Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ ]. શ્રી ત્રિષષિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૧ ત્યાં આવ્યા. કુંડિકપતિ મહારાજાએ સર્વ રાજાઓનું અભિગમનપૂવક સ્વાગત કર્યું. “ઘેર આવેલા અતિથિએને માટે તેમજ કરવું ચોગ્ય છે.” પછી સમૃદ્ધિવડે પાલક વિમાનને અનુજ હોય તે સ્વયંવરમંડપ ભીમરથ રાજાએ રચાવ્યું. તે મંડપમાં વિમાનની જેવા સુંદર મંચ ગોઠવ્યા, અને તે પ્રત્યેક મંચની ઉપર મનહર સુવર્ણમય સિંહાસને મૂકવામાં આવ્યાં. પછી સમૃદ્ધિવડે સ્પર્ધા કરતા રાજાઓ સ્વયંવરને દિવસે અલંકાર અને વસ્ત્રો ધારણ કરીને જાણે ઇદ્રના સામાનિક દેવતા હોય તેમ તે સ્વયંવરમંડપમાં આવ્યા. સર્વે રાજાઓ શરીરની શોભાને વિસ્તારતા મંચની ઉપર બેઠા અને પછી વિવિધ જાતની ચેષ્ટાએથી પિતાનું ચાતુર્ય સ્પષ્ટ બતાવવા લાગ્યા. કોઈ યુવાન રાજા ઉત્તરીય વન ગપટ્ટ કરી પોતાના કરવડે ચલિત પત્રોથી મનહર એવા લીલા કમળને ફેરવવા લાગ્યા કેઈ કામદેવના કીર્તિરાશિની નિર્મળ વર્ણિકા (વાનકી) ની જેમ ભ્રમરની પેઠે મલ્લિકાના સુગંધી પુને સુંઘવા લાગ્યા કઈ યુવાન રાજકુમાર જાણે આકાશમાં બીજા મૃગાંકમંડળને રચવા ઈચ્છતા હોય તેમ પોતાના કરથી પુષ્પના દડાને ઉછાળવા લાગ્યા; કોઈ યુવાન નરેશ થાણે ક્ષણે કરની અંગુળીવડે ઘાટી કરતુરીથી પંકિત એવી પિતાની દાઢી મૂછને સ્પર્શ કરવા લાગ્યા કઈ યુવાન મુદ્રિકાઓનાં મણિએથી પ્રકાશિત એવા દઢ મુષ્ટિવાળા કરવડે દાંતની મુઠ મુષ્ટિમાં પકડીને નાની તરવારને નચાવવા લાગ્યા, ઉદાર બુદ્ધિવાળા કઈ ચતુર નૃપકુમાર કેતકીનાં પત્રને તોડી તેડીને કમળાના કમળ જેવાં સુંદર કમળને શું થવા લાગ્યા અને કેઈ આમળાંની જેવાં સ્થળ મુક્તાફળના કંઠમાં પહેરેલા હારને વારંવાર કરવડે સ્પર્શ કરવા લાગ્યા.
પછી દેવાલયને દેવી શોભાવે તેમ તે મંડપને શોભાવતી રાજકુમારી દવદંતી પિતાની આજ્ઞાથી ત્યાં આવી. મુક્તામણિના અલંકારોથી તેનાં સર્વ અવયવ અલંકૃત હતાં, તેથી તે પ્રકલિત મલિકાના જેવી દેખાતી હતી, વહેતી નીકના જળતરંગની જેવી તેણીના કુટિલ કેશની વેણી શોભતી હતી, સૂર્યના યુવરાજ જેવું સુંદર તિલક લલાટપર ધારણ કરેલું હતું, તેના કેશ કાજળના જેવા શ્યામ હતા, સ્તનમંડળ ઘાટા હતા, કદલીના ગર્ભત્વચા જેવાં મૃદુ વ પહેર્યા હતાં, સર્વ અંગે સ્વચ્છ શ્રીચંદનનું વિલેપન કર્યું હતું, અને તેનાં લોચન વિશાળ હતાં. આવી દવદંતીને જોતાં જ સર્વ રાજાઓનાં નેત્રો એકીસાથે તેની ઉપર પડ્યાં. પછી ભીમરાજાની આજ્ઞાથી અંતઃપુરની ચતુર પ્રતિહારીએ પ્રત્યેક રાજાને નામ લઈ લઈને વદંતીને એાળખાવવા માંડયાં. “હે દેવી! આ જિતશત્રુ રાજાને પુત્ર હતુપણુ રાજા શિશુમાર નગરથી આવેલ છે, તેના પર દષ્ટિ કરે. આ ઈવાકુ વંશમાં તિલકરૂપ, ગુણરત્નને ભંડાર ચંદ્રરાજાને પુત્ર ચંદ્રરાજ છે, તેને કેમ વરવાને ઈચ્છતા નથી? આ ચંપાનગરીના રાજા ધરણેને પુત્ર ભેગવંશમાં ઉત્પન્ન થયેલે સુબાહુ છે, તેને વરે કે જેથી તમે ગંગાનદીના જળકણવાળા પવનથી સેવાશે. આ હીતક નગરનો સ્વામી પવિત્ર ચંદ્રશેખર છે, તે બત્રીસ લાખ ગામને
૧ સામા જવાપૂર્વક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org