Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૮૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું થયેલું વિદર્ભનું ભાલતિલક રાજાને બતાવ્યું. પછી રાજાએ કોતથી તિલકને પિતાના હાથ વડે ઢાંકી દીધું, એટલે અંધકારથી સભાગૃહ ગિરિગુહા જેવું થઈ ગયું. પછી હાથ ઉપાડી લઈ અત્યંત હર્ષ પામેલા રાજાએ પિતારૂપ થઈ દવદંતીને રાજ્યભ્રંશ વિગેરેની કથા પૂછી. દવ૮. તીએ નીચું મુખ કરીને રોતાં રેતાં નળ કૂબરના છૂતથી આરંભીત બધી કથા કહી સંભળાવી. રાજા પિતાના ઉત્તરિય વસ્ત્રથી વૈદર્ભનાં નેત્રને લઈને બે કે –“હે પુત્રી ! રૂદન કર નહીં, કેમકે વિધિથી કોઈ બળવાન નથી.”
એ સમયે કોઈ દેવ આકાશમાંથી ઉતરી રાજસભામાં આવ્યું અને અંજલિ રેડી વૈદર્ભને કહેવા લાગે-“હે ભદ્ર! હું પિંગલા ચાર છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈને વિહાર કરતે કરતે એકદા હું તાપસપુરે ગયે. ત્યાં સ્મશાનની અંદર હું કયેત્સર્ગ કરીને
રહ્યો. તેવામાં ચિતાનળમાંથી દાવાનળ પ્રસરવા લાગ્યું. તેનાથી હું બળવા લાગે, તે પણ - ધર્મધ્યાનથી ચુત થશે નહીં, સ્વયમેવ આરાધના કરી અને નવકાર મંત્રના સ્મરણમાં તત્પર ન રહ્યો. પછી પૃથ્વી પર પડી ગયે, ત્યાં મારું શરીર તે અગ્નિમાં સમિધરૂપ થઈ ગયું. ત્યાંથી
મૃત્યુ પામીને હું પિંગલ નામે દેવ થયો છું. દેવગતિમાં ઉપજતાંજ અવધિજ્ઞાનવડે મારા જાણવામાં આવ્યું કે દવદંતીએ મને વધમાંથી બચાવી દીક્ષા લેવાને ઉપદેશ કર્યો હતો, તેના પ્રભાવથી હું દેવતા થયે છું. હે ભદ્ર! જે તે વખતે મારી મહાપાપીની તમે ઉપેક્ષા કરી હેત તો હું ધર્મને પ્રાપ્ત કર્યા વગર મૃત્યુ પામીને નરકે જાત, પણું હે મહાસતી ! તમારા પ્રસાદથી હું સ્વર્ગ લક્ષમીને પામે છું, તેથી તમને એવા આ છું. તમારે વિજય થાઓ.” આ પ્રમાણે કહી સાત કોટી સુવર્ણની વૃષ્ટિ કરીને તે દેવ વીજળીના સમૂહની જેમ આકાશમાં અંતર્ધાન થઈ ગયે. આ પ્રમાણે સાક્ષાત્ આહન્દુ ધર્મના આરાધનનું ફળ જોઈને વિદ્વાન રાજા ઋતુપણે આહંત ધમને અંગીકાર કર્યો.
પછી અવસર પ્રાપ્ત થયેલ જોઈ હરિમિત્ર રાજખટુએ કહ્યું કે-“હે રાજન! હવે આજ્ઞા આપો કે દેવી દવદંતી ચિરકાળે પિતાના પિતાને ઘેર જાય.” તે વખતે ચંદ્રયશાએ પણ તેમ કરવાની હા કહી; એટલે રાજાએ મેટી સેના સાથે વૈદભીને વિદર્ભ દેશ તરફ રવાને કરી. દવદંતીને આવતી સાંભળીને ભીમ રાજા બળીષ્ટ પ્રેમથી દુર્ધર વેગવાળા વાછથી ખેંચાઈને જાય તેમ તેની સામા ગયા. સામેથી આવતા પિતાને જોતાં વેંતજ વૈદશી વાહનને તજી દઈ પગે ચાલી સસ્મિત મુખકમળ સામી દેડી અને પિતાના ચરણકમળમાં પડી. ચિરકાળે ઉત્કંઠાથી મળેલા પિતાના અને પુત્રીના નેત્રજળથી ત્યાંની પૃથ્વી ઘણા કાદવવાળી થઈ ગઈ. સાથે પિતાની માતા પુષ્પદંતી પણ આવેલ છે એ ખબર જાણી ગંગાનદીને જેમ યમુના મળે તેમ દવદંતી તેને દઢ આલિંગનથી મળી, અને તેને ગળે બાઝી પડીને નળપ્રિયાએ મુક્તક કે રૂદન કર્યું. “પ્રાણીઓને ઈષ્ટ જન મળવાથી દુખ તાજું થાય છે.” પછી તેઓ જળથી મુખકમળ ધોઈ દુખના ઉદ્ગારવડે પરસ્પર વાર્તા કરવા લાગ્યા. પુષ્પદંતીએ વૈદભીને ઉત્કંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org