Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૬૫ છે. આપે અંશમાત્ર વ્યાધિની જેમ પ્રમાદવડે તેની ઉપેક્ષા કરી તેથી તે રાજા હાલ શક્તિમાં વધી પડવાથી કષ્ટસાધ્ય થઈ પડયો છે. પણ તે મહાબાહ! તમે તેના ઉપર રેષથી કઠેર એવું મન કર્યું છે, તો તે પર્વત ઉપરથી પડેલા ઘડાની જેમ અવશ્ય વિશીર્ણ જ થઈ ગયેલ છે એમ સંશયરહિત અમારું માનવું છે માટે પ્રથમ એક દૂત મોકલી તેને જણ એટલે પ્રણિપાતમાં કે દંડમાં તેની જે ઈચ્છા હશે તે જણાશે.” આ પ્રમાણેનાં સામંતોનાં વચનથી નળરાજાએ દ્રઢતામાં મહાગિરિ જેવા એક દૂતને સમજાવીને મોટા સૈન્ય સાથે ત્યાં મોકલે. ગરૂડની જે દુધર તે દૂત ત્વરાએ ત્યાં પહોંચ્યો અને પોતાના સ્વામી ન લાજે તેમ તેણે કદંબા રાજાને કહ્યું કે “હે રાજેદ્ર! શત્રુરૂપ વનમાં દાવાનળ જેવા મારા સ્વામી નળરાજાની સેવા કરે, અને વૃદ્ધિ પામે, તમારા તેજને વધ કરો નહીં. તમારી કુળદેવીથી અધિષિત થયેલાની જેમ હું તમને હિતવચન કહું છું કે નળરાજાની સેવા કરે, વિચારો, જરા પણ મુંઝાશે નહીં.” હતનાં આવાં વચન સાંભળીને ચંદ્રકળાને રાહુની જેમ દંતાગ્રથી હઠને ડંસતો કદંબ પિતાને ભૂલી જઈને પિતાની સામું જોયા વિના આ પ્રમાણે બે-“અરે હત! શું નળરાજા મૂર્ખ છે, ઉન્મત્ત છે કે શું વાયડો થઈ ગયો છે કે શત્રુરૂપી મેથમાં વરાહ જેવા મને બીલકુલા જાણતો નથી? અરે ! શું તારા રાજ્યમાં કેઈ કુળમંત્રીઓ પણ નથી કે જેઓએ આ પ્રમાણે મારે તિરસ્કાર કરતાં નળરાજાને અટકાવ્યો નહીં? હે દૂત! તું સત્વર જા, જે તારે સ્વામી રાજ્યથી કંટાન્ય હોય તો ભલે, તે યુદ્ધ કરવાને તૈયાર થાય, હું પણ તેના રણને અતિથિ થવાને તૈયાર છું.” દ્વતે તરત જ ત્યાંથી નીકળી, નળરાજા પાસે આવીને તેનાં અહંકારી વચને બળવાન નળરાજાને કહી સંભળાવ્યાં. પછી મેટા અહંકારના પર્વતરૂપ તક્ષશિલાના રાજા કદંબ ઉપર નળરાજાએ મોટા આડંબરથી ચઢાઈ કરી. પરાક્રમી હાથીઓ વડે જાણે બીજા કાલાવાળી હોય તેમ તક્ષશિલા નગરીને પિતાની સેનાથી ઘેરી લીધી. તે જોઈ કદંબ રાજા પણ તૈયાર થઈને મોટા સૈન્ય સાથે બહાર નીકળે. “કેશરીસિંહ ગુહાદ્વાર પાસે કેઈનું ગમનાગમન સહન કરી શકતો નથી.”
પછી ક્રોધથી અરૂણ નેત્ર કરતા પ્રચંડ તેજવાળા દ્ધાઓ બાણબાણી યુદ્ધથી આકાશમાં મંડપ કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે જોઈને નળ કદંબ રાજાને કહ્યું, “અરે! આ હાથી વિગેરેને મારી નખાવવાનું શું કારણ છે? આપણે બન્નેજ શત્રુઓ છીએ, તે આપણે જ ઠંદ્વ યુદ્ધ કરીએ.' પછી નળ અને કદંબ જાણે બે જંગમ પર્વતે હેય તેમ ભુજાયુદ્ધ વિગેરે ઠંદ્વયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. ગવધ કદંબે નળ પાસે જે જે યુદ્ધની માગણી કરી તે તે બધા યુદ્ધમાં વિજયી નળે તેને હરાવી દીધું. તે વખતે કદંબે વિચાર કર્યો કે “આ મહા પરાક્રમી નળરાજાની સાથે મેં બરાબર ક્ષાત્રવ્રત તળી લીધું, હવે તેણે મને મૃત્યુકેટીમાં પમાડયો છે, માટે પતંગની જેમ તેના પરાક્રમરૂપ અગ્નિમાં) પડીને શા માટે મરી જવું? C - 34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org