________________
૨૭૬]
શ્રી વસુદેવ ચરિત્ર
[પવું ૮ મું આરાધન કરું છું, તેના પ્રભાવથીજ અહીં નિર્ભય રહું છું, અને વ્યાવ્ર વિગેરે શીકારી પ્રાણીઓ પણ મને કાંઈ કરી શકતા નથી.” પછી વૈદભીએ વસંત સાર્થવાહને અહંતનું સ્વરૂપ અને અહિંસા વિગેરે આહંતુ ધર્મ કહી સંભળાવ્યું. વસંતે તત્કાળ તે ધર્મને સ્વીકાર્યો અને દવતીને હર્ષથી કહ્યું કે “તમે ખરેખરા ધર્મના કામધેનું છે, અને અમારા સારા ભાગ્યે અમારી દષ્ટિએ પડ્યા છે. તે વખતે તેની વાણીથી બીજા તાપસેએ પણ હેય અને ઉપાદેયને જાણનારા થઈ જાણે ચિત્તમાં પરોવ્યું હોય તેમ ધર્મને ભાવપૂર્વક સ્વીકાર્યો અને તે ધર્મથી વાસિત થઈ પિતાના તાપસધર્મને નિંદવા લાગ્યા, કેમકે “જ્યારે પયપાન કરવા મળે ત્યાર પછી તેને કાંજી કેમ રૂ?” પછી સાર્થવાહે તે ઠેકાણે એક શહેર વસાવ્યું, અને તેમાં પિતે તેમજ બીજા કેટલાક શાહુકારોએ આવીને નિવાસ કર્યો. ત્યાં પાંચસે તાપસ પ્રતિબંધ પામ્યા, તેથી એ નગર તાપસપુર એવા નામથી પ્રસિદ્ધ થયું. પિતાના ખરા વાર્થને જાણનારા સાર્થવાહે પિતાના અર્થ (દ્રવ્ય)ને કૃતાર્થ કરવાને માટે તે નગરમાં શ્રી શાંતિનાથનું ચિત્ય કરાવ્યું. પછી ત્યાં રહીને તે સાર્થવાહ, તાપસ અને સર્વ નગરજનો અદ્ધર્મમાં પરાયણ થઈ પોતાને સમય નિગમન કરવા લાગ્યા.
એક વખતે દવદંતીએ અર્ધ રાત્રે પર્વતના શિખર ઉપરથી સૂર્યનાં કિરણોની જે પ્રકાશ જે, અને તેની આગળ પતંગની જેમ ઉછળતા અને પડતા દેવ, અસુર અને વિદ્યાધરને જોયા. તેમના જય જ્ય શબ્દના કોલાહળથી જાગી ગયેલા સર્વ વણિકોએ અને તાપસેએ વિસ્મયથી ઊંચું જોયું. પછી વૈદભી તે વણિકજન અને તાપસને સાથે લઈ ભૂમિ અને અંતરીક્ષની વચમાં માનદંડની જેવા ઊંચા તે ગિરિ ઉપર ચઢી. ત્યાં પહોંચી એટલે શ્રી સિંહ કેસરી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવતાઓએ આરંભ કરેલે તેમના કેવળજ્ઞાનને મહિમા તેના જેવામાં આવ્યું. પછી તેઓ સર્વ તે કેવળી મુનિને દ્વાદશાવતી વંદના કરી વૃક્ષના મૂળમાં વટેમાર્ગુ બેસે તેમ તેમના ચરણકમળ પાસે બેઠા. તે સમયે એ સિંહકેસરી મુનિના ગુરૂ યશભદ્રસૂરિ ત્યાં આવ્યા, તે તેમને કેવળી થયેલા જાણી વંદના કરીને તેમની આગળ બેઠા. પછી કરૂણારસના સાગર શ્રી સિંહ કેસરી મુનિએ અધર્મના મર્મને વિંધનારી આ પ્રમાણે ધર્મદેશના આપી–“આ સંસારમાં ભ્રમણ કરતાં પ્રાણીઓને મનુષ્યજન્મ પામ અતિ દુર્લભ છે, તે મનુષ્યજન્મને પામીને પોતે વાવેલા વૃક્ષની જેમ જરૂર તેને સફળ કરે. હે સદ્બુદ્ધિ મનુષ્ય! તે મનુષ્યજન્મનું મુક્તિદાયક એવું જીવદયાપ્રધાન આહંતમ ફળ છે, તેને તમે ગ્રહણ કરે.” આ પ્રમાણે શ્રોતાઓના શ્રવણમાં અમૃત જેવો પવિત્ર આહંત ધર્મ કહીને પછી તાપસના કુળપતિને સંશય છેદવાને માટે તે મહર્ષિએ કહ્યું-“આ દવદંતીએ તમને જે ધર્મ કહ્યો છે, તે બરાબર છે. એ પવિત્ર સ્ત્રી આહંત ધર્મના માર્ગની મુસાફર છે તે અન્યથા વદે નહીં. એ સ્ત્રી જન્મથીજ મહા સતી અને આહતી છે. વળી તમે તેની પ્રતીતિ પણ જોયેલી છે, કેમકે તેણુંએ રેખાકુંડમાં મેઘને પડતો અટકાવી રાખે હતો. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org