Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૫૯ શોભતાં દેવી દેવતા થયાં. ત્યાંથી ચ્યવીને ક્ષીરડિંડીર દેવતા આ ભરતક્ષેત્રમાં કેશલ નામના દેશમાં કેશલા નગરીને વિષે ઈફવાકુ કુળમાં જન્મ પામેલ નિષધ રાજાની મુંદરા રાણીની કુક્ષિથી નળ નામે પુત્ર થશે. તે રાજાને બીજે કુબર નામે પણ તેનાથી નાને પુત્ર થશે.
અહીં વિદર્ભ દેશમાં કુંડિન નામે નગર છે. તેમાં ભયંકર પરાક્રમવાળે ભીમરથ નામે રાજા છે, તેને પોતાની અતિ શ્રેષ્ઠ રૂપસંપત્તિથી સ્વર્ગની સ્ત્રીઓને પણ તિરસ્કાર કરનાર પુપદી નામે એક નિષ્કપટી રાણું છે, ધર્મ તથા અર્થના વિરોધ વગર કામ પુરૂષાર્થને સાધતે તે રાજા તેની સાથે નિર્વિદને સુખભગ ભોગવતો હતો. અન્યદા શુભ સમયે ક્ષીરડિંડીરા દેવકમાંથી ચ્યવીને પુષ્પદંતી રાણીના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે વખતે મને હર શય્યામાં સુખે સુતેલી રાણીએ રાત્રીનું અવસાને શુભ સ્વપ્ન જોઈને રાજાને જણાવ્યું કે, “હે સ્વામિન! આજે રાત્રીએ સુખે સૂતાં સ્વપ્નમાં વનાગ્નિએ પ્રેરેલે એક ત હસ્તી આપના યશસમૂહ જે ઉજ્જવળ આપના ઘરમાં આવતે મેં દીઠે છે.”
આ પ્રમાણે સાંભળીને સર્વ શાસ્ત્રરૂપ સાગરના પારગામી એવા રાજાએ તેને કહ્યું કે, હે દેવી! આ સ્વપ્નથી એમ જણાય છે કે કેઈ પુણ્યાત્મા ગભે આજે તમારા ઉદરમાં આવીને ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે રાજા રાણું વાર્તા કરતાં હતાં, તેવામાં જાણે દેવકમાંથી ચ્યવને અરાવણ હસ્તી આવ્યું હોય તે કોઈ વેત હસ્તી ત્યાં આવ્યો. રાજાના પુણ્યથી પ્રેરાયેલું હોય તેમ તે હસ્તીએ તત્કાળ રાજાને રાણી સહિત પિતાના સકંધ ઉપર ચડાવ્યાં અને નગરજનોએ પુષ્પમાલાદિકે પૂજેલે તે હાથી આખા નગરમાં ભમીને પાછો મહેલ પાસે આ અને ત્યાં તે રાજદંપતીને ઉતાર્યા. પછી તે ગજેંદ્ર પિતાની મેળે જ બંધન સ્થાનમાં આવીને ઊભો રહ્યો. તે વખતે દેવતાઓએ રત્ન અને પુની વૃષ્ટિ કરી. રાજાએ સુગંધી યક્ષકદમથી તે હાથીના આખા શરીર પર વિલેપન કરી ઉત્તમ પુથી અર્ચન કરીને તેની આરતી ઉતારી.
ગર્ભકાળ પૂર્ણ થતાં વ્યતીપાત પ્રમુખ અપગથી અદ્રષિત એવા દિવસે મેઘમાળા જેમ વિધુતને જન્મ આપે તેમ રાણીએ એક કન્યારત્નને જન્મ આપે. મહાપુરૂષના વક્ષસ્થળમાં શ્રી વત્સના ચિહ્નની જેમ એ કન્યાના લલાટમાં સૂર્યના જેવું તેજસ્વી તિલક જન્મની સાથેજ સહજ પ્રગટ થયેલું હતું. તે કન્યા પિતે સ્વભાવથી જ તેજસ્વી હતી, પણ તે તિલકથી સુવર્ણની મુદ્રિકા જેમ ઉપર જડેલા રત્નથી ચળકે તેમ વિશેષ ચળકતી હતી. તે પુત્રીના જન્મના પ્રભાવથી અતુલ્ય પરાક્રમી ભીમરથ રાજાના ઉગ્ર શાસનને અનેક રાજાઓ મસ્તક પર ધારણ કરવા લાગ્યા.
જ્યારે તે કન્યા ઉદરમાં હતી ત્યારે રાણીએ દાવાનળથી ભય પામીને આવેલા શ્વેત દંતી (હસ્તી)ને જે હતો, તેથી કુંઠિન પતિએ પૂર્ણ પાસે તે કન્યાનું દવદંતી' એવું નામ પાડ્યું. જે નામ સર્વત્ર હર્ષ સંપત્તિના નિધાન તુલ્ય થઈ પડ્યું. જેના મુખના સુગંધી નિઃશ્વાસ ઉપર જમરાની શ્રેણી ભમી રહી છે એવી એ બાળા દિવસે દિવસે વધતી શિંખણ
૧ એનું જ “દમય તી” એવું બીજું નામ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org