________________
સગ ૩ ને ]. શ્રી વસુદેવ ચરિત્ર
[૨૮૩ રક્ષકોએ કહ્યું “આ પુરૂએ રાજકુમારી ચંદ્રવતીને રત્નને કંડીએ ચેર્યો છે, તે ગુન્હાથી તેને વધની શિક્ષા થઈ છે. વિદભની દયાળુ મૂર્તિ જે ઈ ચોર બેલ્યો-દેવી! તમારી દષ્ટિ મારી ઉપર પડી છે, તે હવે હું મરણને શરણ શા માટે થાઉં? તમેજ મને શરણભૂત થાઓ.” પછી દવદંતી રક્ષકેની પાસે આવી અને ચેરને કહ્યું, “તું ભય પામીશ નહીં, અવશ્ય તારું જીવિત રહેવાવડે કુશળ થશે.” આ પ્રમાણે કહી દેવદંતી બેલી કે “જે હું સતી હોઉં તો આ ચારનાં બંધન છુટી જાઓ.” આમ સતીપણાની શ્રાવણા કરીને તેણીએ ઝારીમાંથી જળ લઈ ત્રણવાર છાંટયું, એટલે તરત તે ચોરનાં બંધન તુટી ગયાં. તે વખતે ત્યાં કોલાહળ થઈ રહ્યો. તેથી “આ શું?’ એમ વિચારતો ઋતુપર્ણ રાજા પરિવાર સહિત ત્યાં આવ્યું. વિસ્મયથી નેત્ર વિકસિત કરી, દાતની કાંતિથી અધરને ઉજજવળ કરતો તે નેત્રરૂપ કુમુદમાં કૌમુદીરૂપ દવદંતીને જોઈને તેના પ્રત્યે આ પ્રમાણે બે-“હે યશસ્વિનિ! સર્વત્ર મત્સ્યન્યાયને નિષેધ કરવા માટે રાજધર્મ સ્થાપિત કરેલ છે, જેનાવડે દુષ્ટ જનેને નિગ્રહ અને શિષ્ટ જેનેનું પાલન થાય છે. રાજાએ પૃથ્વીને કર લઈને તેની ચેર વિગેરેના ઉપદ્રવથી રક્ષા કરવી, નહીં તો ચાર વિગેરે દુષ્ટ લેકેએ કરેલું પાપ તેને લાગે છે. તેથી હે વસે! ને આ રત્નના ચરને હું વિગ્રહ ન કરું તો પછી લેકે નિર્ભય થઈને પરધન હરવાને તત્પર થાય.” વૈદભી બોલી-“હે તાત! મારી દષ્ટિએ જોતાં છતાં પણ જે દેહધારીને વિનાશ થાય તો પછી મારૂં શ્રાવિકાનું કૃપાળુપણું શા કામનું? આ ચાર મારે શરણે આજે છે, માટે હે તાત! તેને અપરાધ ક્ષમા કરો. તેની પીડા દુષ્ટ રોગની પેઠે મારામાં પણ સંક્રમી ગઈ છે.” આવા એ મહાસતી અને ધર્મપુત્રીના અતિ આગ્રહથી તુપર્ણ રાજાએ તે ચારને છોડી મૂક્યો. છુટી ગયેલા ચારે પૃથ્વીની રજથી લલાટ ઉપર તિલક કરી દવદંતીને કહ્યું કે “તમે મારી માતા છે. પછી પ્રાણદાનને ઉપકાર રાતદિવસ નહીં ભૂલી જતો તે ચેર પ્રતિદિન વૈદભી પાસે આવીને તેમને પ્રણામ કરતો હતો. એક વખતે વૈદભએ તે ચારને પૂછયું કે “તું કેણ છે? અને કયાંથી આવ્યો છે? તે નિઃશંક થઈને કહે.” ચાર બે-“તાપસપુર નામના નગરમાં મેટી સંપત્તિવાળે વસંત નામે સાર્થવાહ છે. તેને પિંગલ નામે હું દાસ છું. વ્યસનેમાં આસક્ત થઈ જવાથી તેનાવડે પરાભવ પામેલા મેં તે વસંતશેઠના ઘરમાં ખાતર પાડયું, અને તેને સારી સાર ખજાને લઈ રાત્રે ત્યાંથી ભાગ્યો. હાથમાં તે દ્રવ્ય લઈને પ્રાણની રક્ષા કરવાને માટે હું નાસતો હતો તેવામાં માર્ગમાં લુંટારાઓ મળ્યા, તેણે મને લુંટી લીધે. “ દુષ્ટ જનને કેટલી કુશળતા હોય?” પછી અહીં આવી આ ઋતુપર્ણ રાજાની સેવામાં રહ્યો. મનસ્વી માણસ બીજા કેઈની સેવા કરતો નથી, પણ કદિ કરે છે તો રાજાની સેવા કરે છે.” એક વખતે હું રાજમહેલમાં ફરતો હતો, તેવામાં મેં નીચ બુદ્ધિએ ચંદ્રવતી દેવીને રત્નકરંડ પહેલે દીઠે. તત્કાળ પરસ્ત્રીને જોઈને દુબુદ્ધિ વ્યભિચારીની જેમ તે કરંડીઓ હરી લેવાને
૧ મેટાં માળ્યાં નાનાં માછલીને ગળી જાય તેમ શક્તિવંત નિબળને હેરાન કરે તે મત્સ્ય ન્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org