________________
૨૬૪] શ્રી વસુદેવ ચરિત્ર
[પર્વ ૮મું. ઘર્ષણ કરેલું છે. તેના ગંડસ્થળના ઘણા ઘસાવાથી આ મુનિના શરીરમાં તેના મદને સુગંધ પ્રસરેલે છે, તેથી આ ભમરાઓ તેમને દંશ કરે છે, તથાપિ મુનિ એ પરિષદને સહન કરે છે, સ્થિર પાદવાળા પર્વતની જેમ આ મહાત્માને તે ઉન્મત્ત હાથી પણ ધ્યાનથી ચલિત કરી શક્યો નથી, આવા મુનિ માર્ગમાં કઈ પયગે જ આપણું જોવામાં આવેલા છે.” તે સાંભળી નિષધરાજાને શ્રદ્ધા ઉત્પન્ન થઈ જેથી પુત્ર અને પરિવાર સહિત પ્રાપ્ત થયેલા ઉત્તમ તીર્થની જેમ તે મુનિને સેવવા લાગ્યું. પછી નિષધ રાજા, સી સહિત નળ, કુબર અને બીજાએ તેમને નમી, સ્તવી અને મદના ઉપદ્રવ રહિત કરીને આગળ ચાલ્યા. અનુક્રમે કેશલાનગરીના પરિસરમાં આવ્યા એટલે નળે દવદંતીને કહ્યું, “દેવી ! જુઓ આ જિનચૈત્યથી મંડિત અમારી રાજધાની આવી.” તત્કાળ દવદંતી મેઘના દર્શનથી મયૂરીની જેમ તે ચિત્યના દર્શન માટે અતિ ઉત્કંતિ થઈ. તેણે કહ્યું કે, “મને ધન્ય છે કે જેણે નળરાજાને પતિપણે પ્રાપ્ત કર્યા છે, હવે તેમની રાજધાનીમાં રહેલા આ જિનચૈત્યને હું પ્રતિદિન વંદના કરીશ.”
નિષષરાજાએ જેમાં તોરણાદિકથી સર્વત્ર મંગળાચાર આરંભેલા છે એવી પિતાની નગરીમાં શુભ દિવસે તેમણે પ્રવેશ કર્યો. પછી ત્યાં રહીને નળ અને દવદંતી સ્વેચ્છાએ વિહાર કરવા લાગ્યા. તેઓ કોઈ વાર હંસ હંસીની જેમ જળક્રીડા કરતાં હતાં, કેઈવાર પરસ્પર પ્રચલિત એવી એક એકની ભુજાવડે હૃદયને દબાવીને હીંચકાના સુખને અનુભવતાં હતાં, કોઈવાર ગુંથેલા એવા અતિ સુગંધી પુપિથી એક બીજાના કેશપાસને વિચિત્ર રીતે પૂરતાં હતાં, કઈવાર બંધામાં ચતુર અને ગંભીર હદયવાળાં તેઓ અનાકુળપણે અધૂત રમતાં હતાં, અને કોઈવાર આતંઘ અને તંતીવાઘને અનુક્રમે વગાડતો નળકુમાર એકાંતમાં દવદંતીને નૃત્ય કરાવતે હતો. આ પ્રમાણે નળ અને દવદંતીએ અહર્નિશ અવિયુક્ત રહી નવનવી કીડાએ વડે કેટલેક કાળ નિર્ગમન કર્યો.
અન્યદા નિષધરાજાએ નળને રાજ્ય ઉપર અને કુબેરને યુવરાજ પદ ઉપર સ્થાપન કરીને વત ગ્રહણ કર્યું. પછી નળરાજા પ્રજાને પ્રજાવત (પુત્ર પુત્રીવત) પાળવા લાગે અને સર્વદા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેવા લાગ્યા. બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન અને શત્રુ રહિત એવા નળરાજાને ભુજપરાક્રમથી વિજય કરવાને કઈ પણ બીજો ભૂપતિ સમર્થ થયે નહીં. એક વખતે નળરાજાએ પોતાના ક્રમાગત સામંત વિગેરે બેલાવીને પૂછયું કે, “હું પિત્રોપાર્જિત ભૂમિ ઉપર રાજ્ય કરું છું કે તેથી અધિક ભૂમિ ઉપર રાજય કરું છું તે કહે.” તેઓ બોલ્યા- “તમારા પિતા નિષધ રાજાએ તો ત્રીજે અંશે ઉણા એવા આ ભરતાર્થને ભેગવ્યું હતું, અને તમે તો બધા ભરતાર્થને ભેગ છે; તેથી પિતાથી પુત્ર અધિક થાય તે યુક્ત જ છે. પણ આપને એટલું જણાવવાનું છે કે, અહીંથી બસે જન ઉપર તક્ષશિલા નામે નગરી છે, તેમાં કદંબ નામે રાજા છે, તે તમારી આજ્ઞાને માનતો નથી. અર્ધ ભરતના વિજયથી ઉત્પન્ન થયેલા તમારા યશરૂપ ચન્દ્રમાં તે એક દુવિનીત રાજા માત્ર કલંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org