________________
૨૫૬] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮મું માળા તેના કંઠમાં આરોપણ કરી. તે વખતે કુબેરની આજ્ઞાથી આકાશમાં દુંદુભિનાદ થયા. અસરાઓ ઉસુક અને માંગલ્યનાં સરસ ગીતો ગાવા લાગી, “અહો ! આ હરિશ્ચન્દ્ર રાજાને ધન્ય છે કે જેની પુત્રી જગત્પધાન પુરૂષને વરી.” આવી આકાશવાણી ઉત્પન્ન થઈ અને કુલાંગના જેમ લાજા (ધાણી) ની વૃષ્ટિ કરે તેમ કુબેરની આજ્ઞાથી દેવતાઓએ સદ્ય વસુધારાની વૃષ્ટિ કરી. પછી હર્ષનું એકછત્ર રાજ્ય વધારતો વસુદેવ અને કનક્વતીને વિવાહત્સવ થ.
પછી વસુદેવે કુબેરને પૂછયું કે “તમે અહીં કેમ આવ્યા તેનું કારણ જાણવાનું મને કૌતુક છે.” આવા પ્રશ્નના ઉત્તરમાં જેણે વિવાહકંકણ બાંધેલું છે એવા વસુદેવને કુબેરે કહ્યું-“હે કુમાર ! મારૂં અહીં આવવાનું કારણ સાંભળે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અષ્ટાપદ ગિરિની પાસે સંગર નામે નગર છે. તે નગરમાં મમ્મણ નામે રાજા હતા, અને તેને વીરમતી નામે રાણી હતી. એક વખતે એ રાજા રાણી સહિત શીકાર કરવાને માટે નગરની બહાર ચાલ્યું. રાક્ષસના જેવા શુદ્ર આશયવાળા તે રાજાએ પિતાની સાથે કઈ સંઘની ભેગા ચાલ્યા આવતા મળમલિન સાધુને જોયા, “આ મારે અપશુકન થયું કે જે મને મૃગયાના ઉત્સવમાં વિઘકારી થશે.” આ પ્રમાણે વિચારી તેણે ચૂથમાંથી હાથીને રેકે તેમ સંઘ સાથે આવતા તે મુનિને રોક્યા. પછી શીકાર કરી આવીને રાજા રાણીની સાથે રાજદ્વારમાં પાછા ગ, અને મુનિને બાર ઘડી સુધી દુખમય સ્થિતિમાં રાખ્યા. ત્યારપછી તે રાજદંપતીએ દયા આવવાથી તે મુનિને પૂછ્યું કે, “તમે કયાંથી આવ્યા છે અને કયાં જાઓ છો તે કહે.” મુનિ બોલ્યા “હું હિતક નગરથી અષ્ટાપદ ગિરિ પર રહેલા અહંત બિંબને વાંદવાને માટે સંઘની સાથે જતો હતો, પણ તમે મને સંઘથી વિજિત કર્યો, જેથી હું અષ્ટાપદ તીર્થે જઈ શકે નહીં; પણ આ ધર્મકાર્ય કરતાં મને અટકાવવાથી તમે મહા મેટું અંતરાય કર્મ બાંધ્યું છે.” આ પ્રમાણે તે મુનિનાં વચન સાંભળીને તે દંપતી લઘુકમી હેવાથી મુનિની સાથે વાર્તા કરતાં તત્કાળ દુઃસ્વપ્નની જેમ કેપને ભૂલી ગયા. પછી પોપકારબુદ્ધિવાળા તે મુનિએ તેમને આદ્ર હૃદયવાળાં જાણીને જીવદયાપ્રધાન શ્રી આહત ધર્મને ઉપદેશ કર્યો, એટલે જન્મથી માંડીને ધર્મના અક્ષરોથી જેમના કાન જરા પણ વિંધાણું નથી એવાં તે દંપતી ત્યારથી કાંઈક ધર્મની અભિમુખ થયાં. પછી તેમણે ભક્ત પાનથી ભક્તિવડે તે મુનિને પ્રતિલાભિત કર્યા, પ્રિય અતિથિની જેમ તેમને ચગ્ય સન્માનપૂર્વક સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો અને રાજસભાવ વડે બીજા લેકેનું નિવારણ કરીને તે દંપતી પિતે જ નિરંતર તે મુનિને પ્રતિલાભિત કરવા લાગ્યાં. કર્મરોગથી પીડિત એવાં એ દંપતીને ધર્મજ્ઞાનરૂપી ઔષધ આપી તેમની સંમતિ લઈને કેટલેક કાળે તે મુનિ અષ્ટાપદ ગિરિ ગયા. તે દંપતીએ મુનિના બહુ કાળના સંસર્ગથી શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા અને કૃપણ પુરૂષ જેમ ધનને જાળવે તેમ તેઓ યતથી તે વ્રતનું પાલન કરવા લાગ્યાં.
૧ રાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org