Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૪૭ હર્ષ પામેલા રાજા હરિશ્ચંદ્ર તે પુત્રીનું નામ કનકવતી પાડ્યું. સ્તનપાન કરતી એ બાળા ધાત્રી માતાઓના ઉત્સર્ગોમાં સંચરતી અનુક્રમે હંસીની જેમ પગે ચાલવાને સમર્થ થઈ.
જ્યારે એ બાળા પગે ચાલતી ત્યારે તેની ધાત્રીઓ કરતાલિકા વગાડીને નવા નવા ઉલ્લાનથી ગાતી હતી. જ્યારે તે હળવે હળવે મંદમંદ વાણીએ બોલવા લાગી ત્યારે ધાત્રીઓ મેનાની જેમ તેને કૌતુકથી વારંવાર આલાપ કરાવતી હતી. કેશને ગુંથાવતી, કુંડળને હલાવતી અને નપુરને વગાડતી એ બાળા જાણે બીજી મૂતિધારી રમા હોય તેમ રત્નજડિત કંદુકથી ક્રીડા કરતી હતી અને હમેશાં કૃત્રિમ બાળકે (રમકડાં) થી રમતી તે રાજકુમારી પ્રફુલ્લિત નેત્રવાળી તેની માતાને ઉત્કૃષ્ટ હર્ષ આપતી હતી.
અનુક્રમે મુગ્ધતાથી મધુર એવા બાલ્યવયને છોડી તે કનકવતી કળાકલાપ ગ્રહણ કરવાને રોગ્ય થઈ એટલે હરિશ્ચંદ્ર રાજાએ તેને કળા ગ્રહણ કરાવવાને માટે શુભ દિવસે કેઈ ગ્ય કળાચાર્યને સેંપી થોડા સમયમાં જાણે લિપિને સ્ત્રજનારી હોય તેમ તેણે અઢારે પ્રકારની લિપિએ જાણી લીધી, શબ્દશા પિતાના નામની જેવું કંઠસ્થ કર્યું, તર્કશાસ્ત્રના અભ્યાસથી ગુરૂને પણ પત્રદાન કરવાને સમર્થ થઈ, છંદ તથા અલંકારશાસ્ત્રરૂપ સમુદ્રની પારગામી થઈ છએ ભાષાને અનુસરતી વાણી બોલવામાં તેમજ કાવ્યમાં કુશળ થઈ ચિત્રકમથી સર્વને આશ્ચર્ય પમાડવા લાગી અને પુસ્તકર્મમાં પ્રગલ્મ બની, ગુપ્ત ક્રિયાપદ અને કારકવાળાં વાકાને જાણનારી થઈ, પ્રહેલિકા-સમસ્યામાં વાદ કરવા લાગી, સર્વ જાતનાં ઘત (રમતો) માં દક્ષ થઈ, સારણ્ય કરવામાં કુશળ થઈ, અંગસંવાહનમાં કાબેલ થઈ રસવતી બનાવવાની કળામાં પ્રવીણ બની માયા અને ઇંદ્રજાળ વિગેરે પ્રગટ કરવામાં નિપુણ થઈ, તેમજ ત્રિવિધ વાદ્ય-સંગીતને બતાવવામાં આચાર્ય જેવી થઈ ટુંકામાં કઈ એવી કળા બાકી ન રહી કે જેને તે રાજબાળા જાગૃતી ન હોય. લાવાયજળની સરિતારૂપ અને નિર્દોષ અંગવાળી એ બાળા અનુક્રમે પૂર્વોક્ત સર્વ કળાકલાપને સફળ કરનાર યૌવનવયને પ્રાપ્ત થઈ. તેને જોઈ તેનાં માતપિતા વરની શોધમાં તત્પર થયાં. જયારે કે ઈ ગ્ય વર મળ્યો નહીં, ત્યારે તેમણે સ્વયંવરને આરંભ કર્યો.
એક વખતે તે મૃગાક્ષી બાળા પિતાના મહેલમાં સુખે બેઠી હતી, તેવામાં અકસમાત એક રાજહંસને ત્યાં આવેલ છે. તેની ચાંચ, ચરણ અને લેચન અશોકવૃક્ષનાં પલ્લવ જેવા રાતાં હતાં, પાંડવણને લીધે નવીન સમુદ્રફણના પિંડથી તે બનેલું હોય તેમ દેખાતો હતો. તેની ગ્રીવા ઉપર સુવર્ણની ઘૂઘરમાળ હતી, શબ્દ મધુર હતો અને તેની રમણીક ચાલથી જાણે નૃત્ય કરતો હોય તેમ લાગતો હતો. તેને જોઈ રાજબાળા વિચારવા લાગી કે-જરૂર આ રાજહંસ કોઈ પુણ્યવાન પુરૂષના વિનેદનું સ્થાન છે, કેમકે સ્વામીના સ્વીકાર વિના પક્ષીને આભૂષણ કયાંથી હોય? આ હંસ ગમે તે હોય પણ તેની સાથે વિનેદ કરવાને મારું મન ઉત્કંઠા ધરે છે. પછી તે હંસ તેના ગોખમાં લીન થયે, એટલે તે હંસગામિની બાળાએ ૧ તાળીઓ. ૨ વિજય પત્ર લાવી આપવાને. ૩ મૃત્તિકા પિછાદિનાં પુતળાઓ વિગેરે બનાવવાની કળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org