Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮મું સંસારરૂપ અરયમાં તારા વિવેકરૂપ ધનને વિષયરૂપ ચાર લુંટી જાય છે, તથાપિ તું પુરૂષ થઈને કેમ તેનું રક્ષણ કરતો નથી ? મેં પૂર્વે તને દીક્ષાને સમય જણાવવાનું કબુલ કર્યું હતું, તો હવે તે સમય આવ્યે છે, માટે આયુષ્યરૂપ વૃક્ષના ફળરૂપ દીક્ષાને ગ્રહણ કર.” આ પ્રમાણે કહી તે નિષધદેવ અંતર્ધાન થયે.
તે વખતે જિનસેન નામના એક અવધિજ્ઞાની સૂરી ત્યાં પધાર્યા. દવદંતી અને નળ તેમની સમીપે જઈને તેમને આદરથી વંદના કરી. પછી તેમણે પિતાના પૂર્વ ભવ પૂછયા.
એટલે તે કહીને મુનિ બોલ્યા કે-પૂર્વે તમે મુનિને ક્ષીરદાન કર્યું હતું તેથી તમને આ રાજ્ય પ્રાપ્ત થયું છે. અને તે વખતે તમને બાર ઘડી મુનિ પર ક્રોધ રહ્યો હતો તેથી આ ભવમાં તમને બાર વર્ષને વિગ રહ્યો છે. આ પ્રમાણે સાંભળી પુષ્કર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી નળ અને દવદંતીએ તે મુનિ પાસે વ્રત ગ્રહણ કર્યું, અને તે ચિરકાળ સુધી પાળ્યું. અન્યદા નળને વિષયવાસના ઉત્પન્ન થઈ તેથી તેણે દવદંતી ઉપર ભેગને માટે મન કર્યું. તે વાત જાણીને આચાર્યો તેને ત્યાગ કર્યો, એટલે તેના પિતા નિષધ દેવે આવીને તેને પ્રતિબંધ આપ્યો. પછી વ્રત પાળવાને અશક્ત એવા નળે અનશન ગ્રહણ કર્યું. તે વાત સાંભળીને નળ ઉપર અનુરાગવાળી દવદંતીએ પણ અનશન આદર્યું.
આ પ્રમાણે કથા કહીને કુબેર વસુદેવને કહે છે-“હે વસુદેવ! તે નળ મૃત્યુ પામીને હું કુબેર થયે છું, અને દવદંતી મૃત્યુ પામીને મારી પ્રિયા થઈ હતી, તે ત્યાંથી ચ્યવને આ કનકવતી થઈ છે. એની ઉપર પૂર્વ ભવના પત્ની પણાના નેહથી અતિશય મોહિત થઈ હું અહીં આવેલું છું, કેમકે સનેહ સેંકડો જન્મ સુધી ચાલે છે. હે દશાઈ વસુદેવ! આ ભવમાં આ કનકવતી સર્વ કર્મને ઉમૂલન કરી નિર્વાણને પ્રાપ્ત થશે. પૂર્વે ઈન્દ્રની સાથે મહાવિદેહ ક્ષેત્રમાં હું તીર્થકરને વંદના કરવાને ગયે હતો, ત્યાં વિમળસ્વામી અહંતે મને આ વૃત્તાંત જણાવ્યું હતો.”
આ પ્રમાણે વસુદેવને કનકાવતીના પૂર્વ ભવની કથા કહીને કુબેર અંતર્ધાન થઈ ગયે પછી સૌભાગ્યવતમાં શિરોમણિ અને અદ્વિતીય રૂપવાન વસુદેવ ચિરકાળના અતિશય અનુરાગના ગથી કનકવતીને પરણીને અનેક ખેચરીઓની સાથે ક્રિીડા કરવા લાગ્યા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि कनकवती
परिणयन तत्पूर्व भववर्णनो नाम तृतीयः सर्गः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org