________________
સગ ૩ જો]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૬૯ આવી, જેમાં વાઘના ધુત્કારથી ગિરિઓની ગુહા ઘર દેખાતી હતી, તેથી તે ભયંકર હતી, સેંકડો શીકારી પ્રાણીઓથી વ્યાપ્ત હતી, ચૌર્યકર્મ કરનાર ભિલેથી ભરપૂર હતી, સિંહોએ મારેલા વનહસ્તીઓના દાંતથી જેની ભૂમિ દંતુર થયેલી હતી અને યમરાજાના કીડાસ્થાન જેવી તે અટવી લાગતી હતી. આ અટવીમાં નળરાજા આવ્યા એટલે આગળ જતાં કર્ણ સુધી ખેંચેલા ધનુષ્યને ધરતા યમરાજા દૂત જેવા પ્રચંડ ભિલો તેના જેવામાં આવ્યા. તેમાં કઈ મદ્યપાનગોષ્ઠીમાં તત્પર હોય તેમ નાચતા હતા, કેઈ એકદંત હાથીની જેવા દેખાતા શીંગડાને વગાડતા હતા, કોઈ રંગભૂમિમાં પ્રયમ ન કરે તેમ કલકલ શબ્દ કરતા હતા, કેઈ મેઘ જળવૃષ્ટિ કરે તેમ બાણવૃષ્ટિ કરતા હતા, અને કઈ મલ્લની જેમ બાહુયુદ્ધ કરવાને કરાટ કરતા હતા. એ સર્વેએ એકઠા થઈને હાથીને શ્વાનની જેમ નળરાજાને ઘેરી લીધે. તેમને જોઈ નળ શીધ્ર રથમાંથી ઉતરી, મ્યાનમાંથી તલવાર કાઢી તેને નર્તકીની જેમ પોતાની મુષ્ટરૂપ રંગભૂમિમાં નચાવવા લાગ્યા. તે જોઈ દવદંતી રથમાંથી ઉતરી અને તેણે હાથ પકડી નળને કહ્યું, “સસલા ઉપર સિંહની જેમ આ લોકો ઉપર તમારે આક્ષેપ કર યુક્ત નથી. આ પશુ જેવા કે ઉપર વાપરવાથી તમારી તલવાર કે જે ભરતાર્ધની વિજયલક્ષ્મીની વાસભૂમિ છે તેને ઘણું શરમ લાગશે.”
આ પ્રમાણે કહીને દવદંતીએ મંડળમાં રહેલી માંત્રિકી સ્ત્રીની જેમ પિતાના મને રથની સિદ્ધિને માટે વારંવાર હુંકાર કરવા માંડ્યા. તે હુંકાર ભિન્ન લોકોના કર્ણમાં પ્રવેશ કરતાં તરતજ તેના પ્રભાવથી તીણ લેહની સોય જેવા (મમભેદી) થઈ પડયા તેથી સર્વ ભિલે ગાભરા બની જઈને દશે દિશાએ નાસી ગયા. તેમની પછવાડે આ રાજદંપતી એવાં દેડક્યાં કે જેથી રથથી ઘણું દૂર થઈ પડયાં. તેવામાં બીજા ભિલે આવીને તે રથને હરી ગયા. “જ્યારે દૈવ વાંકે હેય ત્યારે પુરૂષાર્થ શું કરી શકે ?” પછી એ ભયંકર અટવીમાં નળરાજા દવદંતીને હાથ પકડીને પાણિગ્રહણના ઉત્સવને સ્મરણ કરાવતો ચારે તરફ ભમવા લાગ્યો. કાંટા ભેંકાવાને લીધે વૈદભના ચરણમાંથી નીકળતા રૂધિરના બિંદુએથી તે અરયની ભૂમિ ઇંદ્રગેપમય હોય તેવી થઈ ગઈ પૂર્વે નળરાજાનું જે વસ્ત્ર વૈદભના મસ્તપર પટ્ટરાણીપણાના પટ્ટાબંધ માટે થતું હતું, તે વસ્ત્રને ફાડી ફાડીને અત્યારે નળરાજા તેના ચરણના પટ્ટાબંધ કરતો હતો, અર્થાત તેના પગે પાટા બાંધતે હતો. આ પ્રમાણે ચાલતાં થાકી જવાથી વૃક્ષ તળે બેઠેલી ભીમસુતાને નળરાજા પોતાના વસ્ત્રના છેડાને પંખે કરી પવન નાંખવા લાગ્યો, અને પલાશનાં પાંદડાઓને પડીઓ કરી તેમાં જળ લાવી તુષિત થયેલી તે રમણને પાંજરામાં પડેલી સારિકાની જેમ જળપાન કરાવ્યું. તે વખતે વૈદર્ભીએ નળરાજાને પૂછ્યું કે “હે નાથ! આ અટવી હજુ કેટલી છે? કેમકે આ દુઃખથી મારું હૃદય દ્વિધા થવાને માટે કંપાયમાન થાય છે. નળે કહ્યું–પ્રિયે! આ અટવી સો જનની છે, તેમાં આપણે પાંચ ભેજન આવ્યા છીએ, માટે ધીરજ રાખ. આવી રીતે તેઓ વાર્તા કરતા
૧ ઇંદ્રરાજાની ગાય કહેવાય છે, લાલ રંગવાળા એક જાતના તેઈદ્રિય છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org