________________
tra
સ
૫
મો.
રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિને જન્મ, કંસને વધ અને
દ્વારિકાનગરીનું સ્થાપન. હસ્તિનાપુરમાં કોઈ શ્રેષ્ઠી રહેતે હતો, તેને લલિત નામે એક પુત્ર હતું, તે તેની માતાને ઘણો વહાલે હતે. એક વખતે તે શેઠાણને ઘણે સંતાપદાયક ગર્ભ રહ્યો. તેણીએ વિવિધ દ્રવ્ય–ઉપચારોથી તે પાડવા માંડ્યો તેપણ તે ગર્ભ પડ્યો નહીં. સમય પૂર્ણ થયે શેઠાણને પુત્ર આવ્યું. તેને કાંઈક તજી દેવાને માટે તેણે દાસીને આપ્યું. તે શેઠના જોવામાં આવતાં તેણે દાસીને પૂછયું કે “આ શું કરે છે?” દાસી બેલી–આ પુત્ર શેઠાણીને અનિષ્ટ છે. તેથી તેને ત્યાગ કરાવે છે. તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્રને લઈ લીધે અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આવે. પિતાએ તેનું ગંગદર એવું નામ પાડ્યું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતા હતા. એક વખતે વસંતેત્સવ આવ્યું, ત્યારે લલિતે પિતાને કહ્યું કે “આજે ગંગદત્તને સાથે જમાડે તે ઘણું સારૂં.' શ્રેણી બેલ્યા-“પુત્ર! જે તારી મા જુએ તે સારું નહીં.' લલિતે કહ્યું, “હે તાત! મારી માતા જુએ નહીં તે હું યત્ન કરીશ.” પછી શેઠે તેમ કરવાની આજ્ઞા આપી; એટલે લલિતે ગંગદાને પડદામાં રાખી જમવા બેસાડયો, અને શેઠ તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં છાની રીતે ગંગદત્તને ભેજન આપવા લાગ્યા. તેવામાં અકસ્માત ઉત્કટ થયેલા પવને પેલા પડદાને ઉડાડયો. એટલે ગંગદત્ત શેઠાણીના જોવામાં આવ્યો. તેણે તત્કાળ કેશવડે તેને ખેંચે અને સારી પેઠે કુટીને તેને ઘરની ખાળમાં નાખી દીધે. તે જોઈ મહામતિ શેઠે અને લલિતે ઉદ્વેગ પામી શેઠાણીથી છાની રીતે પાછા ગંગદત્તને ત્યાંથી લઈ ન્હવરાવીને કેટલેક બેધ આપે.
તે સમયે કેઈ સાધુઓ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતા પુત્રે શેઠાણીને તે પુત્ર ઉપર ઠેષ થવાનું કારણ પૂછયું, એટલે એક સાધુ બોલ્યા-“એક ગામમાં બે ભાઈએ રહેતા હતા. એક વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા અને કાષ્ઠની ગાડી ભરી પાછા વન્યા. તે વખતે માટે ભાઈ આગળ ચાલતો હતો. તેણે માર્ગમાં ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી નાને ભાઈ કે જે ગાડી હાંક્યું હતું તેને તેણે કહ્યું કે “અરે ભાઈ! આ ચીલામાં સપિણી પડી છે, માટે તેને બચાવીને ગાડી ચલાવજે.” તે સાંભળી પિલી સર્પિણીને વિશ્વાસ આવ્યા. તેવામાં પેલે કનિષ્ઠ ભાઈ ગાડી સાથે ત્યાં આવ્યું. તેણે આ સર્પિણીને જોઈને કહ્યું કે “આ સર્પિણીને મોટા ભાઈ એ બચાવી છે, પણ હું તેની ઉપર થઈનેજ ગાડી હાંકું, કારણ કે તેનાં અસ્થિને ભંગ સાંભળતાં મને ઘણે હર્ષ થશે. પછી તે દૂર એવા લઘુ ભાઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org