________________
૨૮૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર
[ પ ૮ સુ
C
એસી રહેલી તેના જેવામાં આવી. તેમણે કહ્યું, “ ભદ્રે ! આ નગરના રાજા ઋતુપર્ણની રાણી ચંદ્રયશા તમને આદરથી ખેાલાવે છે. વળી તેમણે જણાવ્યું છે કે તું મારે ચંદ્રવતી નામની પુત્રી તુલ્ય છે' માટે ત્યાં ચાલે! અને દુઃખને જળાંજલિ આપેા. જે અહી. આમ શૂન્ય થઈને બેસી રહેશે। તો કેાઈ દુરાત્માથી છળ પામીને અથવા ન્યતરાદિકથી અવિષ્ટ થઈને અનથ પામશે.” આ પ્રમાણે ચંદ્રયશાનાં કહેવરાવેલાં વચનેાથી જેનું મન આદ્ર થયુ' છે એવી દેવદંતી પુત્રીપણાના સ્નેહથી વેચાણ થઈ હોય તેમ ત્યાં જવાને તત્પર થઈ. ‘તમને અમારા સ્વામિનીએ પુત્રી તરીકે માન્યા, તેથી તમે પણ અમારા સ્વામિનીજ છે.' એમ કહી વિનય બતાવતી તે દાસીએ તેને રાજમહેલમાં લઈ ગઈ. આ ચંદ્રયશા દવદંતીની માતા પુષ્પદ તીની સહોદરા ( મેન) હતી, તેથી તે તેની માસી થતી હતી, પણ તે વૈદભીના જાણવામાં નહોતુ, એટલે તે તેને શેનીજ એાળખે ? પણ ‘ધ્રુવદ'તી નામે મારી ભાણેજ છે' એમ ચદ્રયશા જાણતી હતી, પર`તુ તેને ખાલ્યવયમાં જોયેલી હોવાથી આ વખતે તે પણ તેને એળખી શકી નહીં; તોપણ રાણીએ દૂરથીજ તેને પુત્રીપ્રેમથી અવલેાકી, કારણ કે “ ઈષ્ટ અનિષ્ટના નિય કરવાને અંતઃકરણુ મુખ્ય પ્રમાણુ છે.” પછી ચદ્રયશાએ જાણે શ્રમથી થયેલી તેના અંગની કૃશતાને દૂર કરવા ઇચ્છતી હોય તેમ તેને આદથી આર્લિગન કર્યુ. વૈદશી" નેત્રમાંથી અશ્રુ પાડતી રાણીના ચરણમાં નમી, તે વખતે તેના અશ્રુજળથી રાણીના ચરણ ધાવાતાં જાણે તેની પ્રીતિના ખદલે આપવા માટે તેના ચરણ પ્રક્ષાલતી હોય તેમ તે દેખાવા લાગી. પછી ચ`દ્રયશાએ પૂછ્યું' કે ‘તમે કેણુ છે!' એટલે તેણીએ જેમ સાથે વાહને કહ્યો હતો તેમ સત્ર વૃત્તાંત તેની પાસે કહી સભળાવ્યેા. તે સાંભળી ચંદ્રયશા ખેલી- હૈ કલ્યાણિ ! રાજકુમારી ચ’દ્રવતીની જેમ તુ' પણ મારે ઘેર સુખે રહે.' એક વખતે ચ'દ્રયશાએ પેાતાની પુત્રી ચંદ્રવતીને કહ્યુ, “ વત્સે! આ તારી વ્હેન મારી ભાણેજ દવદંતીના જેવી છે, પણ તેનુ અહી' આગમન સ`ભવતું નથી, કારણ કે જે આપણા પશુ સ્વામી નળરાજા છે, તેની તે પત્ની થાય છે. વળી તેની નગરી અહી થી એકસે ને ચુમાળીશ ચેાજન દૂર થાય છે, તો તેનુ' અહીં' આગમન કેમ સબવે? અને તેની આવી દુર્દશા પણ કયાંથી હોય ?”
C
ચંદ્રયશા રાણી નગરની બહાર જઈ પ્રતિદિન દીન અને અનાથ લેાકેાને યથારૂચિ દાન આપતી હતી. એક વખતે વૈદી એ દેવીને કહ્યું કે આપની આજ્ઞા હોય તો તમારી વતી હું દાન આપુ` કે કદિ મારા પતિ યાચકને વેષે આવી ચઢે તો એળખાય.' ત્યારથી ચદ્રયશાએ તે કામ તેને સોંપ્યું. તે પતિની આશાએ ક્લેશ સહન કરી યથાસ્થિતપણે દાન આપવા લાગી. વૈદલી પ્રત્યેક યાચકાને દરરાજ પૂછતી કે ‘તમે આવા રૂપવાળા કાઈ પુરૂષ નચા છે?’
એક વખતે ભીમસુતા દાનશાળામાં ઊભી હતી, તેવામાં જેની આગળ ડિડમ વાગે છે એવા એક ચારને રક્ષકા વધસ્થાનકે લઈ જતા તેવામાં આવ્યા. તેને જોઈ વદી એ રક્ષકાને પૂછ્યું કે આ ચારે શા અપરાધ કર્યાં છે કે જેથી તેને આવી વધ કરવાની શિક્ષા થઈ છે ?’
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org