Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ ને ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૭૫ હવે પિતાના પતિને વિગ બાર વર્ષ સુધીને જાણીને દવદંતીએ સતીત્વરૂપ વૃક્ષનાં પલ્લવ જેવો આ પ્રમાણેને અભિગ્રહ ધારણ કર્યો. “ જ્યાં સુધી નળરાજા નહીં મળે ત્યાં સુધી રાતાં વસ્ત્રો, તાંબૂલ, આભૂષણે, વિલેપન અને વિકૃતિ પણ હું ગ્રહણ કરીશ નહીં.” આ અભિગ્રહ લઈ એ રમણીએ વર્ષાઋતુ નિર્ગમન કરવાને નિર્ભય થઈ એક ગિરિગુહામાં નિવાસ કર્યો. ત્યાં તેણુએ શ્રી શાંતિનાથનું મૃત્તિકામય બિંબ બનાવી પિતાના નિર્મળ હૃદયની જેમ ગુહાના એક ખુણામાં સ્થાપન કર્યું. પછી પિતે વનમાં જઈ સ્વયમેવ ખરી પડેલાં પુ લાવીને તે સોળમા તીર્થંકરની ત્રિકાળ પૂજા કરવા લાગી, અને એ આહતી અબળા ચતુર્થાદિ તપને પ્રાંતે બીજરહિત એવા પ્રાસુક ફળવડે પારણું કરતી ત્યાં રહી.
હવે પિલા સાર્થવાહે જ્યારે પિતાના સાથમાં નળની પ્રિયાને જોઈ નહીં ત્યારે તે “તેણીનું કુશળ થાઓ” એમ ચિંતવન કરતે તેને પગલે પગલે પાછળ ચાલે. તે આ ગુહામાં આવ્યું ત્યાં તેણે સમાધિવડે અરિહંતના બિંબનું પૂજન કરતી દવદંતીને જોઈ વૈદભીને કુશળ જોઈ સાર્થવાહને હર્ષ થયે. પછી વિમયથી નેત્ર વિકસિત કરી તેને નમીને તે ભૂમિ ઉપર બેઠે. દવદંતી અહેતુપૂજા સમાપ્ત કરી સ્વાગત પ્રશ્ન પૂછી અમૃત જેવી મધુર વાણીવડે સાર્થવાહની સાથે વાત કરવા લાગી. આ વાર્તાના શબ્દ સાંભળી ત્યાં નજીક રહેનારા કેટલાએક તાપસ મૂગલાંની જેમ ઉંચા કાન કરીને સત્વર ત્યાં આવ્યા. તે સમયે દુર્ધર જળધારાથી પર્વત પર ટાંકણાથી તાડન કરતે હેય તેમ મેઘ વરસવા લાગ્યું. ભાલા જેવી મેઘધારાથી હણાતા તે તાપસે “હવે આપણે કયાં જઈશું? અને આ જળમાંથી કેમ ઉગર!” એમ બોલવા લાગ્યા. તિયચ પ્રાણુઓની જેમ “ક્યાં નાસી જવું' એવી ચિંતાથી આતુર થઈ ગયેલા તે તાપસને જોઈ ભૈમીએ “તમે બીશ નહીં' એમ ઊંચે સ્વરે કહ્યું. પછી એક મર્યાદા કુંડ કરી એ ધુરંધર સતી આ પ્રમાણે મનહર વાણું બોલી કે-જે હું ખરેખરી સતી હોઉં, સરળ મનવાળી હેલી અને આહંતી શ્રાવિકા ઉં તે આ વરસાદ આ કુંડની બહાર બીજે વરસો.” તત્કાળ તેના સતીત્વના પ્રભાવથી જાણે કુંડ ઉપર છત્ર ધર્યું હોય તેમ તેટલી જમીનમાં જળ પડતું બંધ થયું. તે વખતે જળથી ધેવાયેલે તે પર્વતને પ્રદેશ નદીમાં સ્નાન કરવાથી નિર્મળ અને શ્યામ શરીરવાળા હાથીની જે શબૅવા લાગ્યા. ચારે તરફ વરસાદ વરસતાં તે ગિરિની ગુહાએ મેઘની શોભાથી પૂર્ણ થઈ હોય તેમ જળથી પૂરાઈ ગઈ. આ પ્રમાણે તેને પ્રભાવ જોઈ સર્વે વિચારવા લાગ્યા કે-“જરૂર આ કેઈ દેવી છે, કેમકે મનુષ્યણીનું આવું રૂપ કે આવી શક્તિ હોય નહીં.' પછી સ્વચ્છ બુદ્ધિવાળા વસંત સાર્થવાહે તેણીને પૂછયું, “ભદ્ર! કહો, તમે આ કયા દેવની પૂજા કરે છે?” દવદંતી બોલી–“સાર્થવાહ! આ અરિહંત પરમેશ્વર છે, તે ત્રણ લેકના નાથ અને ભવિ પ્રાણીઓને પ્રાર્થનામાં કલ્પવૃક્ષરૂપ છે. હું તેનું જ
૧ દુધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન એ છ વિગયો. તે વિકતિ (વિકાર કરનારી) સમજવી. ૨ અરિહંતને માનનારી શ્રાવિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org