Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૯૪ ]
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ૫ ૮ મું
આ પ્રમાણે પિતા પુત્રી વાતો કરે છે તેવામાં પિણુ રાજા નગરદ્વાર પાસે આવ્યાના એક મંગળ નામના પુરૂષે ભીમરાજાને ખુખર આપ્યા. તરતજ ભીમરાજા દધિપણુની પાસે આવ્યા, એને મિત્રની જેમ આલિંગન દઈને મળ્યો. પછી ઉતારેા આપવા વિગેરેથી તેને સત્કાર કરીને કહ્યું કે ‘હે રાજન ! તમારા કુબડા રસેાચે। સૂય પાક રસેાઈ કરી જાણે છે તે અમને બતાવે. તે જોવાની અમને ઘણી ઈચ્છા છે, તેથી હમણાં બીજી વાર્તા કરવાની જરૂર નથી.' પછી દષિપણે તે રસેાઈ કરવાની કુમડાને આજ્ઞા આપી, એટલે તેણે કલ્પવૃક્ષની જેમ ક્ષણવારમાં તે કરી ખતાવી. પછી દધિપણુના આગ્રહથી તેમજ તેના સ્વાદની પરીક્ષા કરવાને માટે તે રસાઈ ભીમરાજા પરિવાર સાથે જન્મ્યા. તે રસાઈના ભાતથી ભરેલે એક થાળ દવદતીએ મ'ગાગ્યે અને તે જમી. તે સ્વાદથી તેણે જાણ્યું કે ‘આ કુખડા નળરાજા જ છે.' દવદંતીએ પેાતાના પિતાને કહ્યું' કે- પૂર્વ કઈ જ્ઞાની આચાર્યે મને કહ્યું હતુ' કે આ ભરતક્ષેત્રમાં સૂર્ય પાક રસાઈ નળ સિવાય બીજુ કાઈ જાણતુ નથી, માટે આ કુબડા કે હું ઠા ગમે તેવા હાય, પણ તે નળરાજાજ છે, તેમાં જરા પણ સંશય નથી, ફક્ત તેવા થવામાં કાંઈક કારણ છે. વળી જેમ આ સૂ પાક રસેાઈથી નળની પરીક્ષા છે, તેમ પણ એક પરીક્ષા છે કે જો નળરાજાની આંગળીના મને સ્પર્શ થાય તો તત્કાળ મારા શરીરપર રામાંચ ઉભા થાય. માટે એ કુખડા અંગુળીથી તિલક રચતો હાય તેમ મને સ્પર્શ કરે. એ એંધાણીથી તે નળરાજા પણ ખરી રીતે ઓળખાઈ આવશે.' પછી ભીમરાજાએ તેને પૂછ્યું, ‘તું નળરાજા છે?' તે ખેલ્યા, ‘તમે બધા ભ્રાંત થયા છે, કેમકે દેવતા જેવા સ્વરૂપવાન્ નળરાજા કયાં અને જેવાને પણ અયેાગ્ય એવા હું કયાં ?' પછી રાજાના અતિ આગ્રહથી તે મુખડે લીલા અક્ષરને મા ન કરવાવર્ડ જેમ પત્રને અડકે તેમ અતિ લાઘવથી અંગુળીવડે દઢતીના વક્ષ:સ્થળને સ્પર્શ કર્યાં. તેથી અ'ગુળીને સહજ માત્ર સ્પર્શ થતાં જ અદ્ભુત આનંદ મળવાથી વૈદશીનુ શરીર કરચલાની જેવુ. રામાંચિત થઈ ગયુ; એટલે વૈદભી એ કહ્યુ કે ‘હે પ્રાણેશ! તે વખતે તો મને સુતી મૂકીને ચાલ્યા ગયા હશેા, પણ હવે કયાં જશે ? ઘણે લાંબે કાળે તમે મારી દૃષ્ટિએ પડયા છે.’ આ પ્રમાણે વારંવાર કહીને પછી તે કુખ્શને અંતગૃહમાં લઈ ગઈ. ત્યાં કુબ્જ પેલાં શ્રીફળ અને કર’ડકમાંથી વજ્રાલ’કાર કાઢવ્યાં. તેને ધારણ કરવાથી તે પેાતાના અસલ સ્વરૂપને પામ્યા. વૈદલીએ વૃક્ષને લતાની જેમ પેાતાના યથાર્થ સ્વરૂપવાળા પતિનું સર્વાંગ આલિંગન કર્યું. પછી કમળનયન નળરાજા દ્વાર પાસે આવ્યા, એટલે ભીમરાજાએ આલિંગન કરીને પેાતાના સિ'હાસનપર તેને એસાડયો, અને ‘‘તમેજ મારા સ્વામી છે, આ બધુ તમારૂં છે, માટે મને આજ્ઞા આપે, શું કરૂ? ” આ પ્રમાણે ખેલતો ભીમરાજા તેની આગળ છડીદારની જેમ અંજિલ જોડીને ઊભે રહ્યો. દષિપણે પણ નળરાજાને નમીને કહ્યું કે ‘સČદા તમે મારા નાથ છે, મે' અજ્ઞાનથી તમારી પ્રત્યે જે કાંઈ અન્યાયપ્રવૃત્તિ કરી ઢાય તે ક્ષમા કરશે.’
.
અન્યદા ધનદેવ સાર્થવાહ માટી સમૃદ્ધિ સાથે હાથમાં લેટછુ લઈ ને ભીમરથ રાજાને મળવા આયે.. વૈદભીના પ્રથમના ઉપકારી તે સાથે વાહને ભીમરાજાએ મધુની જેમ અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org