________________
૨૯૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું - જો તમારે આ કન્યા એક ઢોલકીઓને આપવી હતી, તો આ બધા કુલીન રાજાઓને તમે કુલીન જોઈને શા માટે બેલાવ્યા? આ કન્યા ગુણને જાણનારી ન હોય અને તેથી જે આવા વાજિંત્ર વગાડનારને વરે તો તે વાત ઉપેક્ષા કરવા ચગ્ય નથી, કારણ કે બાલ્યવયમાં કન્યાને શાસ્તા પિતા છે.” રૂધિર રાજા બેલ્યો-“હે રાજન! તે વિષે તમારે કાંઈ પણ વિચાર કરવાની જરૂર નથી, કારણ કે સ્વયંવરમાં જેને કન્યા વરે તે પુરૂષ પ્રમાણ છે.” તે વખતે ન્યાયવેત્તા વિરે કહ્યું, “જે કે આ તમારું વચન યુક્ત છે, તથાપિ આ પુરૂષને કુળ વિગેરે પૂછવું જોઈએ. તે વખતે વસુદેવ બાલ્યા કે-“મારા કુળ વિષે કાંઈ પણ પૂછવાને આ અવસર નથી. આ કન્યા મને વરી તેથી જે તે પણ હું તેને ચગ્ય જ છું. મને વરેલી આ કન્યાને જે સહન કરી શકશે નહીં અને તેને હરવાને આવશે, તેને ભૂજાબળ બતાવીને હું મારૂં કુળ એાળખાવીશ.” વસુદેવનાં આવાં ઉદ્ધત વચન સાંભળી ક્રોધ પામેલા જરાસંધે સમુદ્રવિજય વિગેરે રાજાઓને આ પ્રમાણે આજ્ઞા કરી કે-“પ્રથમ તો આ રૂધિર રાજાજ રાજાએામાં વિરોધ ઉત્પન્ન કરનાર છે અને બીજે આ ઢોલી ઢોલ વગાડવાથી ઉન્મત્ત થઈ ગયેલ છે. તેણે આ રાજકન્યા પ્રાપ્ત કરી એટલાથી પણ તે તૃપ્તિ પામ્યો નથી, તેથી પવને નીચા કરેલા વૃક્ષનું ફળ મેળવીને વામન પુરૂષ ગર્વ કરે તેમ ગર્વ કરે છે, માટે આ રૂધિર રાજાને અને આ વાદકને બનેને મારી નાખે. આવી જરાસંધની આજ્ઞા થતાં સમુદ્રવિજય વિગેરે રાજાએ યુદ્ધ કરવાને માટે તૈયાર થયા. તે સમયે દધિમુખ નામે ખેચરપતિ પિતે સારથી થઈને રથ લાવ્યું અને તેમાં રણ કરવાને ઉદ્યત એવા વસુદેવને તેણે બેસાડ્યા. રણમાં દુર્ધર એવા વસુદેવે વેગવતીની માતા અંગારવતીએ જે ધનુષ્યાદિ શસ્ત્રો આપ્યાં હતાં તે ગ્રહણ કર્યા. જરાસંધના રાજાએાએ રૂધિર રાજાનું સિન્ય ભાંગી નાંખ્યું, એટલે વસુદેવે દધિમુખને પ્રેરીને રથના ઘેડા આગળ હંકાવ્યા. વસુદેવે પ્રથમ ઉઠેલા શત્રુંજય રાજાને જીતી લીધું. દંતવકને ભગ્ન કર્યો અને શલ્ય રાજાને હંફાવી દીધું. તે વખતે જરાસંધે સમુદ્રવિજયને કહ્યું કે “આ કાંઈ સામાન્ય વાજિંત્ર વગાડનારો જણાતો નથી, પણ બીજા રાજાઓથી છતા અસાધ્ય જણાય છે, માટે તમેજ તત્પર થઈને તેને મારી નાખે, તેને મારશે તો આ રાજકન્યા
હિણી તમારી જ છે, માટે સર્વ રાજાઓને ભંગ કરી જે વિલખા કર્યા છે તે વિલખાપણું દૂર કરો.” સમુદ્રવિજય બાલ્યા–“હે રાજન્ ! મારે પરસ્ત્રી જોઈતી નથી, પણ તમારી આજ્ઞાથી એ બળવાન્ નરની સાથે હું યુદ્ધ કરીશ.” આ પ્રમાણે કહીને રાજા સમુદ્રવિજયે ભાઈની સાથે યુદ્ધ આરંભ્ય. તે બંનેનું ચિરકાળ સુધી વિશ્વને આશ્ચર્યકારી શસ્ત્રાશી યુદ્ધ ચાલ્યું. એટલે
આ કોઈ મારા કરતાં પણ સમર્થ પુરૂષ છે” એમ સમુદ્રવિજય વિચારમાં પડયા. તે વખતે વસુદેવે એક અક્ષર સહિત બાણ નાખ્યું. સમુદ્રવિજયે તે બાણ લઈ તે પર લખેલા અક્ષરે આ પ્રમાણે વાંચ્યા કે “છઘથી નીકળી ગયેલે તમારે બંધુ વસુદેવ તમને નમસ્કાર કરે છે.”
૧ કોઈ પ્રકારના મિષથી, કપટથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org