Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૭૮] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮ મું પાપરૂપ પંકમાં પડેલા વરાહ જેવા મારી શી ગતિ થાત? હે ભદ્ર! અવધિજ્ઞાનથી તમને મારા પરમ ઉપકારી જાણ હું અહીં તમારા દર્શન કરવા આવ્યો છું, આજથી હું તમારે ધમપુત્ર છું.” આવી રીતે વૈદર્ભને કહીને પછી તે દેવે ગામથી આવેલા બંધુની જેમ સર્વ તાપને મધુર અને નેહભરેલી વાણીથી કહ્યું “કે તાપસે! પૂર્વ ભવે તમારી ઉપર મેં જે કે પાચરણ કરેલ છે તે ક્ષમા કરજે અને તમે સ્વીકારેલું શ્રાવકવ્રત સારી રીતે પાળજે.” આ પ્રમાણે કહીને પછી તે દેવે પેલા સર્ષની કાયાને ગિરિગુહામાં બહાર લાવી નંદિવૃક્ષ ઉપર લટકાવી, અને કહ્યું કે “હે લેકે ! જે કેઈની ઉપર ક્રોધ કરશે તે તેના ફળથી હું કર્યું તાપસ જેમ સર્ષ થયે હતો તેમ આ સર્ષ થશે.”
તે તાપનો કુળપતિ કે જે પ્રથમથી જ સમકિતધારી હતા, તે ભાગ્યોદયથી આ વખતે પરમ વૈરાગ્યને પ્રાપ્ત થશે. પછી તાપસના અધીશ્વરે કેવળી ભગવંતને નમીને વિરાગ્યવૃક્ષના ઉત્તમ ફળરૂપ ચારિત્રધર્મની યાચના કરી. કેવળી બોલ્યા-તમને યશોભદ્રસૂરિ વ્રત આપશે. સમતારૂપી ધનવાળા તે મુનિ મારા પણ ગુરૂ છે.” પછી અંતરમાં વિસ્મય પામેલા કુળપતિએ કેવળીને પૂછયું, “હે ભગવન્! કહે, તમે શા માટે દીક્ષા લીધી હતી?” કેવળી બોલ્યાકેશલા નગરીમાં નળરાજાને અનુજ બંધુ કુબર ઉત્તમ વૈભવ સંયુક્ત રાજ્ય કરે છે, તેને હું પુત્ર છું. સંગા નગરીના રાજા કેશરી એ બધુમતી નામની પોતાની પુત્રી મને આપી હતી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈને હું તેને પર. પછી તે નવેઢાને લઈ મારા નગર તરફ આવતું હતું. માર્ગમાં જાણે મૂર્તિમાન કલ્યાણ હોય તેવા અનેક શિષ્યવાળા આ ગુરૂને સમારેલા મેં જોયા, એટલે ત્યાં જઈ મેં પરમ ભકિતથી તેમને વંદના કરી અને કર્ણમાં અમૃતની પરબ જેવી તેમની ધર્મદેશના મેં સાંભળી. દેશનાને અંતે મેં પૂછ્યું કે “મારૂં આયુષ્ય કેટલું છે?” એટલે તેમણે ઉપગ દઈને કહ્યું કે માત્ર પાંચ દિવસનું આયુષ્ય છે. આ પ્રમાણે મરણ નજીક જાણી હું તેના ભયથી કંપાયમાન થયે, કારણકે “સવ પ્રાણીઓને મૃત્યુને ભય મોટામાં મોટો છે.” સૂરિ બોલ્યા-“વત્સ! ભય પમીશ નહી. તું સુનિપણું ગ્રહણ કર, એક દિવસની દીક્ષા પણ સ્વર્ગ અને મોક્ષને આપે છે.” પછી દીક્ષા લઈને હું તેમની આજ્ઞાથી અહીં આવ્યું છે, અહીં શુકલધ્યાનમાં વર્તવાથી મારાં ઘાતકમને ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે કહીને તે સિંહ કેસરી મુનિ ચોગનિરોધ કરી ભોપગ્રહી કમને હણું પરમપદને પ્રાપ્ત થયા. પછી શુભાશયવાળા દેવતાઓએ તેમના શરીરને પુણ્યક્ષેત્રમાં લઈ જઈને તેને અગ્નિસંસ્કાર કર્યો.
યથાર્થ નામવાળા વિમળમતિ કુળપતિએ તે વખતે શ્રી યશેભદ્રસૂરિના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે વૈદભએ પણ સૂરિને કહ્યું કે-“હે ભગવન્! મને પણ મુક્તિની માતારૂપ દીક્ષા આપે.” યશભદ્રસૂરિ બેલ્યા- હે દવદંતિ! હજુ તમારે નળ રાજા સાથે ભેગ ભેગવવાના છે, માટે તમે વ્રત લેવાને યોગ્ય નથી.” પછી પ્રાતઃકાળ થયો એટલે સૂરિ તે પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org