________________
સર્ગ ૩ જે ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૬૭ પ્રવાહની જેમ સહજમાં ચાલી જાય છે, તે મને ઘણું દુઃખ આપે છે.” દવદંતીની આ વાણી દશમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ નળરાજાએ સાંભળી નહિ અને તેને દૃષ્ટિએ જોઈ પણ નહિ. જ્યારે પતિએ તેની અવજ્ઞા કરી ત્યારે તે રેતી રેતી કુલ પ્રધાનો પાસે આવી અને કહ્યું કે, “આ નળરાજાને તમે ઘતથી અટકાવે. સન્નિપાતવાળા માણસને ઔષધની જેમ તે પ્રધાનનાં વચનેએ પણ નળરાજાને જરા પણ અસર કરી નહીં. ભૂમિને હારી જનાર તે નળરાજા અનળ-અગ્નિ જેવો થઈ ગયે. પછી દવદંતી સહિત બધું અંતઃપુર પણ હારી ગયે. એ પ્રમાણે સર્વસ્વ હારી ગયા પછી જાણે દીક્ષા લેવા ઈચ્છતો હોય તેમ તેણે અંગ ઉપરથી સર્વ આભૂષણો વિગેરે પણ હારીને છેડી દીધાં. પછી કબરે કહ્યું, “હે નળ! તું સર્વસ્વ હારી ગયે છે, માટે હવે અહિં રહીશ નહીં. મારી ભૂમિ છેડી દે, કેમકે તને તો પિતાએ રાજ્ય આપ્યું હતું અને મને તે ઘતના પાસાએ રાજ્ય આપ્યું છે. તેનાં આવાં વચનો સાંભળીને
પરાક્રમી પુરૂને લક્ષ્મી દૂર નથી માટે તું જરા પણ ગર્વ ધરીશ નહિ.” આ પ્રમાણે કહે નળ માત્ર પહેરેલાં વસ્ત્ર સહિત જ ત્યાંથી ચાલી નીકળ્યો. તે વખતે દવદંતી તેની પછવાડે જવા લાગી. તેને જોઈ કુબેર ભયંકર શબ્દ બોલ્ય-“અરે સ્ત્રી ! તને ધૃતકીડામાં હું જ છું, માટે તું કયાં જાય છે? તું તો મારા અંતઃપુરને અલંકૃત કર.” તે સમયે મંત્રી વિગેરેએ દુરાશય કબરને કહ્યું કે, “એ મહાસતી દવદંતી બીજા પુરૂષની છાયાને પણ સ્પર્શ કરતી નથી, માટે તે મહાસતીને તું જતાં અવરોધ કર નહીં. બાળક પણ જાણે છે કે જ્યેષ્ઠ બંધુની સ્ત્રી માતા સમાન છે, અને જયેષ્ઠ બંધુ પિતા સમાન છે. તે છતાં જે તું બળાત્કારે તેમ કરીશ તો એ મહાસતી ભીમસુતા તને બાળીને ભસ્મ કરી નાખશે. “સતીઓને કાંઈપણ મુશ્કેલ નથી.” માટે એ સતીને કપાવીને અનર્થ વહેરી લે નહીં, પણ પતિની પછવાડે એ સતીને ઉલટી ઉત્સાહિત કર. વળી તને જે ગામ નગરાદિ સર્વ મળ્યું છે તેથી સંતુષ્ટ થા, અને આ નળરાજાને પાથેય સાથે એક સારથી સહિત રથ આપ.” મંત્રીઓનાં વચનથી કુબરે દવદંતીને નળની સાથે જવા દીધી, અને પાથેય સાથે સારથીયુક્ત એક રથ આપવા માંડ્યો. તે વખતે નળ કહ્યું કે “ભરતાધના વિજયથી જે લક્ષમી મેં ઉપાર્જન કરી હતી તેને આજે હું કીડામાત્રમાં છેડી દઉં છું; તો પછી મારે એક રથની સ્પૃહા શી? માટે મારે રથ જોઈતો નથી.” તે વખતે મંત્રીઓએ કહ્યું કે “હે ! રાજેદ્ર! અમે તમારા ચિરકાળના સેવકો છીએ તેથી તમારી સાથે આવવા ઈચ્છીએ છીએ, પણ આ કુબર અમને અટકાવે છે. આ તમારે અનુજ બંધુ છે અને તમે તેને રાજ્ય આપ્યું છે, તેથી હવે અમારે તે ત્યાગ કરવા એગ્ય પણ નથી, કેમકે અમારો એ કમ છે કે “આ વંશમાં જે રાજા થાય તેની અમારે સેવા કરવી.” તેથી હે મહાભુજ ! અમે તમારી સાથે આવી શકતા નથી. આ વખતે તો આ દવદંતી જ તમારી ભાર્યા, મંત્રી, મિત્ર અને સેવક જે ગણે તે છે. સતીવ્રતને અંગીકાર કરનાર અને શિરિષના પુષ્પ જેવી કે મળ આ દવદંતીને માર્ગમાં પગે ચાલતી તમે શી રીતે લઈ જશે? સૂર્યના તાપથી જેની રેતીમાંથી અગ્નિના તણખા નીકળે છે તેવા માર્ગમાં કમળ જેવા કે મળ ચરવડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org