા છે ગર્ભ સુલતાને ઘેર પુત્રની જેમ તેનું સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમનાં અનીશ, અનંતસેન, અજિતસેન, નિહારિ, દેવયશા અને શત્રસેન એવાં તેમણે નામ પાડયાં.
અન્યદા અનુસ્નાતા દેવકીએ નિશાને અંતે સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, વજ, વિમાન અને પદ્મસરોવર એ સાત સ્વપ્ન જોયાં. તે વખતે પેલા ગંગદત્તનો જીવ મહાશક દેવકમાંથી ચ્યવીને તેની કુક્ષિમાં અવતર્યો. એટલે ખાણની ભૂમિ જેમ રતન ધારણ કરે તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ વર્ણવાળા
૧ શ્યામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org