________________
૨૮૦] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮મું પીધું. ત્યાંથી આગળ ચાલતાં દવદતી શાંત થઈને એક વડના વૃક્ષ નીચે વટવાસી યક્ષિણીની જેમ બેઠી. તે સમયે કેટલાક પાથે કોઈ સાર્થમાંથી ત્યાં આવ્યા, તેમણે દવદંતીને ત્યાં રહેલી જોઈ પૂછયું કે, “ભદ્ર! તમે કોણ છે? અમને દેવી જેવાં લાગો છો. વૈદભી બેલી–“હું માનવી સ્ત્રી છું, કઈ સાર્થમાંથી ભ્રષ્ટ થઈ સતી આ અરણ્યમાં વસું છું. મારે તાપસપુર જવું છે, માટે મને તેને માર્ગ બતાવો.' તેઓ ત્યા–“જે દિશામાં સૂર્ય અસ્ત પામે, તે દિશાને આશ્રય કરે. અમે અન્યત્ર જવાના ઉત્સુક છીએ તેથી તમને માર્ગ બતાવવાને સમર્થ નથી. અમે જળ શોધવા નીકળ્યા છીએ, તે જળ લઈને અહીં સમીપમાં અમારે સાથ ઊતર્યો છે ત્યાં જશું, તેથી જો તમે ત્યાં આવશે તો તમને અમે કઈ વસ્તીવાળા નગરમાં લઈ જઈશું.” પછી તે તેના સાર્થમાં ગઈ. ત્યાં ધનદેવ નામના દયાળુ સાર્થવાહે તેને પૂછ્યું કે “હે ભદ્ર! તું કેણ છે? અને અહીં કયાંથી આવી છે?” વૈદભીએ કહ્યું કે “હે મહાભાગ! હું વણિકપુત્રી છું. પતિની સાથે પિતાને ઘેર જતી હતી, માર્ગમાં મારા પતિ મને રાત્રે સુતી મૂકીને ચાલ્યા ગયા છે. તમારા સેવક પુરૂષ સહોદર બંધુની જેમ મને તમારી પાસે લઈ આવ્યા છે, તો મને હવે કઈ શહેરમાં પહોંચાડે.” સાર્થવાહ બે હે વત્સ! હું અચલપુર નગરે જવાનો છું તો તું ખુશીથી અમારી સાથે આવ, તને પુષ્પની જેમ હું ત્યાં તેડી જઈશ.” આ પ્રમાણે કહી તે નેહી સાર્થવાહ પિતાની પુત્રીની જેમ તેને ઉત્તમ વાહનમાં બેસાડીને ત્યાંથી સત્વર ચાલવાને પ્રવર્યો. આગળ ચાલતાં તે સાર્થવાહ શિરોમણિએ જળના નિર્ઝરણાંવાળા એક ગિરિકંજમાં સાર્થને નિવાસ કરાવ્યો. ત્યાં વૈદભ સ્વસ્થ થઈ સુખે સુતી હતી, તેવામાં રાત્રે સાર્થના કેઈમાણસને નવકાર મંત્ર બોલતો તેણે સાંભળે. એટલે તેણીએ સાર્થવાહને કહ્યું કે “આ કેઈ નવકાર મંત્ર બેલનાર મારા સ્વધર્મી બંધુ છે, તેને તમારી આજ્ઞાથી હું જેવાને ઇચ્છું છું.' પિતાની જેમ તેની એ વાંચ્છના પૂર્ણ કરવાને માટે સાર્થવાહ તેણીને નવકાર મંત્ર બેલનારા શ્રાવકના આશ્રમમાં લઈ ગયો. તે બંધુ જેવો શ્રાવક તંબુમાં રહીને ચત્યવંદન કરતો હતો, ત્યાં જઈને તેને શરીરધારી શમ હોય તે વૈદભીએ જે. તેણે ચૈત્યવંદન કર્યું ત્યાં સુધી ભીમકુમારી નેત્રમાં અશ્રુ લાવી તે મહા શ્રાવકની અનુમોદના કરતી સતી બેસી રહી. ત્યાં તે શ્રાવક જેને વંદના કરતો હતો તે વસ્ત્ર ઉપર આલેખેલા અને મેઘના જેવા શ્યામવર્ણ આહંન્ બિંબને જોઈ તેણીએ દર્શન કર્યા. ચૈત્યવંદન થઈ રહ્યા પછી નળપત્નીએ સ્વાગત મંગળાદિ કરીને તેને પૂછયું કે-“હે બ્રાત! આ કયા અહંતનું બિંબ છે?” તે શ્રાવક બે -“હે ધર્મશીળ હેન! ભવિષ્યમાં થનારા ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ પરમાત્માનું આ બિંબ છે. આ ભાવી તીર્થકરનું બિંબ હું શા કારણથી પૂજું છું તે છે કલ્યાણિ! મારૂં કલ્યાણનું કારણ સાંભળે. સમુદ્રરૂપ કટિમેખલાવાળી પૃથ્વીમાં મુકુટરત્ન જેવી કાંચી (દ્વારિકા) નામે નગરી છે. ત્યાં રહેનારે હુ વણિક છું. એક વખતે ધર્મગુપ્ત નામના જ્ઞાની મુનિ ત્યાં પધાર્યા. તે રતિવલ્લભ નામના ઉદ્યાનમાં સમેસર્યા. મેં ત્યાં જઈ તેમને વંદના કરીને પૂછયું કે-“હે સ્વામિન્! મારે મોક્ષ કયા પ્રભુના તીર્થમાં થશે.” તેમણે કહ્યું કે “મલ્લિનાથ અર્હતના તીર્થમાં તું દેવલેકમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org