Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૫૦] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮મું તેને અર્પણ કર્યો. પૂર્ણિમાના ચંદ્ર જેવા તમને ચિત્રપટમાં જોઈ તેનાં લચને હર્ષ થી ચંદ્રકાત મણિની જેમ અવારી છોડયો. પછી જાણે પોતાના વિરહના સંતાપને ભાગ તમને આપવાને ઈચ્છતી હોય તેમ તમારી મૂર્તાિવાળા પટને તેણે હૃદયપર ધારણ કર્યો. પછી યંત્રની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રુ વર્ષાવતી અને ગૌરવથી વસ્ત્રના છેડાને ઉતારતી તે અંજલિ જોડીને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગી–“અરે ભદ્ર! મારા જેવી દીન બાળાની ઉપેક્ષા કર નહીં, કેમકે તારા જેવો બીજે કઈ મારે હિતકારી નથી. મારા સ્વયંવરમાં તે પુરૂષને તું જરૂર તેડી લાવજે. “હે નાથ! આજે કૃષ્ણ દશમી છે, અને આવતી શુકલપંચમીએ દિવસના પ્રથમ ભાગમાં તેને સ્વયંવર થવાનું છે, તે હે સ્વામિન? તેના સ્વયંવરોત્સવમાં તમારે જવું યોગ્ય છે. તમારા સંગમની આશારૂપ જીવનઔષધિથી જીવતી એ બાળા તમારા અનુગ્રહને ગ્ય છે.” વસુદેવ બોલ્યા- “હે ચંદ્રાપ! સાયંકાળે સ્વજનની રજા લઈને હું તે પ્રમાણે કરીશ. તું ખુશી થા અને મારી સાથે આવવાને તું પ્રમાદવનમાં તૈિયાર રહેજે કે જેથી તેના સ્વયંવરમાં તું તારા પ્રયત્નનું ફળ જઈશ.” - આ પ્રમાણે વસુદેવે કહ્યું એટલે તત્કાળ તે યુવાન વિદ્યાધર અંતર્ધાન થઈ ગયા. વસુદેવ ઘણે હર્ષ પામી શય્યામાં સૂઈ ગયા. પ્રાતઃકાળે સ્વજનોની રજા લઈ અને પ્રિયાને જણાવી વસુદેવ પેઢાલપુર નગરે આવ્યા. રાજા હરિશ્ચઢે સામા આવી વસુદેવને લક્ષમીરમણ નામના ઉઘાનમાં ઉતારે આ. અશેકપલ્લવથી રાતા, ગુલાબના સુગંધથી શોભિત, કેતકીના કુસુમથી વિકસિત, સપ્તછરની ખુશબોથી સુગંધિત, કૃષ્ણ ઈશુના સમુહથી વ્યાપ્ત અને ડોલરની કળીઓથી દેતુર એવા તે ઉદ્યાનમાં દષ્ટિને વિનેદ આપતા વસુદેવ વિશ્રાંતિ લઈને રહ્યા. પછી કનકવતીના પિતાએ પિતાના વૈભવને ચોગ્ય એવી તે પૂજ્ય વસુદેવની પૂજા કરી. પૂર્વે નિષ્પાદન કરેલા તે ઉદ્યાનમાંહેના પ્રાસાદોમાં અને ઘરમાં જતાં આવતાં ઉઘાનસ્થિત વસુદેવે આ પ્રમાણે લેવાયકા સાંભળી કે પૂર્વે આ ઉદ્યાનમાં સુર, અસુર અને નરેશ્વરાએ સેવિત શ્રી નમિનાથ પ્રભુનું સમવસરણ થયેલું હતું તે વખતે આ ઉદ્યાનમાં દેવાંગનાઓની સાથે લક્ષ્મીદેવી અહંતા પ્રભુની આગળ રાસ રમી હતી, તેથી આ ઉદ્યાનનું નામ લક્ષ્મીરમણ પડેલું છે.” પછી વસુદેવે તે ઊંચા પ્રાસાદોમાં જઈને શ્રી અહંત પ્રભુની પ્રતિમાને દિવ્ય ઉપહારવડે પૂજીને ભાવપૂર્વક વંદના કરી. તેવામાં વસુદેવે ત્યાં એક વિમાન ઊતરતું દીઠું. તે વિમાનમાં ચારે તરફ રત્ન જડ્યાં હતાં, અને જાણે જંગમ મેરૂગિરિ હોય તેવું દેખાતું હતું. લાખો પતાકાથી લક્ષિત તે વિમાન પલ્લવિત વૃક્ષના જેવું લાગતું હતું; સમુદ્રની જેમ અનેક હાથી, મગર અને અશ્વોનાં ચિત્રોથી તે ભરપૂર હતું. કાંતિવડે સૂર્યમંડળના તેજનું પાન કરતું હતું. મેઘનાદ સહિત આકાશની જેમ બંદિજનના કોલાહળથી આકુળ હતું. માંગલિક વાજિંત્રોના ઘેષથી મેઘગર્જનાને પણ તિરસ્કાર કરતું હતું, અને તેણે ત્યાં રહેલા સર્વ વિદ્યાધરને ઊંચી ગ્રીવા કરાવી હતી. એ વિમાનને જઈ વસુદેવે પોતાની પાસે રહેલા કેઈ દેવને પૂછયું કેઇંદ્રની જેવા કયા દેવનું આ વિમાન આવે છે તે કહે.” દેવે કહ્યું કે-“આ ધનકુબેરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org