________________
૨૯૦]
શ્રી વિષણિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું ચિરકાળ નળરાજાની સેવા કરતાં મને એ રસવતીને પરિચય છે. તે શું તમે નળ છે? પણ નળની આવી વિરૂપ આકૃતિ નથી. વળી તેને અને આ નગરને બસે જનનું અંતર છે, તો તે અહીં કયાંથી આવી શકે? તેમજ તે ભરતાઈને રાજા એકાકી પણ શેને હોય? વળી મેં દેવતાને અને વિદ્યાધરને પરાભવ કરે તેવું તેનું રૂપ જોયેલું છે માટે તું તો તે નથી.” આમ કહીને પછી સંતુષ્ટ થયેલા દધિપણે તે કુબડાને વસ્ત્ર અલંકાર વિગેરે અને એક લાખ ટંક' તથા પાંચસો ગામ આપ્યાં. કુજ નળે પાંચસે ગામ વિના બીજું બધું સ્વીકાર્યું; એટલે રાજાએ કહ્યું કે “ર ! બીજું કાંઈ તારે જોઈએ છીએ?' મુજે કહ્યું કે-“તમારા રાજ્યની હદમાંથી શિકારનું અને મદિરાપાનનું નિવારણ કરાવે, એવી મારી ઈચ્છા છે તે તમે પૂરી કરે.” રાજાએ તેનાં વચનને માન્ય કરીને તેના શાસનમાં સર્વત્ર શિકાર અને મદિરાપાનની વાતને પણ બંધ કરી.
એક વખતે રાજા દધિપણે તે કુબડાને એકાંતમાં લાવીને પૂછયું કે- તું કેણ છે? કયાંથી આવ્યું છે? અને કયાને નિવાસી છે? તે કહે.” તે બે-“કેશલ નગરીમાં નળ રાજાને ડિક નામે હું રસે છે, અને નળરાજાની પાસેથી હું બધી કળાએ શિખે છું. તેના ભાઈ કુબડે ઘૂતકળાથી નળ રાજાની બધી પૃથ્વી જીતી લીધી, એટલે તે દવદંતીને લઈને અરણ્યમાં ગયા. ત્યાં તે મરી ગયા હશે એમ જાણે હું તમારી પાસે આવ્યા. માયાવી અને પાત્રને નહીં પીછાણનારા તેના ભાઈ કૂબડને હું આશ્રીત થશે નહીં.” આ પ્રમાણે નળરાજાના મરણની વાર્તા સાંભળી દધિપણું રાજા હૃદયમાં વાહત થર્યો હોય તેમ પરિવાર સાથે આકંદ કરવા લાગ્યા. પછી નેત્રાશના મેઘરૂપ દધિપણે નળરાજાનું પ્રેત કાર્ય કર્યું, કુબડે તે મિતહાસ્યપૂર્વક જોયું.
એક વખતે દધિપણું રાજાએ દવદંતીના પિતાની પાસે કોઈ કારણથી મિત્રપણાને લીધે એક દૂતને મોકલ્યો. ભીમરાજાએ દૂતનો સત્કાર કર્યો. તે સુખે તેની પાસે રહ્યો. એક વખતે વાર્તાના પ્રસંગમાં એ વક્તા દૂતે કહ્યું કે “એક નળરાજાને રસ મારા સ્વામી પાસે આવે છે, તે નળરાજા પાસે સૂર્યપાક રસોઈ શીખ્યો છે. તે સાંભળી દવદંતી ઊંચા કર્ણ કરી પિતા પ્રત્યે બેલી-“પિતાજી? કોઈ દૂતને મોકલીને તપાસ કરાવો કે તે રસ કે છે? કેમકે નળરાજા સિવાય બીજું કોઈ સૂર્યપાક રસેઈ જાણતું નથી, તેથી રખે તે ગુપ્ત વેષધારી નળરાજાજ હોય !” પછી ભીમરાજાએ સ્વામીના કાર્યમાં કુશળ એવા કુશળ નામના એક ઉત્તમ બ્રાહ્મણને બોલાવી સત્કારપૂર્વક આજ્ઞા કરી કે “તમે સુસુમારપુર જઈ તે રાજાના નવા રસયાને જુઓ, અને તે કઈ કઈ કળા જાણે છે તે અને તેનું રૂપ કેવું છે તેને નિશ્ચય કરે.” “આપની આજ્ઞા પ્રમાણ છે' એમ કહી તે બ્રાહ્મણ શુભ શુકને પ્રેરાતો શીધ્ર સુસુમારપુરે આવ્યું. ત્યાં છતો છતો તે ઝાડાની પાસે ગયા અને એ ... સ ગ વિકૃતિવાળો નઈ
એક જાતનું દ્રવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org