Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સંણ 9 ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૬૩ કૃષ્ણરાજને સારી રીતે લાવીને નળે વિદાય કર્યો. ભીમરથ રાજા પિતાના જમાઈના આવા ગુણે જઈને પોતાની પુત્રીને પુણ્યશાળી માનવા લાગે.
પછી આવેલા સર્વ રાજાઓને સકારપૂર્વક વિદાય કરીને તેણે નળ અને દવદંતીને વિવાહોત્સવ કર્યો. નળરાજાના વિવાહોત્સવમાં ભીમરાજાએ હમેચન વખતે પિતાના વૈભવ પ્રમાણે હાથી ઘેડ વિગેરે ઘણી સમૃદ્ધિ આપી. પછી કંકણ લીધેલા તે નવીન વરવધૂએ ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓનાં મંગળ ગીતની સાથે ગૃહત્યમાં આવીને દેવવંદન કર્યું, અને રાજા ભીમરથ તથા નિષધે મોટા ઉત્સવથી તેમનું કંકણમેચન કરાવ્યું. પછી ભક્તિવાળી ભીમે પુત્ર સહિત નિષધ રાજાને સત્કાર કરીને વિદાય કર્યા અને પોતે જરા દૂર સુધી વળોટાવા ગયો. “કેમાં એવી મર્યાદા છે.” પતિની પછવાડે જતી દવતીને માતાએ શીખામણ આપતાં કહ્યું, “હે પુત્રી ! આપત્તિ આવે તો પણ દેહની છાયાની જેમ પતિને ત્યાગ કરીશ નહિ.” પછી માતાપિતાની રજા લઈ દવદંતી રથમાં બેઠી એટલે નળે તેને પિતાના મેળામાં બેસાડી.
' પછી કેશલદેશના રાજા નિષધે કેશલાનગરી તરફ પ્રયાણ કર્યું. તે વખતે તેના ગજે કોના ઘાટા મદવડે બધી પૃથ્વી કસ્તૂરીની જેમ સિંચાવા લાગી. ઘડાઓની ખરીથી લાતી પૃથ્વી કાંસીના તાળની જેમ શબ્દ કરવા લાગી, રોના પિડાંઓની રેખાઓવડે સર્વ માર્ગો ચિત્રાઈ ગયા. પરસ્પર ઘાટા પાયદળના ગમનથી સર્વ પૃથ્વી ઢંકાઈ ગઈ, ઊંટેએ માર્ગના વૃક્ષને પત્ર રહિત કરી દીધા, સને કરેલા જળપાનથી જળાશમાં કાદવજ અવશેષ રહ્યો, અને સન્ય ચાલતાં ઉડેલી રજથી આકાશમાં પણ બીજી પૃથ્વી થઈ ગઈ આ પ્રમાણે ચાલતાં નિષધરાજાને માર્ગમાં જ રવિ અસ્ત પામી ગયે, એટલે જળથી રાફડાની જેમ અંધકારથી બધું બ્રહ્માંડ પૂરાઈ ગયું. એમ છતાં પણ પિતાની નગરીના દર્શનમાં ઉત્કંઠિત એ નિષધશજા આગળ ચાલતાં અટકો નહીં; કેમકે “પિતાને નગરે પહોંચવાની ઉત્કંઠા કને પ્રબળ હોતી નથી ?” જ્યારે અંધકારનું એક છત્ર રાજ્ય થયું, ત્યારે સ્થળ, જળ, ગર્તા (ખાડા) કે વૃક્ષ વિગેરે સર્વ અદય થઈ ગયું. અંધકારથી દષ્ટિને રોધ થતાં ચતુરિંદ્રિય પ્રાણી જેવા થઈ ગયેલા પોતાના સૈન્યને જોઈને નળકુમારે ઉત્સુગમાં સૂતેલી દવદંતીને કહ્યું-“દેવી! ક્ષણવાર જાગો. યશસ્વિની ! અંધકારથી પીડિત એવા આ સિન્ય ઉપર તમારા તિલકરૂપ સૂર્યને પ્રકાશિત કરો. પછી દવદંતીએ ઊઠીને તિલકને માર્જન કર્યું, એટલે અંધકારરૂપ સર્પમાં ગરૂડ જેવું તે તિલક ઘાણું પ્રદીપ્ત થઈ ચળકવા લાગ્યું. પછી સર્વ સૈન્ય નિર્વિને ચાલવા લાગ્યું. “પ્રકાશ વિના લેકો જીવતાં છતાં મૃતવત્ છે.”
આગળ ચાલતાં પખંડની જેમ પ્રમરેએ આસપાસથી આસ્વાદન કરાતા એક પ્રતિમા ધારી મુનિ નળરાજાના લેવામાં આવ્યા. તેમને જોઈ નળકુમારે પિતાને કહ્યું- “સ્વામિન! આ મહર્ષિને જુએ, અને તેમને વાંધીને માગનું પ્રાસંગિક ફળ પ્રાપ્ત કરે. આ કાત્સગે રહેલા મુનિના શરીર સાથે કેઈમધારી ગજે ગંડસ્થળની ખુજલી ખણવાની ઇચ્છાએ વૃક્ષની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org