________________
[૨૫૩
સગ ૩ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ઊંચા કિલ્લાવાળો તે પ્રાસાદ જે. પછી હળવે હળવે વસુદેવ તેની ઉપર ચડ્યા, એટલે સાતમી ભૂમિકાએ શ્રેષ્ઠ સિંહાસન પર બેઠેલી રાજકુમારી કનકવતી તેમના જેવામાં આવી. તેણે કલ્પલતાની જેમ દિવ્ય અલંકાર અને નેપથ્ય ધારણ કર્યા હતાં, સર્વ ઋતુઓના પુષ્પના આભરણથી તે સાક્ષાત્ વનલક્ષમી જેવી દેખાતી હતી, જન્મથી વિધાતાની સૃષ્ટિમાં તે રૂપલક્ષ્મીની સર્વસ્વ હતી, એકલી છતાં પરિવારવાળી હતી અને ચિત્રપટમાં આલેખેલા પુરૂષના રૂપને તન્મય થઈને જતી હતી. વસુદેવ જ્યારે તેની આગળ જઈને ઊભા રહ્યા, ત્યારે જાણે બીજું ચિત્રપટનું રૂપ હોય તેવા તે દશાહને જઈ ઈષ્ટાગમનના જ્ઞાનથી તે પ્રાતઃકાળના કમળની જેમ વિકાસ પામી ગઈ વસુદેવને જોઈને હર્ષવડે ઉસ પામેલી કનકવતી ક્ષણમાં વસુદેવને અને ક્ષણમાં ચિત્રને વારંવાર અઢાંત નેત્રે જેવા લાગી. પછી કમળની જેમ નેત્રોથી વસુદેવનું અર્ચન કરતી તે રાજબાળા તત્કાળ સિંહાસન ઉપરથી ઊભી થઈ અને અંજલિ જેડીને બેલી -“હે સુંદર! મારા પુણ્યથી તમે અહીં આવ્યા છે, હું તમારી દાસી છું.' આ પ્રમાણે કહીને તે વસુદેવને નમવા તત્પર થઈ, એટલે તેને નમતી અટકાવીને વસુદેવે કહ્યું “મહાશ! હું કેઈને ભત્ય છું અને તમે સ્વામિની છે તેથી મને નમે નહીં, જે તમારે નમવા ચોગ્ય હોય તેને પ્રણામ કરવાને તમે ગ્ય છે. વળી જેનું કુળ જાયું નથી તેવા મારા જેવા ભૂત્યને વિષે તમે આવું અનુચિત કરે નહીં.” કનકવતી બોલી “તમારૂં કુળાદિક સર્વ મેં જાણી લીધું છે અને તમે જ મારા પતિ છે. દેવતાએ કહેલા અને આ ચિત્રપટમાં રહેલા તે તમે જ છે.” વસુદેવ બેલ્યા-“ભદ્રે ! હું તમારે પતિ નથી, પણ દેવતાએ જે તમારે પતિ કહેલ તે પુરૂષને હું સેવક છું. તે પુરૂષ કેણુ છે તે સાંભળો. ઇંદ્રના ઉત્તર દિશના સ્વામી (કપાળ) અને તમારા મુખકમળમાં ભ્રમરરૂપ જગવિખ્યાત કુબેર તમારા સ્વામી છે, અને હું તેને સેવક તેમ જ દૂત છું. તેની આજ્ઞાથી તમને પ્રાણું છું કે તમે તે મહાપુરૂષના અનેક દેવીઓએ સેવાતા મુખ્ય પટ્ટરાણું થાઓ.” પછી ધનદના નામગ્રહણપૂર્વક તેને નમસ્કાર કરીને કનકવતી બોલી–અરે! તે ઇંદ્રના સામાનિક દેવ કયાં અને કીટકપ્રાય હું માનુષી કયાં! તેણે મારી પાસે જે તમને કૂતપણું કરાવ્યું છે તે અનુચિત અને ક્રીડામાત્ર છે, કેમકે પૂર્વે કઈ પણ માનુષી સ્ત્રીને દેવતા સાથે એ સંબંધ થયે નથી.” વસુદેવ બોલ્યા–“હે ભદ્ર! જે તમે દેવતાના આદેશને અન્યથા કરશે તે દવદંતીની જેમ મોટા અનર્થને પામશે.” કનકાવતી બોલી–“ધનદ (કુબેર) એટલા અક્ષરો સાંભળવાથી મારા પૂર્વ જન્મના સંબંધને લીધે કઈ કાને તેની ઉપર ભાર મન ઉતા ધરે છે પણ આ ગધી દારિક શરીરના ગધને અમૃતજી દેવતાઓ સહન કરી શકતા નથી, એવા શ્રી અતિ પ્રભુનાં વચન છે. તેથી હતપણાના મિષથી ગુપ્ત રહેલા તમે જ મારા પતિ છે, માટે તે ઉત્તર દિશાના પતિ કુબેર પાસે જઈને તમે આ મારાં વચન કહેજે કે-“હું માનુષી છું, તે તમારાં દર્શનને પણ ચગ્ય નથી, હું કે જે સાત ધાતુમય શરીરવાળી છું, તેને તમે પ્રતિકારૂપે પૂજ્ય છે.”
આવાં કનકવતીનાં વચન સાંભળીને વસુદેવ કઈ ન જુવે તેમ અદશ્યપણે જે માર્ગે આવ્યા હતા તેજ મા પાછા કુબેરની પાસે આવ્યા. પછી વસુદેવ તે વૃત્તાંત કહેવાને આરંભ કરતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org