________________
૨૪૮] Aug શ્રી વસુદેવ ચરિત્ર
[પર્વ ૮ મું લક્ષમીના માંગયચામર જેવા તે હંસને પકડી લીધા. પછી તે પદ્માક્ષી સુખસ્પર્શવાળા પિતાના કરકમળથી ક્રીઠાકમળની જેમ તે મરાળને રમાડવા લાગી. શિરીષ જેવા કેમળ હાથથી તેણે બાળકના કેશપાશની જેમ તેના નિર્મળ પિંછાના કેશને માજિત કર્યો. પછી કનકવતીએ સખીને કહ્યું કે “હે સખિ! એક કાષ્ઠનું પિંજર લાવ કે જેમાં હું આ પક્ષીને ક્ષેપન કરું, કારણકે પક્ષીઓ તે વિના એક ઠેકાણે સ્થાયી રહેતાં નથી. કનવતીના કહેવાથી તેની સખી કાનું પિંજર લેવા ગઈ, એટલે તે રાજહંસ માનુષી વાણુથી આ પ્રમાણે બલ્ય-“હે રાજપુત્રી ! તું ચતુર છે, તે છતાં મને પિંજરામાં કેમ પૂરે છે? મને છેડી દે, હું તને એક પ્રિયના ખબર આપું.” આ પ્રમાણે રાજહંસને માનુષી વાણી બેલતો જોઈ રાજકુંવરી વિસ્મય પામી અને પ્રિય અતિથિની જેમ તેને ગીરવતાથી આ પ્રમાણે કહ્યું-“હે હંસ! તું તો ઉલટ પ્રસાદપાત્ર થયે; માટે તે પ્રિય કોણ છે, તે કહે.” “અધીર કહેલી વાર્તા સાકરથી પણ મધુર લાગે છે” હંસ બે-“કૌશલા નગરીમાં ખેચરપતિ કોશલ રાજાને સુકેશલા નામે એક દુહિતા છે તે સુકેશલાને યુવાન પતિ શ્રેષ્ઠ સોંદર્યનું સ્થાન છે અને તેને જોઈને સર્વ રૂપવાનની રેખા પણ લગ્ન થાય છે. સુંદરી! તમને વધારે શું કહું? એ સુકોશલાના પતિનું એવું સૌંદર્ય છે કે તેના નમુનાનું રૂપ જે હોય તો માત્ર દર્પણમાંજ છે, બીજે નથી. હે મનસ્વિની! જેમ તે યુવાન રૂપસંપત્તિવ નરશિરોમણિ છે, તેમ તું પણ રૂ૫સંપત્તિથી સર્વ નારીમાં શિરમણિ છે. હું તમારા બંનેનાં રૂપને જેનાર છું, તેથી તમારા બંનેને સમાગમ થાય તેવી ઈચ્છાથી તેને વૃત્તાંત મેં તને જણાવ્યું છે, અને હે ભદ્ર! તારે સ્વયંવર સાંભળી મેં તેની પાસે પણ તારૂં એવું વર્ણન કરેલું છે કે જેથી તે સ્વેચ્છાએ તારા સ્વયંવરમાં આવશે. નક્ષત્રોમાં ચંદ્રની જેમ સ્વયંવરમંડપમાં ઘણુ રાજાઓની વચમાંથી અનલ્પ તેજવડે તે નરરત્નને તું ઓળખી લેજે. હવે તું મને છોડી દે. તારું કલ્યાણ થાઓ. મને પકડવાથી તારે અપવાદ થશે, અને હું છું રહેવાથી વિધિની જેમ તારા પતિને માટે પ્રયત્ન કરીશ.” આ પ્રમાણે હંસની વાણી સાંભળી કનકવતી વિચારવા લાગી કે “ક્રિીડામાત્રથી હંસના રૂપને ધારણ કરનાર આ કેઈ સામાન્ય પુરૂષ નથી, તેથી એના વડે જરૂર મને પતિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિચાર કરી તેણે હંસને છેડી દીધે, એટલે તે તેના હાથમાંથી આકાશમાં ઉડડ્યો, અને ત્યાં રહી કનકવતીના ઉત્સંગમાં એક ચિત્રપટ નાંખીને કહ્યું કે હે ભદ્ર! જે મેં તે યુવાન પુરૂષને જે છે, તેમજ આ ચિત્રપટમાં આલેખેલે છે. તે જોઈને અહીં આવે ત્યારે તે પુરૂષને ઓળખી લેજે.” કનકવતી પ્રસન્ન થઈ અંજલિ જેડીને બોલી-હે હંસ! તમે કહ્યું છે ?? તે કહેવાને મારી ઉપર અનુગ્રહ કરો.” પછી હંસના વાહન ઉપર ફરનાર એક ખેચર પ્રગટ થયે અને કાનના કુંડળને ચલિત કરો તેમજ દિવ્ય અંગરાગ તથા નેપથ્યને ધારણ કરતે તે આ પ્રમાણે સત્ય વચન બે -“હે વરાનને ! હું ચંદ્રાત૫ નામે ખેચર છું, અને તમારા ભવિષ્યત પતિના ચરણની સેવામાં તત્પર છે. વળી તે નિરઘે છે ! વિદ્યાના પ્રભાવથી બીજુ
૧ શ્રેષ્ઠ મુખવાળી, ૨ પાપ વિનાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org