Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૫૮] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮ મું લેવામાં આવ્યા. તે મુનિ ઉપવાસથી કૃશ થઈ ગયેલા હતા, વનહસ્તીની જેમ વૃષ્ટિને સહન કરતા હતા, અને પવને હલાવેલા વૃક્ષની જેમ તેમનું સર્વ અંગ શીતની પીડાથી કંપતું હતું. આ પ્રમાણે પરીષહને સહન કરતા તે મુનિને જોઈ અન્યને અનુકંપા આવી, તેથી તત્કાળ તેણે પિતાની છત્રી તેમના મસ્તક પર ધરી રાખી. જ્યારે ધન્ય અનન્ય ભક્તિથી તેમની ઉપર છત્રી ધરી ત્યારે વસ્તીમાં રહેતા હોય તેમ તે મુનિનું વૃષ્ટિકષ્ટ દૂર થઈ ગયું. દુર્મદ મનુષ્ય જેમ મદિરાપાનથી નિવૃત્ત ન થાય તેમ મેઘ વરસવાથી કિચિત પણ નિવૃત્ત થયે નહીં; તથાપિ એ શ્રદ્ધાળુ ધન્ય છત્રી ધરી રાખવાથી કંટાળો પામ્યો નહીં; પછી એ મહામુનિ વૃષ્ટિમાં કરેલા ધ્યાનથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે એ મેઘ પણ ક્રમયોગે વૃષ્ટિથી નિવૃત્ત થશે. પછી ધન્ય તે મુનિને પ્રણામ કરી ચરણસંવાહનાપૂર્વક અંજલિ જોડીને પૂછ્યું-“હે મહર્ષિ! હાલ વિષમ એ વર્ષાને સમય વર્તે છે, અને પૃથ્વી કાદવવડે પીડાકારી થઈ પડી છે, આવા સમયમાં પ્રવાસથી અજાણ્યા છે તેમ આપ અહીં કયાંથી આવી ચડયા?' મુનિ બેલ્યા–“ભદ્ર! હું પાંડુ દેશથી અહીં આવેલ છું, અને ગુરુના ચરણથી પવિત્ર એવી લંકા નગરીએ જવાનું છે. મને ત્યાં જતાં અહીં અંતરાયકારી વર્ષાઋતુ પ્રાપ્ત થઈ અને ધારાધર મેઘ અખંડ ધારે વરસ શરૂ થશે. મેઘ વરસતે હેય ત્યારે મહર્ષિઓને ગમન કરવું અયુકત છે તેથી વૃષ્ટિને અંત આવે ત્યાં સુધી અભિગ્રહ લઈ કાર્યોત્સર્ગ કરીને હું અહીં રહ્યો હતો. હે મહાત્મન આજે સાતમે દિવસે વૃષ્ટિ વિરામ પામી, તેથી મારો અભિગ્રહ પૂર્ણ થતાં હવે હું કઈ પણ નિવાસસ્થાનમાં જઈશ.” ધન્ય હર્ષથી બે-“હે મહર્ષિ ! આ મારો પાડે છે તે ઉપર શિબિકાની જેમ ચડી બેસો, કારણ કે આ ભૂમિ કાદવને લીધે દુઃખે ચાલી શકાય તેવી થઈ ગઈ છે. મુનિ બોલ્યા- હે ભદ્ર! મહર્ષિએ કોઈ પણ જીવ ઉપર આરોહણ કરતા નથી. બીજાને પીડા થાય તેવું કર્મ તેઓ કદિ પણ આચરતા નથી. મુનિઓ તે પગેજ ચાલનારા હોય છે. આમ કહીને તે મુનિ ધન્યની સાથે નગર તરફ ચાલ્યા. નગરમાં પહોંચ્યા પછી ધન્ય મુનિને નમી અંજલિ જોડીને કહ્યું, “મહાત્મન ! જ્યાં સુધી હું ભેશને દોઈ આવું ત્યાં સુધી તમે અહી’ રાહ જુવે.” એમ કહી પિતાને ઘેર જઈ ભેંશને દોઈને તે એક દુધને ઘડે ભરી લાવ્યો. પછી પોતાના આત્માને અતિ ધન્ય માનતા ધન્ય તે દુધવડે અતિ હર્ષથી તે મુનિને પુછયના કારણભૂત પારણું કરાવ્યું. તે મહર્ષિએ નગરમાં રહીને વર્ષાઋતુ નિર્ગમન કરી. પછી ઇશુદ્ધિવર્ટ ઉચિત એવે માર્ગે ચાલતા તે મુનિ પિતાને યોગ્ય સ્થાનકે ગયા.
ધન્ય પાષાણખા જેવું સ્થિર સમકિત ધારણ કરી પોતાની સ્ત્રી પુસરીની સાથે ચિક્કાળ આવકવતા પાળવા લાગ્યા. કેટલેક કાળે ધન્ય એવાં તે ધુસરી અને ધન્ય ચારિત્ર ગ્રહણ કર્યું, અને સાત વર્ષ સુધી તેનું પ્રતિપાલન કરીને તેઓ સમાધિથી મૃત્યુ પામ્યાં. મુનિને દુધનું દાન કરવાથી પાર્જન કેરલા પુયવડે તેઓ કઈ લેહ્યાવિશેષથી હિમવંત ક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી આ અને રૌદ્ધ ધ્યાન વગર મૃત્યુ પામીને તેઓ ક્ષીરડિંડોર અને ક્ષીરડિંડોરા નામે દાંપત્યપણૂાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org