Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રી વસુદેવ ચરિત્ર
[ પ ૮ મુ'
૨૫૨ ] તર'ગિત, જળસહિત વાપીના ભ્રમને ઉત્પન્ન કરતું રાજગૃહ તેણે જોયુ. તેમાં દિવ્ય આભરણુ ધરનારી અને અપ્સરા જેવી સ્વરૂપવાન સમાન વયની સ્ત્રીઓનું મેટું વૃંદ તેમના જોવામાં આવ્યું. પછી વસુદેવે સુવણુ મય સ્ત'ભવાળી, મણિમય પુતળીઓવાળી અને ચલાયમાન વજાએ વાળી ખીજી કક્ષામાં પ્રવેશ કર્યાં. આગળ ચાલતાં ઐરાવત હાથી જેમ ક્ષીરસાગરમાં પેસે તેમ ક્ષીરતરંગ જેવી ઉજ્જવળ ત્રીજી કક્ષામાં પ્રવેશ કર્યાં. તેમાં સ્વગમાં ન સમાવાથી અપ્સરાએજ જાણે અહીં આવી હાય નહીં તેવી દિવ્ય આભૂષણેાથી ઘણી સ્ત્રીઓ રહેલી હતી. પછી ચેાથી કક્ષામાં પ્રવેશ કર્યાં. ત્યાં તરંગેાથી તરલ અને હુ'સપ્રમુખ પક્ષીઓથી વ્યાપ્ત જળકાંત મણિમય જમીન જોવામાં આવી. તેવી જમીનમાં તેમજ ભીંતામાં દણુ વિના પશુ પેાતાના આત્માનું અવલેાકન કરતી અને ઉત્તમ શૃંગાર ધારણ કરતી કેટલીક અંગનાએ તેમના જોવામાં આવી. વળી ત્યાં મૈના પેાપટના માંગળિક ઉચ્ચાર તેમના સાંભળવામાં આવ્યા અને ગીતનૃત્યમાં આકુળ દાસીવગ પણ દૃષ્ટિએ પડયો. ત્યાંથી વસુદેવે પાંચમી કક્ષામાં પ્રવેશ કર્યાં. ત્યાં સ્વગૃહના જેવી મનેહર મરકત મણિની ભૂમિ તેમના જોવામાં આવી. તેમાં મેાતી અને પરવાળાની માળાએ તથા લટકતા ચામરા માયાકૃતિએ રચેલા ડાય તેવા જોવામાં આવ્યા. વળી સુંદર રૂપ તથા વેષવાળી અને રત્નાલાકારાએ ભરપૂર એવી કેટલીક દાસી જાણે સ્ત'ભપર લગ્ન થયેલી પુતળીએ હાય તેવી જોવામાં આવી. ત્યાંથી છઠ્ઠી કક્ષામાં પ્રવેશ કર્યાં. ત્યાં દિવ્ય સરાવરના જેવી સત્ર પદ્મરાગ મણિની ભૂમિ જોવામાં આવી, તેમાં દિવ્ય અંગરાગે પૂર્ણ મણિનાં પાત્રો અને દેવતાઈ વસ્ત્રો તેના જોવામાં આવ્યાં. તેમજ કીરમજના રંગવાળાં રેશમી વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી મૂત્તિમાત્ સંધ્યા જેવી અનેક મૃગાક્ષીએ તેની દૃષ્ટિએ પડી. ત્યાંથી સાતમી કક્ષામાં ગયા, ત્યાં વાહિતાક્ષ મણિના સ્તંભવાળી કરકેતન મણિની ભૂમિ જોવામાં આવી. તેમાં કલ્પવૃક્ષા, પુષ્પાનાં આભૂષણે! અને જલપૂર્ણ કળશ તથા કમ`ડળાની શ્રેણીઓ તેણે જોઇ. વળી અનેક કળાઓને જાણનારી સદેશની ભાષામાં પ્રવીણ અને ગંડસ્થળપર લટકી રહેલાં કુંડળાવાળી કેટલીક છડી ધરનારી સુલેાચનાએ પણ તેના દેખવામાં આાવી. તેને એઈને વસુદેવ ચિ'તવવા લાગ્યા કે ‘આટલી છડીદાર સ્ત્રીએથી નીરધ્ર પવૃિત્ત' એવા આ ગૃહમાં કોઈને પ્રવેશ કરવાના અવકાશ નથી.' આ પ્રમાણે વસુદેવ વિચાર કરતા હતા તેવામાં લીલામાત્રથી કનકકમળને હાથમાં ધારણ કરતી દિવ્ય વેષવાળી એક દાસી પક્ષદ્વારના ભાગથી અહાર આવી. તેને જોઈ ને બધી છડીદાર વામાએ સસ’ભ્રમથી પૂછવા લાગી કે ‘ રાજકુમારી કનકવતી કચાં છે? અને શું કરે છે?' તે દાસીએ કહ્યું કે−‘હાલ તે પ્રમદવનના પ્રાસાદમાં દિવ્ય વેષ ધારણ કરીને રાજકુમારી કનકવતી એકલા કેાઈ દેવતાની સાંનિધ્યે બેઠાં છે.” તે સાંભળી રાજકુમારીને ત્યાં બેઠેલી જાણીને દાસી આવી હતી તે પક્ષદ્વારના માર્ગે જ વસુદેવ તે તરફ જવા માટે બહાર નીકળ્યા અને પ્રમદ્રવનમાં આવ્યા. ત્યાં સાત ભૂમિકાવાળા અને ક્રૂરતા
૧ બીલકુલ માગ વિનાના ૨ પડખેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org