Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૨૯૨
સર્ગ ૩ ]
શ્રી વસુદેવ ચરિત્ર સત્કાર કર્યો. પછી પૂર્વે કરેલા ઉપકારથી થયેલી અનિવાર્ય ઉત્કંઠાને લીધે દવદંતીએ પિતાના પિતાને કહ્યું, જેથી તેણે રાજા ઋતુપર્ણ, ચંદ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી અને તાપસપુરના રાજા વસંતશ્રીશેખરને તેડાવ્યાં, એટલે તે બધા ત્યાં આવ્યાં. ભીમરાજાએ અતિ સત્કાર કરેલાં તેઓ નવનવા આતિથ્યથી પ્રસન્ન ચિત્તવાળા થઈને એક માસ સુધી ત્યાં રહ્યાં.
એક વખતે તેઓ સર્વે ભીમરાજાની સભામાં એકઠાં થઈને બેઠાં હતાં, તેવામાં પ્રાતઃકાળે પિતાની પ્રભાથી આકાશને પ્રકાશિત કરતો કે ઈ દેવ ત્યાં આવ્યું. તેણે અંજલિ જેડી વદભીને કહ્યું, “હું તે વિમળપતિ નામે તાપસપતિ છું કે જેને તમે પૂર્વે પ્રતિબંધ આ હતો તે સંભારે. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મ દેવલેકમાં શ્રીકેસર નામના વિમાનમાં શ્રીકેસર નામે દેવ થયે છું. મારા જેવા મિથ્યાદષ્ટિને તમે અહદ્ધર્મમાં સ્થાપિત કર્યો. તે ધર્મના પ્રભાવથી તમારા પ્રસાદવડે અત્યારે હું દેવતા થયે છું.” આ પ્રમાણે કહી, સાત કેટી સુવર્ણની વૃષ્ટિ કરીને કૃતજ્ઞતા પ્રકાશિત કરી તે દેવ કેઈ ઠેકાણે અંતર્ધાન થઈ ગયે. પછી વસંતશ્રીશેખર, દધિપણું, ઋતુપર્ણ, ભીમ અને બીજા મહા બળવાન રાજાએ મળીને નળરાજાને રાજ્યાભિષેક કર્યો, અને તેમની આજ્ઞાથી તે રાજાઓએ પૃથ્વીને પણ સંકડામણ આપે તેવાં પિતપતાનાં સિને ત્યાં એકઠાં કર્યા. પછી શુભ દિવસે અતુલ પરાક્રમી નળરાજાએ પોતાની રાજ્યલકમી પાછી લેવાની ઈચ્છાથી તે રાજાઓની સાથે અધ્યા તરફ પ્રયાણ કર્યું. કેટલેક દિવસે સૈન્યની રજથી સૂર્યને ઢાંકી દેતો નળરાજા અધ્યાએ પહોંચ્યું, અને રતિવલ્લભ નામના ઉદ્યાનમાં તેણે પડાવ કર્યો. નળને આવા ઉત્તમ વૈભવસંયુક્ત આવેલે જાણ ભયથી કંઠપ્રાણ થઈ ગયે હેય તેમ કુબર અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયે. નળે દૂત મોકલીને તેને કહેવરાવ્યું કે– “આપણે ફરીવાર ધૂત રમીએ અને તેમાં એવું પણ કરીએ કે જેથી મારી સર્વ લમી તારી થાય કે તારી સર્વ લક્ષ્મી મારી થાય.” એ સાંભળી કૂબર રણના ભયથી મુક્ત થવાથી ખુશી થયે અને વિજયની ઈચ્છાએ તેણે ફરીવાર ધૂત આરંવ્યું. તેમાં અનુજ બંધુથી વિશેષ ભાગ્યવાન એવા નળે કુબરની સર્વ પૃથ્વી જીતી લીધી, કેમકે સદ્ભાગ્યને વેગ હોય છે ત્યારે વિજય તો માણસના કરકમળમાં હંસરૂપ થાય છે. નળ કૂબરનું સર્વ રાજ્ય જીતી લીધું તે છતાં અને તે કૂબર અતિ ક્રૂર હતો તે છતાં પણ “આ મારા અનુજ બંધુ છે” એમ જાણી નળે તેના ઉપર અવકૃપા કરી નહીં. ઉલટું ક્રોધ રહિત નળે પોતાનું રાજ્ય પોતાવડે અલંકૃત કરીને કૂબરને પૂર્વની જેમ યુવરાજપદ આપ્યું. નળે પિતાનું રાજ્ય મેળવીને પછી દવદંતી સાથે કોશલાનગરીનાં સર્વ ચિત્યની ઉત્કંઠાપૂર્વક વંદના કરી. ભરતાર્ધના નિવાસી રાજાઓ ભક્તિથી રાજ્યાભિષેકની માંગળિક ભેટે લઈને ત્યાં આવ્યા. પછી સર્વ રાજાઓ જેના અખંડ શાસનને પાળે છે એવા નળે ઘણાં હજાર વર્ષો સુધી કોશલાનું રાજ્ય કર્યું.
એક વખતે નિષધ રાજા જે સ્વર્ગમાં દેવતા થયેલા છે, તેમણે આવીને વિષયસાગરમાં નિમગ્ન થયેલા મગરમચ્છ જેવા નળરાજાને આ પ્રમાણે પ્રતિબંધ આપે–રે વત્સ! આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org