________________
સગ ૩ જે ] શ્રી વસુદેવ ચરિત્ર
[૨૮૯ આવ્યો. તે વખતે તે નગરમાં એક ઉન્મત્ત હાથી બંધન તેડીને ભમતે હતે. પવન પણ જે તેના ઉપરના ભાગને સ્પશે તે તે આસન (ધપ્રદેશ) ને કંપાવતે હતે, ઉપર કુરતી સુંઢ વડે તે પક્ષીઓને પણ ખેંચતે હતે, મહાવતે દષ્ટિવિષ સર્ષની જેમ તેની દષ્ટિએજ પડતા નહોતા, અને મહાવતની જેમ તે ઉઘાનનાં વૃક્ષેને પણ ભાંગતા હતા. તે વખતે ત્યાંને રાજા દધિપણું કે જે એ ગજેને વશ કરવાને અસમર્થ હતા, તે કલા ઉપર ચઢીને ઊંચે સ્વરે બેભે કે-“જે કઈ આ મારા ગજેને વશ કરી દે તેને હું અવશ્ય વાંછિત આપીશ, માટે કેઈ એ ગજારોહણ કળામાં ધુરંધર છે?” તે વખતે કુબડા નળે કહ્યું–“તે હાથી કયાં છે તેને મને બતાવે. તમારા દેખતાંજ હું તેને વશ કરી દઈશ.” આ પ્રમાણે કુજ બોલતો હતો તેવામાં તો તે ગજેન્દ્ર ઊંચી ગર્જના કરતો તેની પાસે આવે, એટલે ચરણથી જાણે પૃથ્વીને સ્પર્શ પણ ન કરતો હોય તેમ તે કુબડે હાથીની સામે દેડક્યો. તે વખતે “અરે કુબડા! મરવા જા નહીં, મરવા જા નહીં, દૂર ખસી જા.” આમ લેકે વારંવાર તેને કહેવા લાગ્યા, તો પણ તે તો કેશરીસિંહની જેમ નિઃશંકપણે તેની સામે ગ. પછી હાથીની પાસે આવી તેને છેતરવાને માટે તે દડાની જેમ પ્રસરવા, ખસવા, પડવા અને આળોટવા લાગે, અને વારંવાર તેનું પુછ પકડીને તે પરાક્રમી નળે સર્પને જેમ વાદી ખેદ પમાડે તેમ તેને ઘણે ખેદ પમાડી દીધે. પછી શ્રમને જીતનાર નળરાજા તે ગજેદ્રને શ્રમિત થયેલે જાણે આરેહકમાં અગ્રેસર હોય તેમ તેની પર ગરૂડની જેમ ઉડીને ચઢી બેઠે. આગળના આસન પર બેસી તેના કંધ ઉપર બે પગ મૂકી કુંભસ્થળ ઉપર મુષ્ટિવડે તાડન કરીને તેના બંધનની ગ્રંથિને દઢ કરી લીધી. પછી કપાળ ઉપર તાડન કરવાથી મુખ ફાડીને ચીત્કાર શબ્દ કરતા તે હાથીને તે મુંબડા નળે અંકુશવડે નચાવતા નચાવતા આગળ ચલાવ્યું. તે વખતે લેકેએ તેની જયઘેષણા કરી અને રાજાએ પોતે તેના ગળામાં સુવર્ણની સાંકળી નાખી. બળવાન મળે તે હાથીને મણને હોય તે નરમ કરી દીધું અને તેને તેના બંધન સ્થાનમાં લઈ જઈ તેની કક્ષાનાડીવડે તે નીચે ઉતરી ગયો. પછી નિર્મળ યશવાળે નળ રાજાની પાસે જઈ તેને પ્રણિપાત કરીને તેની પાસે મિત્રની જેમ બેઠે. તે વખતે દધિપણે પૂછયું, “હે ગજશિક્ષાચતુર ! તું આ સિવાય બીજી પણ કઈ કળા જાણે છે? તારામાં અનેક કળાએ સંભવે છે.” નળે કહ્યું, “હે રાજન! બીજું તો શું કહું, પણ સૂર્યપાક રસવતી પણ હું કરી જાણું છું, તે જેવાની તમારી ઈચ્છા છે?” સૂર્યપાક રસાઈના કુતુહળી રાજાએ તરતજ રાજમહેલમાં જઈ તે કુબડાને તંદુલ, શાક અને વેશવાર વિગેરે લાવી આપ્યાં, એટલે નળે સૂર્યના તડકામાં તેનાં પાત્રો મૂકી સીરી વિદ્યાનું સ્મરણ કરી તત્કાળ દિવ્ય રસોઈ તૈયાર કરી દીધી. પછી જાણે કઈ કલ્પવૃક્ષે આપી હોય તેવી તે મનહર રસેઈ રાજા પરિવાર સાથે જમે. શ્રમને ટાળનારી અને પરમ આનંદને આપનારી તે રસવતીને સ્વાદ લઈને દધિ પણ રાજાએ પૂછ્યું કે-“આવી રસવતી તો માત્ર નળરાજા કરી જાણે છે, બીજે કઈ જાણતો નથી, કારણ કે C - 37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org