Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ ને ]. શ્રી વસુદેવ ચરિત્ર
[૨૮૫ કે “દાનશાળા ભેજામાં ચિંતામણિરૂપ છે.” ત્યાં જમવાને તે બેઠે, તે વખતે દાનશાળાની અધિકારિણી તરીકે બેઠેલી પિતાના સ્વામીની પુત્રી દવદંતીને તેણે ઓળખી. તત્કાળ તેણે રોમાંચિત થઈને દવદંતીના ચરણમાં વંદના કરી, મુધાની વ્યથા ભૂલી ગયો અને હર્ષ થી પ્રકુલિત નેત્રે બે-“હે દેવી! ગ્રીષ્મઋતુમાં થતાની જેમ તમારી આવી અવસ્થા કેમ થઈ? આજે સારે ભાગ્યે તમે જીવતા જોવામાં આવ્યા, તેથી અત્યારે સર્વને શુભ થયું.” આ પ્રમાણે દવદંતીને કહી તે બટુએ સત્વર દેવી ચંદ્રયશા પાસે જઈ વધામણી આપી કે, “તમારી દાનશાળામાંજ દવદંતી છે. તે સાંભળી ચંદ્રયશા તરત દાનશાળામાં આવી અને કમલિનીને હંસી મળે તેમ તેણે દવદંતીને આર્કિંગન કર્યું. પછી બેલી કે-“હે વસે! મને ધિક્કાર છે? કેમકે અદ્વિતીય સામુદ્રિક લક્ષણેથી સ્પષ્ટ જણાતાં છતાં પણ હું તને ઓળખી શકી નહીં ! હે અનઘે! પણ આત્મગોપન કરીને મને કેમ છેતરી ? કદી દૈવયેગે આવી દુર્દશા થાય તેપણ પિતાના માતૃકુળમાં શી લજજા રાખવી? હે વત્સ! તે નળરાજાને છેડયા કે તેણે તને છોડી દીધી? પણ જરૂર તેણેજ તને છેડી દીધી હશે, કારણ કે તું તે મહા સતી છે, તેથી હું તેને છોડી દે નહીં. દુર્દશામાં આવી પડેલા પતિને પણ જે તું છોડી દે, તે જરૂર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. અરે નળ! તે આ સતીને કેમ છોડી દીધી? તેને મારી પાસે કેમ ન મૂકી? આવી સતી પ્રિયાને છોડી દેવી તે શું તારા કુળને ઉચિત છે? હે વત્સ! હવે હું તારું દુઃખ ગ્રહણ કરૂં છું, તેથી તું દુઃખને ત્યજી દે, અને મેં તને ઓળખી નહીં, તે મારે અપરાધ ક્ષમા કર. વળી હે બાળે! અંધકારરૂપ સર્ષમાં ગરૂડરૂપ, અને કૃષ્ણ પક્ષની રાત્રીમાં પણ પ્રકાશિત એવું જે તિલક તારા જન્મથી જ લલાટમાં સહજ ઉત્પન્ન થયેલું છે તે કયાં ગયું?” આ પ્રમાણે કહી પિતાના મુખકમળમાંથી થુંકને રસ લઈ તે વડે વૈદભીંના લલાટનું તેણે માર્જન કર્યું અને વારંવાર તેના મસ્તકને સુંઘવા માંડયું. તે વખતે તત્કાળ અગ્નિમાંથી તાવીને કહેલા સુવર્ણપિંડની જેમ અને મેઘમાંથી મુક્ત થયેલા સૂર્યની જેમ તેનું લલાટતિલક ચળકવા લાગ્યું. પછી ચંદ્રયશાએ દવદંતીને દેવતાની પ્રતિમાની જેમ ગદથી પિતાને હાથે ત્વવરાવી, અને જાણે સ્નાના રસમય હોય તેવાં બે ઉજજવળ અને સૂક્ષમ વસો તેને આપ્યાં તે તેણે ધારણ કર્યા. પછી હર્ષરૂપ જળની તલાવો જેવી ચંદ્રયશા પ્રીતિવડે દલીને લઈને રાજાની પાસે આવી.
એ વખતે સૂર્ય અસ્ત પામ્ય, કાજળથી ભાજન પૂરાય તેમ સોયે વિંધાય તેવા ઘાટા અંધકારથી આકાશ પૂરાઈ ગયું, પણ તે ગાઢ અંધકાર છડીદારોએ રોકી રાખેલ હોય તેમ વૈદર્ભના તિલકતેજથી રાજસભામાં પેસી શકયું નહીં. રાજાએ દેવીને પૂછ્યું કે- આ વખતે સૂર્ય અસ્ત પામે છે, તેમજ અહીં દીપક કે અગ્નિ નથી, છતાં દિવસ જે આ પ્રકાશ શેનો પડે છે?' એટલે રાણીએ તિરૂપ જળના મોટા પ્રહ જેવું અને જન્મથી જ સહજ સિદ્ધ
૧ માતાના સંબંધી વર્ગમાં-માળ, માસી, મામા વિગેરેને ત્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org