Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રી વસુદેવ ચરિત્ર
[પર્વ ૮ મું અધિપતિ છે, તે તમને રૂચે છે? આ જયકેશરી રાજાનો પુત્ર શશિલમા છે, જે મૂત્તિ વડે કામદેવના જેવું છે, તે તમારા મનને શું આકર્ષણ કરતું નથી ? હે મહેચ્છા! આ રવિકુળમંડન જનુને પુત્ર યજ્ઞદેવ છે, જે ભૃગુકચ્છ નગરને અધિપતિ છે, તેની ઉપર ઈચ્છા થાય છે? પતિવરા ! આ ભરતકુળમાં મુગટ તુલ્ય માનવર્ધન રાજા છે, એ વિશ્વવિખ્યાત રાજાને પતિ તરીકે પસંદ કર. આ કુસુમાયુધને પુત્ર મુકુટેશ્વર છે, ચંદ્રને રેહિણી જેમ તું એની પત્ની થવાને ચોગ્ય છે. આ ઋષભસ્વામીના કુળમાં થયેલા કેશલ દેશને રાજા નિષધ છે, જે શત્રુઓને નિષેધ કરનાર અને પ્રખ્યાત છે આ તેને બળવાન કુમાર નળ નામે છે તે અથવા તેને અનુજ બંધુ આ કુબર છે તે તમારે અભિમત થાઓ.” તે વખતે કૃષ્ણને લક્ષમીની જેમ દવદંતીએ તત્કાળ નળના કંઠમાં સ્વયંવરની માળા આરોપણ કરી. તે સમયે “અહો ! દવદંતી ચોગ્ય વરને વરી,ગ્ય વરને વરી” એમ આકાશમાં ખેચરની વાણી પ્રગટ થઈ. તેવામાં જાણે બીજે ધૂમકેતુ હોય તે કૃષ્ણરાજ કુમાર પગ ખેંચીને તત્કાળ ઊભું થયું, અને તેણે આ પ્રમાણે નળને આક્ષેપ કર્યો-“અરે મૂઢ! આ દવદંતીએ તારા ગળામાં સ્વયંવરમાળા વૃથા નાખી છે, કેમકે હું છતાં બીજો કોઈ પણ તેને પરણવાને સમર્થ નથી, માટે તું એ ભીમરાજાની કન્યાને છોડી દે અથવા તે હથિયાર લઈને સામે થા, આ કૃષ્ણરાજને જીત્યા વિના તું શી રીતે કૃતાર્થ થઈશ?” આવાં તેનાં વચન સાંભળી નળ હસતે હસતે બે -“અરે અધમ ક્ષત્રિય! તને દવદંતી વરી નહીં તેથી તું ફેગટ શા માટે દુભાય છે? હું આ દવદંતીને વર્યો છું, તેથી તે તારે પરસ્ત્રી થઈ તે છતાં તું તેની અયોગ્ય ઈચ્છા કરે છે, તે હવે તું જીવતે રહેવાને નથી.” આ પ્રમાણે કહીને અગ્નિ જેવા અસહ્ય તેજવાળે તેમજ ક્રોધથી અધરને પ્રજાવતે નળ ખફગનું આકર્ષણ કરીને તેને નચાવવા લાગ્યો. પછી નળ અને કૃષ્ણરાજ બન્નેનું સૈન્ય મર્મભેદી આયુધ લઈ લઈને સહ્ય તૈયાર થઈ ગયું. એ વખતે દવદંતી વિચારવા લાગી કે, “અરે! મને ધિકાર છે કે મારે માટે જ આ પ્રલયકાળ પ્રાપ્ત થયે. અરે! શું હું ક્ષીણ પુણ્યવાળી છું. હે માતા શાસનદેવી! જે હું ખરેખર અરિહંતની ભક્ત હોઉં તે આ બને સૈન્યનું ક્ષેમ થશે અને નળરાજાને વિજય થજો.” એમ કહી તેણીએ પાણીની ઝારી લઈ તેના જળવડે ત્રણ અંજલિ તે અનર્થની શાંતિને માટે બને સિન્યની ઉપર છાંટી. તેમાંના કેટલાક છાંટા કૃષ્ણરાજના મસ્તક પર પડયા કે તરતજ તે બુઝાઈ ગયેલા અંગારાની જે નિસ્તેજ થઈ ગયે. શાસનદેવીના પ્રભાવથી વૃક્ષ ઉપરથી જેમ પાકું પાન ખરી પડે તેમ કૃષ્ણરાજના હાથમાંથી ખગ પડી ગયું. તે વખતે નિર્વિક થયેલા કૃષ્ણ સર્ષની જેમ હતપ્રભાવ થયેલા કૃષ્ણરાજે વિચાર્યું કે, “આ નળરાજા કોઈ સામાન્ય પુરૂષ નથી. તેની સાથે મેં જે ભાષણ કર્યું છે, તે વગર વિચારે કર્યું છે, માટે એ નળરાજા પ્રણામ કરવાને ચગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને કૃષ્ણરાજે આવેલા હતની જેમ નળની પાસે જઈને તેને અણુમ કર્યા. પછી લલાટપર અંજલિ જોડી વિનીત થઈને બોલ્યો-“હે સ્વામિના મેં આ અવિચારી કામ કર્યું છે, માટે મારો મૂર્ખને એ અપરાધ ક્ષમા કરે.” પ્રણત થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org