Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૭૦ ] શ્રી વસુદેવ ચરિત્ર
[પર્વ ૮ મું અરણ્યમાં ચાલ્યા જતાં હતાં, તેવામાં જાણે સંપત્તિની અનિત્યતા સૂચવતું હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. તે સમયે બુદ્ધિમાન નળે અશેકવૃક્ષનાં પલ એકઠાં કરી તેનાં ડિટ કાઢી નાખી દવદંતીને માટે તેની શય્યા બનાવી. પછી તેણે કહ્યું, “પ્રિયે! શયન કરી આ શધ્યાને અલંકૃત કરે અને નિદ્રાને અવકાશ આપો, કારણ કે નિદ્રા દુઃખનું વિસ્મરણ કરાવનાર એક સખી છે.' વૈદર્ભી બેલી–“હે નાથ ! અહીંથી પશ્ચિમ દિશા તરફ નજીકમાં ગાયનો ભંભારવા સંભળાય છે, તેથી ત્યાં કઈ ગામ હોય એમ લાગે છે, માટે ચાલે જરા આગળ ચાલી તે ગામમાં આપણે જઈએ, અને ત્યાં સુખે સૂઈને રાત્રિ નિર્ગમન કરીએ.” નળે કહ્યું, અરે ભરૂ! એ ગામ નથી પણ તાપસનાં આશ્રમ છે, અને તેઓ અશુભેદયના સંગથી સદા મિથ્યાદષ્ટિ છે. હે કૃશોદરિ! એ તાપની સંગતિથી કાંજીવડે મને રમ દુધની જેમ ઉત્તમ સમકિત વિનાશ પામે છે, માટે તું અહીંજ સુખે સૂઈ જા. ત્યાં જવાનું મન કર નહીં. અંતઃપુરના રક્ષક નાજરની જેમ હું પતે તારો પહેરગીર થઈને રહીશ.” પછી નળે તે પલ્લવશમ્યા ઉપર પોતાની પ્યારીને ઓછાડવાળી તળાઈનું સમરણ કરાવતાં પિતાનું અર્ધ વસ્ત્ર પાથર્યું. પછી અહંત દેવને વંદના કરી અને પંચ નમસ્કારનું સ્મરણ કરી ગંગાના તટ પર હંસની જેમ વૈદભીએ તે પલ્લવશય્યા ઉપર શયન કર્યું. જ્યારે વિદભીનાં નેત્ર નિદ્રાથી મુદ્રિત થયાં, તે વખતે નળરાજાને દુઃખસાગરના મોટા આવર્ત જેવી ચિંતા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગે કે-“જે પુરૂષે સાસરાનું શરણ કરે છે, તેઓ અધમ નર કહેવાય છે, તો આ દવદંતીના પિતાને ઘેર આ નળ શા માટે જાય છે? તેથી હવે હદયને વા જેવું કરી આ પ્રાણથી પણ અધિક એવી પ્રિયાનો અહીં ત્યાગ કરી સ્વેચ્છાએ રંકની જેમ એકલે હું બીજે ચાલ્યો જાઉં. આ વૈદભીને શિયળના પ્રભાવથી કાંઈ પણ ઉપદ્રવ નહીં થાય, કારણ કે સતી સ્ત્રીઓને શિયળ એ તેના સર્વ અંગની રક્ષા કરનારે શાશ્વત મહામંત્ર છે.” આવે વિચાર કરી છરી કાઢીને નળે પિતાનું અર્ધ વસ્ત્ર છેદી નાખ્યું અને પિતાના રૂધિરથી દવદંતીના વસ્ત્ર ઉપર આ પ્રમાણે અક્ષર લખ્યા. “હે વિવેકી વામા ! હે સ્વચ્છ આશયવાળી! વડના વૃક્ષથી અલંકૃત એવી દિશામાં જે માગે છે તે વિદર્ભ દેશમાં જાય છે અને તેની વામ તરફને માગ કેશલ દેશમાં જાય છે, માટે તે બંનેમાંથી કેઈ એક માર્ગે ચાલીને પિતા કે શ્વશુરને ઘેર તું જજે. હું તે તેમાંના કેઈ ઠેકાણે રહેવાને ઉત્સાહ ધરતો નથી.” આવા અક્ષરે લખી નિશબ્દ રૂદન કરો અને ચેરની જેમ હળવે હળવે ડગલાં ભરતો નળ ત્યાંથી આગળ ચાલ્યા.
જ્યાં સુધી તે અદશ્ય થયે ત્યાં સુધી પોતાની ઊંઘી ગયેલી પ્યારીને ગ્રીવાભંગથી જેતો જતો ચાલવા લાગ્યું. તે વખતે તેણે વિચાર્યું કે “આવા વનમાં આ અનાથ બાળાને એકલી સુતી મૂકીને હું ચાલ્યા જાઉં છું, પણ કદી જે કોઈ ક્ષુધાતુર સિંહ કે વ્યાધ્ર આવીને તેનું ભક્ષણ કરી જશે તે તેની શી ગતિ થશે? માટે હમણાં તે તેને દષ્ટિના વિષયમાં રાખી હું રાત્રિ પૂર્ણ થતાં સુધી તેની રક્ષા કરૂં પ્રાતઃકાળે તે મારા બતાવેલા બે માર્ગમાંથી એક માર્ગે ચાલી જશે.” આ વિચાર કરી નળ અર્થભ્રષ્ટ થયેલા પુરૂષની જેમ તેજ પગલે પાછો ફર્યો. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org