________________
૨૬૮] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮ મું આ સતી શી રીતે ચાલી શકશે? માટે હે નાથ! આ રથને ગ્રહણ કરીને અમારી ઉપર અનુગ્રહ કરો. તમે દેવી સાથે આ રથમાં બેસો, તમારો માર્ગ કુશળ થાઓ અને તમારું કલ્યાણ થાઓ.”
આ પ્રમાણે પ્રધાન પુરૂષાએ વારંવાર પ્રાર્થના કરી અટલે નળરાજા દવદંતી સાથે રથમાં બેસીને નગરબહાર નીકળે. જાણે સ્નાન કરવા તૈયાર થઈ હોય તેમ એક વસ્ત્ર પહેરીને જતી દવદંતીને જોઈ બધી નગરીઓ અમ્રજળથી કાંચળીઓને આદ્ર કરતી રવા લાગી. નળરાજા નગરની મધ્યમાં થઈને ચાલ્યો જતો હતો, તે વખતે દિગજના આલાનસ્તંભ જે પાંચસો હાથ ઊંચે એક સ્તંભ તેના જેવામાં આવ્યો. તે વખતે રાજ્યભ્રષ્ટ થવાના દુઃખને જાણે ન જાણતે હેય તેમ કૌતુકથી તેણે કદલીતંભને ઉપાડે તેમ લીલામાત્રમાં તે સ્તંભ ઉપાડી લીધે અને પાછો તેને ત્યાંજ આરોપણ કર્યો. જેથી તેણે ઉઠાડીને બેસાડવારૂપ રાજાઓના વ્રતને સત્ય કરી બતાવ્યું. તે જોઈ નગરજને કહેવા લાગ્યા કે “અહો ! આ નળરાજાનું કેવું બળ છે? આવા બળવાન્ પુરૂષને પણ આવું દુઃખ પ્રાપ્ત થાય છે તે જોતાં દૈવઈચ્છીજ બળવાન છે એવો નિર્ણય થાય છે. પૂર્વે બાલ્યવયમાં પણ નળરાજા સમીપના પર્વતના ઉદ્યાનમાં કુબેર સહિત ક્રિીડા કરતા હતા, તે વખતે જ્ઞાનરત્નના મહાનિધિ કઈ મહર્ષિ આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે “આ નળ પૂર્વ જન્મમાં મુનિને આપેલા ક્ષીરદાનના પ્રભાવથી ભરતાઈને પતિ થશે. આ નગરીમાં રહેલા પાંચસે હાથ ઊંચા સ્તંભને જે ચળાવશે તે અવશ્ય ભરતાને પતિ થશે, અને નળરાજા જીવતાં આ કેશલાનગરીને કેઈ બીજો અધિપતિ થશે નહીં.' તે મુનિના આ પ્રમાણે કહેલા ભવિષ્યમાં ભરતાર્થના સ્વામી થવું અને આ સ્તંભનું ઉખેડવું એ બે વાત તે મળતી આવી છે, પણ કુબર કોશલાને રાજા થવાથી ત્રીજી વાત મળતી આવતી નથી, પરંતુ જેની પ્રતીતિ આપણે નજરે જોઈ છે તે મુનિની વાણી અન્યથા થશે નહીં, કેમકે હજુ કુબર સુખે રાજ્ય કરશે કે નહીં તે કેણ જાણે છે? કદી પાછા નળરાજા જ અહીં રાજા થઈ જાય, માટે એ પુણ્યશ્લેક નળરાજાનું પુણ્ય સર્વથા વૃદ્ધિ પામે.” આ પ્રમાણે લેકેનાં વચને સાંભળતે અને કવદંતીનાં અશ્રુથી રથને સ્નાન કરાવતે નળ રાજા કેશલાનગરીને છોડીને ચાલી નીકળ્યો.
આગળ જતાં નળે દવદંતીને કહ્યું કે “હે દેવી! આપણે કયાં જઈશું? કારણ કે સ્થાનને ઉદેશ કર્યા વગર કઈ પણ સચેતન પ્રાણી પ્રવૃત્તિ કરતું નથી.” દવદંતી બોલી “દર્ભના અગ્રભાગ જેવી બુદ્ધિવાળા હે નાથ! આપણે કુંડિનપુરે ચાલે, ત્યાં મારા પિતાના અતિથિ થઈને તેના ઉપર અનુગ્રહ કરે.” તેનાં વચનથી નળે આજ્ઞા કરી એટલે ભક્તિના આશયરૂપ સારથીએ કુંઠિનપુરની દિશા તરફ ઘોડાને ચલાવ્યા. આગળ ચાલતાં એક ભયંકર અટવી
૧ જે કઈ આશા ન માને તે પ્રથમ તેને રાજ્યથી ઉઠાડી મૂકો અને પાછો આજ્ઞા માને કે તરત રાખલોભ ન કરતાં તેનું રાજ્ય તેને સેપી દેવું એ ક્ષત્રી રાજાઓનો ચા આવતો ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org