Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ ૩ એ]
શ્રી વસુદેવ ચરિત્ર
"
[ ૨૯૩ રથ દેવવિમાનની જેમ સ્વામીના મન જેવા વેગથી ચાલ્યેા. તેવામાં વેગથી ચાલતા રથના પવનવડે દધિપણુ રાજાનું ઉત્તરીય વસ્ત્ર ઉડી ગયુ, તે જાણે તેણે નળરાજાનુ' અવતરણ કર્યું" હોય તેમ દેખાવા લાગ્યું. દષિપણે' કહ્યું, ‘રૂકુબ્જ ! ક્ષણવાર રથને થાભાવ, જેથી પવનવડે ઉડી ગયેલા મારા વઅને હું લઈ લઉં.' દૃષિપણે કહ્યું તેટલામાં તો તે રથ પચવીશ ચેાજન દૂ ચાર્લ્સે ગયા, એટલે કુખડા હસીને એલ્યેા−‘હે રાજન! તમારૂ વજ્ર કયાં છે? તે પડચા પછી તો આપણે પચવીશ ચેાજન દૂર આવ્યા છીએ.' તેવામાં દધિપણે દૂરથી અક્ષ' નામના એક વૃક્ષને ઘણાં ફળથી ભરપૂર જોયુ. તે જોઈને તેણે કુબ્જ સારથિને કહ્યું આ વૃક્ષ પર જેટલાં ફળ છે, તેટલાં ગણ્યા વગર પણ હું' કહી શકું છું, તે કૌતુક પાછા ફરતી વખતે હુ તને બતાવીશ.' કુષ્ણે કહ્યું- હે રાજન! તમે કાળક્ષેપને શા માટે ભય રાખેા છે ? મારા જેવા અન્ય હૃદય જાણુનાર સારથી છતાં તે ભય તમારે રાખવા નહીં. વળી હું એક મુષ્ટિના પ્રહારથી આ વૃક્ષનાં સ` ફળેા મેઘનાં જળબિંદુની જેમ પૃથ્વી પર તમારી સામેજ પાડી નાખીશ.’ રાજાએ કહ્યું–ો એમ છે તો ફ્ે કુબ્જ ! એ ક્ળે પાડી દે, તે સ ંખ્યાએ ખરાખર અઢાર હજાર થશે, તે કૌતુક જો.' પછી કુબ્જે તે પાડી નાંખ્યા અને રાજાએ તે ગણ્યાં, એટલે ખરાખર અઢાર હજાર થયાં, એક પણુ અધિક કે ન્યૂન થયુ' નહી. પછી કુ દધિપણુની યાચનાથી અશ્વહૃદયવિદ્યા તેને આપી અને તેની પાસેથી સખ્યાવિદ્યા યથાવિધિ પાતે ગ્રહણ કરી. પછી પ્રાતઃકાળ થયે ત્યાં તો જેના સારથી મુખ્ય છે એવા રથ વિદર્ભોનગરીની પાસે આવી પહોંચ્યા. તે જોઈ રાજા દધિપણુનું મુખ કમળની જેમ વિકસ્વર થયું.
અહીં તેજ વખતે રાત્રીના શેષ ભાગે વૈદભીએ એક સ્વપ્ન જોયું. તેથી હું પામીને તેણીએ તે પેાતાના પિતાની આગળ આ પ્રમાણે કહી સંભળાવ્યુ` કે–“ આજે રાત્રીના શેષ ભાગે હું સુતી હતી, તેવામાં નિવૃ*ત્તિ દેવીએ કાશલાનગરીનુ ઉદ્યાન આકાશમાર્ગે અહી લાવેલુ' મે' દીઠું'. તેમાં એક પુષ્પ ફળથી સુોભિત આમ્રવૃક્ષ મેં જોયુ, એટલે તેની આજ્ઞાથી હું તેની ઉપર ચઢી ગઈ, પછી તે દેવીએ મારા હાથમાં એક પ્રક્રુદ્ભુિત કમળ આપ્યું. હું જ્યારે તે વૃક્ષ ઉપર ચઢી તે વખતે કેઈ એક પક્ષી કે જે પ્રથમથી તેની ઉપર ચઢેલુ હતુ, તે તત્કાળ પૃથ્વી ઉપર પડી ગયું.” આ પ્રમાણે સ્વપ્નવૃત્તાંત સાંભળી ભીમ રાજા ખેલ્યાહે પુત્રી! આ સ્વપ્ન અતિ શુભ ફળદાયક છે. જે તે નિવૃત્તિ દેવી જોયાં, તે તારા ઉદય પામેલા પુણ્યરાશિ સમજવા. તેણે લાવેલુ. આકાશમાં જે કેશલાનું ઉદ્યાન તે જોયું, તેથી એમ સમજવુ' કે જે તારા પુણ્યરાશિ તને કેાશલાનગરીનુ અશ્વય આપશે. આમ્રવૃક્ષ ઉપર ચઢવાથી તારા તારા પતિ સાથે જલદી સમાગમ થશે. તેમજ આગળથી ચઢેલુ. જે પક્ષી વૃક્ષ ઉપરથી પડયુ. તે કુખરરાજા રાજ્યથી ભ્રષ્ટ થશે.' આ પ્રમાણે નિ:સ ંશય તારે સમજવુ'. વળી પ્રભાતકાળે તને સ્વપ્નનું દર્શન થયુ' છે, તેથી આજેજ તને નળરાજા મળશે, કારણ કે પ્રભાતકાળનું સ્વપ્ન શીઘ્ર ફળને આપે છે.'
ખેડાનું વૃક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org