Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ થા.
વસુદેવ ચરિત્ર. (ચાલુ)
એક વખતે વસુદેવ સુતા હતા, ત્યાં સૂર્ણાંક નામના વિદ્યાધરે આવીને તેનું હરણ કર્યું. તત્કાળ જાગીને તેણે સૂર્પકની ઉપર મુષ્ટિના પ્રહાર કર્યાં, જેથી સૂકે તેને છોડી દીધા, એટલે વસુદેવ ગેાદાવરી નદીમાં પડયા. તેને તરીને તે કેલ્રાપુરમાં આવ્યા, અને ત્યાંના રાજા પદ્મરથની પુત્રી પદ્મશ્રીને પરણ્યા. ત્યાંથી તેનુ' નીલકંઠે વિદ્યાધરે હરણ કર્યું, અને માર્ગોમાં પડચા મૂકયા એટલે તે ચંપાપુરી પાસેના સરેાવરમાં પડચા, તેમાંથી તરી નગરમાં આવી મંત્રીની પુત્રીને પરણ્યા. ત્યાંથી સૂક વિદ્યાધરે પાછું' તેમનું હરણ કર્યું, અને માગે પડતા મૂકયા, એટલે ગંગાનદીના જળમાં પડ્યા. તે નદી તરીને મુસાફાની સાથે ચાલતાં એક પલ્લીમાં આવ્યા, ત્યાં પદ્મીપતિની જરા નામની કન્યાને પરણ્યા. તેનાથી જરાકુમાર નામે પુત્ર થયા. ત્યાંથી નીકળી અવંતિસુંદરી, સૂરસેના, નરદ્વેષી, જીવયશા અને ખીજી રાજકન્યાઓને પરણ્યા.
એકદા વસુદેવ અન્યત્ર જતા હતા, તેવામાં કેાઇ દેવતાએ આવીને તેને કહ્યું કે ‘હું વસુદેવ ! રૂધિર રાજાની કન્યા રાહિણીને હું તને તેના સ્વયંવરમાં આપું છું, માટે તારે ત્યાં જઈને પટહ (ઢોલ) વગાડવા.' પછી વસુદેત્ર અરિષ્ટપુરમાં રહિણીના સ્વયંવરમ ́ડપમાં ગયા. ત્યાં જરાસંધ વિગેરે રાજાએ આવીને બેઠા હતા, તે વખતે જાણે સાક્ષાત્ ચન્દ્રની સ્ત્રી રોહિણી પૃથ્વીપર આવેલ હોય તેવી રાહિણીકુમારી મડપમાં આવી. તે સમયે પેતે રૂચિકર થાય તેવી ઈચ્છાથી સ રાજાએ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ રોહિણી તરફ કરવા લાગ્યા, પણ તેમાંથી કાઈ પણ પેાતાને અનુરૂપ ન લાગવાથી તેને કેાઈ રાજા રૂચ્યો નહી. તે વખતે વસુદેવ બીજો વેષ લઈને વાજિત્રો વગાડનારાઓની વચમાં બેસી પહુ વગાડવા લાગ્યા, તે વાદ્યમાંથી એવા સ્કુટ અક્ષર નીકળતા હતા કે “ હું કુરંગાક્ષિ ! અહી આવ, મૃગલીની જેમ શુ જોઈ રહી છું? હું તારા યાગ્ય ભત્તું છું, અને તારા સંગમમાં ઉત્સુક છું.” આ અક્ષરે સાંભળી રાહિણીએ તેના સામું જોયું, જોતાં વે'તજ રામાંચિત થઈને તેણે તેના કંઠમાં સ્વયંવરની માળા આરાપિત કરી. તે સમયે ત્યાં આવેલા રાજાઓમાં આને મારે' એવા કાલાહલ થઇ રહ્યો, કારણકે ‘રાહિણી એક વાજિંત્ર વગાડનારને વરી' એથી તેમનું ઘણું ઉપહાસ્ય થયું હતું. કેશલાના રાજા દંતવક્રે અતિ વક્ર વાણીથી મશ્કરાની જેમ રૂધિર રાજાને ઉપહાસ્યમાં કહ્યું કે
૧ શિક્ષા કરનાર.
C - 38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org